Western Times News

Gujarati News

“અભ્યાસમાં નિષ્ફળ ગયો છું મારે આત્મહત્યા કરવી છે” હેલ્પલાઈને ફોન પર કાઉન્સીલીંગ કરી બચાવ્યો

હેલ્પલાઈન દ્વારા ૧૦૧ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવામાં આવ્યો-અલગ-અલગ મુદ્દાઓની સમજ આપીને સફળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

પાલનપુર, એમબીએમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો હેલ્પલાઈનના જયેશભાઈ સોનીના નંબર ઉપર ફોન આવેલો. વિદ્યાર્થીએ કહ્યું સર, મારા અભ્યાસના બીજા વર્ષમાં હું નાપાસ થયેલ છું. અભ્યાસમાં નિષ્ફળ ગયો છું તેથી મારે ડેમમાં કુદીને આત્મહત્યા કરી દેવી છે.

જયેશભાઈએ આ વિદ્યાર્થીને સાંત્વના આપી, સાચી સમજણ આપી હતી તેને જણાવવામાં આવ્યું હતું કે અભ્યાસ એ જીવનનું એક પગથિયું છે એક પગથિયું ચુકી જવાથી આપણે સીડી ચડવાની બંધ ન કરાય. પરીક્ષામાં ફેલ થયા તો ફરીથી એકઝામ આપવાની. જીવનમાં ઘણા બધા મહાનુભાવો નિષ્ફળતાઓનો સામનો કરીને આજે સફળ બન્યા છે તે આપણને ખબર જ છે

જેમ કે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, રિતિક રોશન, નરેન્દ્રભાઈ મોદી, મહેન્દ્રસિંહ ધોની જેવા અનેક મહાનુભાવોના જીવનમાં પહેલા નિષ્ફળતા આવેલી, પરંતુ તેઓ મક્કમ મનોબળથી આગળ વધ્યા અને સફળતાને પામ્યા. અભ્યાસમાં નિષ્ફળ જવાથી તું આતમહત્યા કરતા પહેલા એકવાર તારા ફેમિલી વિષે વિચાર. જો તું આત્મહત્યા કરશે અને તારી લાશ તારા ઘરે આવશે તે જોઈને તારા માતા-પિતા, ભાઈ-બહેન, ફેમિલી મેમ્બર અને મિત્રોને કેટલો ભયંકર આઘાત લાગશે. તેઓને દુખી કરવાન તને કોઈ હક નથી. સામાન્ય નિષ્ફળતા મળે તો તેમાં ગભરાઈ જવાય નહીં પરંતુ મહેનત કરીને આ નિષ્ફળતાને સફળતામાં બદલી દેવી જોઈએ. તેમ અલગ-અલગ મુદ્દાઓની સમજ આપીનેસફળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

આ વિદ્યાર્થીએ ફરીથી એકઝામ આપવાની ખાતરી આપી હતી અને ભવિષ્યમાં આવું પગલું નહિ ભરે તેની બાંહેધરી પણ આપી હતી. જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઈન દ્વારા આજ સુધીમાં કુલ ૧૦૧ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે. ભગવાને આપેલું માનવ જીવન ખૂબ જ સુંદર છે, અનમોલ છે, અદભુત છે

આપણા જીવનમાં સારા બનાવો પણ બનતા હોય છે અને ખરાબ બનાવો પણ બનતા હોય છે ખરાબ કે નેગેટિવ બનાવોથી ક્યારેય ગભરાવું નહીં પરેશાન ના થવું. તેનો હિંમતપૂર્વક, બુદ્ધિપૂર્વક સામનો કરવો જોઈએ અને જીવનને એક નવી દિશા આપવી જોઈએ.

આ સાથે જીવનને પ્રફુÂલ્લત રાખવું જરૂરી છે અને સકારાત્મક અભિગમ અપનાવી, ધ્યાન અને યોગ દ્વારા શરીરમાં ઉર્જા વધે તેમ જ શારીરિક રીતે નિરોગી રહેવા માટે ફીટનેશની જાળવણી કરવી પણ જરૂરી બને છે.

સમયનો પૂર્ણ રીતે સદ્‌ઉપયોગ એટલે કે રચનાત્મક અને મનને ગમતી પ્રવૃતિઓ કરવી જેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ માટે ગાયન, વાદન, સંગીત, નૃત્ય કે ચિત્ર કલા, ફોટોગ્રાફી કે તરણ અને ટ્રેકીંગ દ્વારા શરીરને ફીટ રાખવા સાથે લોકોને મળવાનું થાય છે, વિચારોની આપ-લે થાય છે જે એકલતાને દુર રાખે છે.

બાળકો સાથે નિર્દોષ રીતે રમવા, રમાડવાની પ્રવૃતિ, વાર્તા કહેવી, લખવા, વાચવાની પ્રવૃતિ પણ મનોમÂસ્તષ્કનો વિકાસ થવા સાથે જીવંત રાખે છે અને જીવનની ઉપયોગીતા સમજાય છે પરિણામે આત્મહત્યા જેવા વિચારો યોજનો દૂર રહે છે.

પોતાના જીવનમાં પાંચ મિત્રો તો એવા બનાવવા જોઈએ જેને આપણા દુઃખની વાત મન ખોલીને કહીને આપણે હળવા ફુલ થઈ શકીએ. આ પ મિત્રો આપણા ફેમિલી મેમ્બર્સ, માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની કે આપણા અંગત મિત્રો હોઈ શકે.

જો આ પાંચ મિત્રો આગળ દિલ ખોલીને વાત કરવામાં આવે તો જરૂર આપણને આપણી સમસ્યા માટે કોઈને કોઈ માર્ગ મળશે અને વિશેષ આપ આત્મહત્યાને કહોના એટલે કે જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઈનના ફ્રી નંબરનો આપ વિનામૂલ્યે સંપર્ક કરી શકો છો. જ્યાં લાભાર્થીને પીડિત વ્યક્તિને ર૪ કલાક બારે મહિના વિનામૂલ્યે હેલ્પ, કાઉÂન્સલિંગ, માર્ગદર્શન આપવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.