Western Times News

Gujarati News

ડાકોર પગપાળા દરમ્યાન તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત

…ડાયવર્ઝન નક્કી કરતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

આગામી તા. ૨૪/૦૩/૨૦૨૪ તથા તા.૨૫/૦૩/૨૦૨૪ના રોજ રાજ્યમાં હોળી-ધુળેટીનો તહેવાર આવે છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાંથી પગપાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ડાકોર મુકામે દર્શન કરવા જાય છે. આ જિલ્લાના હીરાપુરા ગામથી ખાત્રજ ચોકડી સુધી પસાર થતા રોડ ઉપર યાત્રાળુઓ મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાંથી પણ પગપાળા જાય છે.

આ યાત્રિકો અમદાવાદથી જશોદાનગરથી હાથીજણ સર્કલ, હીરાપુર ચોકડીથી રાસ્કા પોટા હટ ચેક પોસ્ટ નાકા તરફ આવતા તમામ વાહનો તથા નડિયાદ તરફથી અને અમદાવાદ તરફથી આવતા તમામ પ્રકારનાં વાહનો ચાર પૈડાં કે તેથી વધુ પૈડાં ધરાવતા યાંત્રિક વાહનો બંને બાજુથી જતાં-આવતાં વાહનો પર, હેરાફેરી પર આ જિલ્લાના વિવેકાનંદનગર હીરાપુર ચોકડી સુધી પ્રતિબંધ કરવા તથા ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવા જણાવેલ છે.

આથી હું સુધીર કે. પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ- મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧નો (૨૨મો અધિનિયમ)ની કલમ-૩૩ (૧) (બી)થી મને મળેલ અધિકારની રુએ તથા આમુખ(૧)ના પત્રની વિગતે ટ્રાફિકની વ્યવસ્થા નીચે મુજબ ડાયવર્ટ કરવા અંગેનુ જાહેરનામું બહાર પાડવા આથી હુકમ કરું છું,

પ્રતિબંધિત વિસ્તાર :

  • હિરાપુર ચોકડીથી નાંદેજ – બારેજડી તરફ આવતો જતો ટ્રાફિક હિરાપુર ચોકડી થઈ મહેમદાવાદ રોડ પર નહિ જતા આ ટ્રાફિક હિરાપુર ચોકડીથી બારેજા થઈ નડિયાદ તરફ જઈ શકશે. અથવા તે વિસ્તારના આંતરિક તાલુકા – જિલ્લાના ગામડાંઓના માર્ગ વાપરી શકશે પણ અમદાવાદથી મહેમદાવાદ જતાં રાજ્ય ધોરી માર્ગ ઉપર આવી-જઈ શકશે નહીં.

વૈકલ્પિક રૂટ તરીકે:-

  • હાથીજણ, વિવેકાનંદનગર, ગેરતપુર તરફ આવવા જવા માટે – વિંઝોલ રિંગ રોડ, વિનોબાભાવે નગર પાસેથી પસાર થતા ઓમ કોલોની રોડ પર પરિયર રામ સ્વામી બ્રીજ ઉપરથી પંડિત દીનદયાળ નગર
  • બીબીપુરા, વાંચ, હીરાપુર, હરણીયાવ તરફ આવવા જવા માટે – રામોલ અદાણી સર્કલથી બીબીપુરા વાંચ હીરાપુર હરણીયાવ તરફ

આ હુકમ તા.૧૯/૦૩/૨૦૨૪ના રોજ કલાક ૦૦.૦૦થી તા. ૨૫/૦૩/૨૦૨૪ના રોજ કલાક ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.