Western Times News

Gujarati News

એક સપ્તાહથી ડુંગળીના ભાવ સ્થિર, આવકમાં પણ થયો ઘટાડો

ભાવનગર, ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. મહુવા માર્કેટ માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, નારીયેળ, તુવેર, લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર વધુ થાય છે.

જેના કારણે મહુવા માર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઇ રહી છે. મહુવા યાર્ડમાં છેલ્લા છ દિવસમાં ૧૧.૫૧ લાખ કટ્ટા ડુંગળીની આવક થઇ હતી. જોકે ગત સપ્તાહની સરખામણીએ આવકમાં ઘટાડો થયો છે. ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે.

ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર મહુવા માર્કેટિંગ ૧૧-૦૩-૨૦૨૪ થી ૧૬-૦૩-૨૦૨૪ સુધીમાં લાલ અને સફેદ ડુંગળી ૧૧,૫૧,૬૩૫ કટ્ટાની આવક થઇ છે.

ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યમાં મોટા પાયે છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ ૩૧,૦૦૦ હેક્ટર કરતા પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ૬ દિવસમાં સરેરાશ ભાવ સફેદ ડુંગળીના ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને ૨૭૫ રૂપિયા સુધીના ભાવ બોલાય રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છેલ્લા ૬ દિવસના સરેરાશ ભાવ ૧૨૧ રૂપિયાથી લઈને ૩૪૭ રૂપિયા સુધી ભાવ બોલાય રહ્યા હતા .ચોમાસાની શરૂઆતમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા સુધી પહોંચ્યા હતા. જ્યારે લાલ ડુંગળીના ભાવ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા સુધીના રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.