Western Times News

Gujarati News

અજમેરથી ગોધરા થઈને માલેગાંવ જઈ રહેલી ટ્રકમાંથી 55 ગૌ-વંશો મુક્ત કરાયા

ગોધરા- દાહોદ હાઇવે ઉપર પોલીસ તંત્ર ટીમે બંધ કન્ટેનરમાંથી ૫૫ ગૌ-વંશો મુક્ત કરાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રાજસ્થાનના અજમેર ખાતેથી બંધબોડીના કન્ટેનરમાં ૫૫ જેટલા ગૌ-વંશો ને ખીચોખીચ ભરીને મહારાષ્ટ્રના માલેગાવ ખાતે કતલખાને મોકલવાના કસાઈઓના ના-પાક ઇરાદાઓને પ્રાણીન ફાઉન્ડેશન સંસ્થાના જીવદયા પ્રેમીઓ અને પોલીસ તંત્રની ટીમના કાફલાએ નાકાબંધી કરીને ગોધરા-દાહોદ નેશનલ હાઈવે ઉપર આવેલા કેવડિયા ગામ પાસે આ ટેલરને અટકાવીને ૫૫ ગૌ-વંશોને કતલખાના ના મોતના મુખ માંથી બચાવીને પરવડી ખાતે પાંજરાપોળમાં સુરક્ષિત રીતે આશરો અપાયો હતો..

અજમેરથી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે જઈ રહેલા આર.જે ૫૨ જી.એ. ૧૦૬૧ નંબરના ટેલરના બંધ કન્ટેનર ગૌ-વંશોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પ્રાણીન ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીઓ ને મળતા વેંત વડોદરા થી દોડી આવેલા નેહાબેન પટેલ અને અંકિત ભાઈએ ગોધરા ખાતે રહેતા સંસ્થાના અગ્નણીઓ પ્રજ્ઞેશ સોની અને મેહુલભાઈ નો સંપર્ક કરીને જીવદયા પ્રેમીઓ ની ટીમ ગોધરા દાહોદ હાઇવે ઉપર ભરથાણા ટોલનાકે ગોઠવાઈ ગયા હતા.

જો કે બાતમી મુજબના આવેલા ટેલરના સંચાલકે પ્રાણીન ફાઉન્ડેશનની ટીમ પીછો કરતા ટેલરને પૂર ઝડપે ભગાવતા જીવદયા કાર્યકરોની ટીમ દ્વારા તુરંત જ ગોધરા ડી.વાય.એસ.પી નો બદલી સાથે ચાર્જ સંભાળનારા ડી.વાય.એસ.પી .એન .વી પટેલ નો સંપર્ક કરતા વેંત દોડી ગયેલા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.અસોડાના ઓએ સવેલન્સ સ્કોવોર્ડ ના એન.પી. સેલોત પોલીસ ઇન્સ્પેક્ટર તથા

પોલીસ સ્ટાફ ના કફાલાએ કેવડિયા ગામ પાસે નાકાબંધી કરીને ટેલરની અટકાવીને કન્ટેનરમાં તપાસ કરતા ૫૫ જેટલા ગૌ -વંશો ને કતલખાને લઈ જતા ઝડપી પાડીને અંદાજે ૧૯,૯૬.૫૦૦ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડીને ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ અન્યવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.