Western Times News

Gujarati News

22 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી હિન્દી ફિલ્મ “વ્હોટ અ કિસ્મત”ના કલાકારો અમદાવાદની મુલાકાતે

મોહન આઝાદ નિર્દેશિત કોમેડી હિન્દી ફિલ્મ ‘વોટ એ કિસ્મત’ 22મી માર્ચે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે.

અમદાવાદ : 22 માર્ચ, 2024ના રોજ રિલીઝ થઇ રહેલ હિન્દી ફિલ્મ  “વ્હોટ અ કિસ્મત”ના કલાકારો અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાની ફિલ્મ અંગે વધુ માહિતી અર્પિત કરી. આર જી ફિલ્મ્સના રાય પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેક્ટર મોહન આઝાદ છે. વૈષ્ણવી પટવર્ધન અને માનસી સેહગલ સાથે આ ફિલ્મમાં યુદ્ધવીર દહિયા, ટીકૂ તલસાણીયા, ભરત દામોલકર, રોનિત અગ્રવાલ, ભાવના વલસાવર, શ્રીકાંત માસ્કી, આનંદ મિશ્રા, રિયા ચૌધરી અને અતુલ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. Actors of Hindi film “What a Kismat” releasing on March 22 visiting Ahmedabad

મોહન આઝાદ નિર્દેશિત કોમેડી હિન્દી ફિલ્મ ‘વોટ એ કિસ્મત’ 22મી માર્ચે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. ચાંદની બારના લેખકની દિગ્દર્શક તરીકેની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ કે સેરા સેરા દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને આ ફિલ્મ  અંશય રાય, લિસા રાય, અખિલેશ રાય અને મધુ મોહન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ માં સ્ટારકાસ્ટ યુધવીર દહિયા, વૈષ્ણવી, માનસી, ટીકુ તલસાનિયા, ભરત દાભોલકર, રોનિત અગ્રવાલ, ભાવના બાલસાવર, શ્રીકાંત મસ્કી, આનંદ મિશ્રા, રિયા ચૌધરી અને અતુલ દ્વિવેદી છે તેમજ મ્યુઝિક  નિર્દેશક ગોલ્ડી છે અને સંગીત ઝી મ્યુઝિક પર છે.

ફિલ્મ  “વ્હોટ અ કિસ્મત”ની વાર્તા ચંદૂ (યુદ્ધવીર)ના જીવનની આસપાસ ફરે છે, કે જે એક હારેલ વ્યક્તિ છે, પરંતુ તેમના સપના મોટા છે. તેમની પત્ની આરતી (વૈષ્ણવી) તેમનાથી કંટાળી ગયેલ છે, તેમના નિરાશ બોસ (ભરત) તેમને નોકરીમાંથી હાંકી કાઢવાના છે અને બીજી છોકરી મિની (માનસી) તેમના અસ્તિત્વને પણ સ્વીકાર કરતી નથી. પરંતુ ચંદુના ભાગ્યમાં એક મોટો વળાંક આવે છે અને તેમનું જીવન ઉતાર-ચઢાવ ભર્યું થઇ જાય છે.

હવે અન્ય છોકરી પણ તેની સાથે છે. જો કે તેની પત્ની તેને નકારે છે, તેને એટલા પૈસા મળે છે કે ચંદુએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું અને જો તે પૂરતું ન હોય તો તેને મૃત જાહેર કરવામાં આવે છે. પરંતુ ઉત્સાહિત ચંદુને ખ્યાલ નથી આવતો કે નિયતિએ તેની સાથે રમત રમવાનું શરૂ કર્યું છે. ટૂંક સમયમાં જ એક અતિ ઉત્સાહી રિપોર્ટર (શ્રીકાંત), અતિ ઉત્સાહી ઇન્સ્પેક્ટર (રોનિત) અને અતિ સ્માર્ટ એસપી (ટીકુ તલસાનિયા) દ્વારા તેનો પીછો કરવામાં આવશે. તેઓ બધા ઇચ્છે છે કે તે મરી જાય. પણ ચંદુને આશા છે કે ભાગ્યમાં આના કરતાં પણ ઘણું બધું છે. અંતમાં શું થશે તે તો ફિલ્મ થકી જોવું જ રહ્યું.

આ સપના અને ઉથલપાથલની દુનિયા છે. આ વ્યક્તિની મહેનત અને તેની કિસ્મત વચ્ચેના ટકરાવની વાર્તા છે. આ એક કેરેક્ટરની આજુબાજુ ફરે છે. આ ફિલ્મ એ ચંદૂની વાર્તા છે કે જેની સાથે દરેક વ્યક્તિ પોતાને જોડી શકશે. કારણકે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક ચંદૂ  જરૂર બને છે. પરેશાન અને નાસમજના જીવનમાં થનાર ઘટનાઓની શ્રેષ્ઠ તથા સુરીલા સંજિતથી ભરપૂર રોચક- મનોરંજક ફિલ્મ છે.

ચંદૂની પત્ની આરતીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વૈષ્ણવી પટવર્ધન એ મ્યુઝિક વિડીયો થકી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પછી તેઓ તેલુગુ ફિલ્મો સાથે જોડાઈ ગયા. હવે વ્હોટ અ કિસ્મતથી તેઓ બૉલીવુડ માં આવી રહ્યા છે. તેઓ કહે છે કે, “ફિલ્મમાં મારું કેરેક્ટર શોપીસ નથી, પરંતુ ખૂબ જ સશક્ત કેરેક્ટર છે. મેં આમ નોન- ગ્લેમરસ કેરેક્ટર નિભાવ્યું છે. આરતીની ભૂમિકા ખૂબ રિયલ છે. તેની પોતાની મહત્વકાંક્ષાઓ છે. તે એક શ્રેષ્ઠ જીવન જીવવા માંગે છે.તે ઈચ્છે છે કે તેનો પતિ સફળ માણસ બને. તે સામાન્ય જીવન જીવવા માંગે છે. હું આરતી બનીને ખૂબ ખુશ છું.”

દિલ્હીની માનસી સેહગલ NSIT, દિલ્હીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગમાં B.Tech છે.  તેમને  કેમ્પસ પ્રિન્સેસ પેજન્ટમાં ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવી અને 2019 માં ફેમિના મિસ ઇન્ડિયા દિલ્હીનો તાજ પહેરાવવામાં આવ્યો. દિલ્હીમાં સ્ટેજ પર વારંવાર અભિનય કર્યા પછી, તે અભિનયને આગળ વધારવા માટે 2023 માં મુંબઈ આવી ગઈ.

અંશય રાય, લીઝા રાય, અખિલેશ રાય તથા મધુમોહન નિર્મિત ફિલ્મ વ્હોટ અ કિસ્મતના સંગીતકાર ગોલ્ડી, કેમેરામેન વિલાસ ચૈહાણ, એડિટર કામેશ કર્ણ, કોસ્ચ્યુમ ડિઝાઈનર રાશિ ગોયલ, કોરિયોગ્રાફર જ્હાન્વી શાહ, એક્શન ડાયરેક્ટર અજય ઠાકુર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.