Western Times News

Gujarati News

સુપરસ્ટાર કિયાની રીવ્સ એક શબ્દ બોલવાના ૭૫ લાખ લે છે

મુંબઈ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હાઇએસ્ટ પેઇડ સ્ટાર્સની ભરમાર છે. કોઇ એક મૂવી માટે ૧૦૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે, તો કોઇ ૨૦૦ કરોડ, પરંતુ આજે અમે તમને એક એવા સુપરસ્ટાર વિશે જણાવીશું જે સિલ્વર સ્ક્રીન પર ખાલી એક શબ્દ બોલવા માટે ૭૫ લાખ રૂપિયા ફી લે છે.

ચોંકી ગયા ને! પરંતુ આ હકીકત છે. આ સુપરસ્ટારનું નામ છે કિયાની રીવ્સ. કિયાનૂ રીવ્સ હોલિવૂડ ફિલ્મોનો ફેમસ એક્ટર છે. વર્ષ ૧૯૯૯માં રિલીઝ થયેલી એક્શન Âથ્રલર ફિલ્મ ‘ધ મેટ્રિક્સે’ કિયાનૂ રીવ્સને સુપરસ્ટાર બનાવી દીધો હતો. આ ફિલ્મથી તેણે ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે બાદ તેણે ક્યારેય પાછુ વળીને નથી જોયું. જોતજોતામાં તે હાઇએસ્ટ પેઇડ એક્ટર બની ગયો હતો.

રિપોર્ટ્‌સ અનુસાર, હોલિવુડ એક્ટર કિયાનૂ રીવ્સે ‘ધ મેટ્રિક્સ’ની બે સિક્વલ ફિલ્મોમાં કામ કરવા માટે મેકર્સ પાસેથી ૧૦૦ મિલિયન ડોલર ચાર્જ કર્યા હતા, જે તે સમયે ૪૫૦ કરોડ રૂપિયા હતા. કિયાનૂ રીવ્સે નીયોની ભૂમિકા ભજવી હતી. બંને ફિલ્મોમાં તેણે ૬૩૮ શબ્દો બોલ્યા હતા.

આ રીતે કિયાનૂ રીવ્સે માત્ર એક શબ્દ માટે ૭૫ લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો મોંઘો સ્ટાર છે.

કિયાનૂ રીવ્સે વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જ્હોન વિક ૪’ માટે ૨૫ મિલિયન ડૉલરની ફી ચાર્જ કરી હતી, જે ઇન્ડિયન કરન્સીમાં ૨૦૦ કરોડ રૂપિયા છે. આ રકમ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાનની ફી કરતા પણ વધુ છે. કિયાનૂ રીવ્સે સિનેમાની દુનિયામાં સક્સેસ અને ફેઇલિયર બંનેનો સ્વાદ ચાખ્યો છે. કિયાનૂ રીવ્સની ફિલ્મ ‘ધ મેટ્રિક્સઃ રિસરેક્શન્સ’ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી.

પોપ્યુલર ફ્રેન્ચાઇઝી ‘ધ મેટ્રિક્સ’ની આ ફિલ્મે ૧૮ વર્ષ બાદ સિનેમાઘરોમાં દસ્તક આપી હતી. બેડ માઉથ વર્ડ અને કોવિડ ૧૯ને કારણે, ‘ધ મેટ્રિક્સઃ રિસરેક્શન્સ’ બોક્સ ઓફિસ પર તે કમાલ કરી શકી નથી જે તેની અગાઉની ફિલ્મોએ કરી હતી. ‘ધ મેટ્રિક્સઃ રિસરેક્શન્સ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. આમ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.