Western Times News

Gujarati News

દુલ્હને જેવો વરરાજાને જોયો કે તરત લગ્ન કરવાની ના પાડી દીધી

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ પોલીસ સ્ટેશન શમસાબાદ વિસ્તારમાં ઉમરલાયક વરરાજાને જોઈને લગ્ન કરવાની દુલ્હને ના પાડી દીધી, તેને લઈને રિપોર્ટ આવ્યો છે. આ ઘટના બાદ બંને પક્ષમાં મારામારી થઈ ગઈ હતી.

પોલીસે બંને પક્ષને સમજાવીને ફેરા લેવડાવ્યા હતા. ત્યાર બાદ વરરાજા સાથે દુલ્હનની વિદાય કરવામાં આવી હતી. શમસાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દુબરી ગામમાં મંગળવારે અલીગંજના સરૌઠ ગામનો વરરાજો રંજીત જાન લઈને આવ્યો હતો. ડુબરીના રહેવાસી એક યુવતી સાથે તેના લગ્ન થવાના હતા.

વરમાળા દરમ્યાન ઉંમરલાયક વરને જોઈને યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેને લઈને વર અને કન્યા પક્ષ વચ્ચે મારામારી શરુ થઈ ગઈ હતી. વર પક્ષે તેની સૂચના ચિલસરા ચોકી અને યૂપી ૧૧૨ પર આપી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

બંને વચ્ચે વાતચીત થઈ. સંબંધીઓ સાથે વાત કરીને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવામાં આવ્યું હતું. પોલીસની હાજરીમાં વરમાળાનો કાર્યક્રમ પુરો થયો. સવારે ફેરા લેવાના સમયે વિવાદ થયો હતો. જાણકારી મળતા પોલીસ ફરીથી ઘટનાસ્થળે આવી ગઈ.

બંનેએ બાદમાં ફેરા લીધા. ત્યાર બાદ રજની પતિ રંજીત સાથે સાસરિયે ગઈ. ચિલસરા ચોકી ઈન્ચાર્જ લક્ષ્મણ સિંહે જણાવ્યું છે કે, લગ્નમાં બોલાચાલી થતાં બંને પક્ષમાં વિવાદ થઈ ગયો હતો. સંબંધીઓએ આ મામલાને રફેદફે કર્યો હતો. વરમાળામાં જેવું દુલ્હને વરને જોયો તો, તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી.

ત્યાર બાદ વર અને કન્યા પક્ષના આખી રાત ઝઘડતા રહ્યા. પોલીસ પણ રાતના સમયે આવી. એટલું જ નહીં આખા મામલામાં પોલીસને બે વખત માંડવામાં આવવું પડ્યું. રાતના ૯ વાગ્યે શરુ થયેલો વિવાદ રાતના ૩ વાગ્યા સુધી ચાલતો રહ્યો. આ દરમ્યાન લગ્નની વિધિ પણ અટકી પડી. જ્યારે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું તો લગ્ન પુરા થયાં અને દુલ્હનની વિદાય રાતના ૩ વાગ્યે થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.