Western Times News

Gujarati News

પેટની સમસ્યાથી પિડાવ છોઃ રિપોર્ટ બધા નોર્મલ આવે છે તો કરો આ આયુર્વેદીક ઉપચાર

પેટ ભારે, ખૂબ કબજીયાત, વાયુનો ખૂબ ભરાવો, કળતર, બગાસા, સુસ્તી, જેવા લક્ષણો

આપણે સર્વે જાણીયે છીએ કે જ્યારે વ્યક્તિ કોઇ પણ જાતના રોગથી પીડાતી હોય છે.ત્યારે,તેની હાલત કેવી થતી હોય છે.પછી જો તે કોઇ એવા રોગથી પીડાતો હોય જે લાંબા સમય સુધી મટે નહીં અને રોગીને કષ્ટ આપ્યા કરે તે રોગ કઠોર હોય અને રોગીને નાસીપાસ કરાવી દે. ક્રોનીક થઇ ગયો હોયતો રોગી ખૂબજ કંટાળી જતો હોય છે,અને પછી તેને જીવન પ્રત્યે કોઇ રસ જ રહેતો નથી.

જો રોગો ઘર કરતા હોય, એક રોગમાંથી બીજા અનેક રોગો ઉત્પન્ન થતા હોય,કામ પ્રત્યેનો લગાવ ઓછો થતો જતો હોય, જીવનમાં આનંદ,ઉત્સાહ,ઉમંગ ઓછો થતો જતો હોય આવા અનેક સ્ટેજમાંથી આવો રોગી પસાર થતો હોય છે. પેટ એ એવી એક જાદુઇ પેટી જેવું છે કે જેમાંથી અનેક રોગો ઉત્પન્ન થઇ શકતા હોય છે.આયુર્વેદમાં તો એવું પણ કહ્યું છે કે અનેક રોગનું મૂળ પેટમાં છે.

તો આવા પેટના રોગોથી પીડાતા રોગીની પરિસ્થિતિ શું હોય છે. તેનું આપણે આજે એક દ્રષ્ટાંત જોઇએ. એવા રોગીનો ઇતિહાસ જોઇએ કે જેને એવો કોઇ મોટો ભારે રોગ ન હોવા છતાં પણ રોગી હેરાન પરેશાનથાઇ ગયો હોય.આ રોગીના જ લક્ષણો છે તે સામાન્ય રીતે ઘણી બધી વ્યક્તિઓને તે જ લક્ષણો ઓછા વધતા પ્રમાણમાં થતા જ હોય છે.પરંતુ તેઓ બધુ ધ્યાનમાં લેતા નથી પરંતુ પેટના રોગોની જ્યાં વાત કરીશું તો આ લેખ વાંચ્યાં પછી તેઓને એટલું જરૂર સમજાશે કે આવા લક્ષણોને બેધ્યાન ન કરવા જોઇએ.

આવા એક રોગી લંડનમાં વસેલા.ઉંમર ૩૮વર્ષ, બાંધો સારો,પોતાનો ધંધો,વ્યવસાય સારો,દેશ પરદેશમાં વારંવારમુસાફરી થયા કરે,સામાજીક દ્રષ્ટિએ પણ આગળ પડતા.બધી વાતનું સુખ,પણ એક આ પેટનું દર્દ વારંવાર સતાવ્યા કરે અને એના કારણે તેઓની કાર્યક્ષમતામાં તેઓ પાછળ પડવા લાગ્યા હોય તથા પોતાની કારકિર્દીમાં ડગલે ને પગલે તેઓને એક આ પેટનું દર્દ સતાવતું લાગ્યું.

લંડન ખાતે મોટો ધંધો વ્યવસાય ધરાવતા હતા અને સમાજમાં સેવા ધર્મના કાર્યોમાં પણ ખૂબ જઆગળ પડતું અસ્તિત્વ ધરાવતા પરંતુ આ વારંવાર પેટમાં અવરનવર શૂળ ઉપડવું,પેટ ચધી આવવું,ગેસ થઇ ગયો હોય તેવું લાગવું.,કબજીયાત હોયતો કોઇકવાર ઢીલા દસ્ત થવા,મળદોષ વખતે ચીકાશઆવવી,ખૂબજ આમ પડવો,ઘણી વખત ઓડકાર આવવા,માથું દુખવું,પેટમાં બળતરા,એસીડીટી થવી,કાચો આમ દસ્તમાં આવવો,આના કારણેથાક લાગવો,શરીર નંખાઇ જવું,

ShriramVaidya-logo
Mo. 9825009241

અનિંદ્રા, નાડીની ગતી વધી ખૂબ પસીનો થવો વગેરે લક્ષણથી લગભગ છેલ્લા ૨ વર્ષથી તેઓ કંટાળી ગયા હતા. અંતમાં ત્યાના નિષ્ણાતોનો સંપર્ક કરવાનું નક્કિ કર્યું.ત્યાં તો ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, ફિઝિશિયન, સર્જન વગેરે અનેક નિષ્ણાંતો પાસે તપાસ ચિકિત્સા કરાવી.એન્ડોસ્કોપી, બેરીયમ મીલ ,વગેરે ઘણા ઇન્વેસ્ટિગેશન કરાવ્યા.

બધાજ રિપોર્ટ નોર્મલ છે એમ કહી દીધેલું,પણ આમ છતાં આ રોગીને કશું જ સારું લાગતું નહી અને પછી તેઓએ ચિકિત્સા અંગે ભારત આવાનું નક્કિ કર્યું અને ભારત આવી આયુર્વેદની ચિકિત્સા લેવાનું નક્કિ કર્યુ હતું.

જ્યારે આવેલા ત્યારે આ રોગીની તબિયત ખરેખર જ નાજુક હતી. તેઓને ખૂબ ઉબકા આવતા હતા. માથાનો દુખાવો, શરીરનું કળતર, બગાસા, શરીરમાં સુસ્તી,પેટ ભારે,ખૂબ કબજીયાત,વાયુનો ખૂબ ભરાવો વગેરે લક્ષણો ચાલુજોયા.પ્રથમ ત્રણ દિવસનું લંઘન કરાવ્યું.પરિણામે ત્રીજે દિવસે ખૂબ દુર્ગંધયુક્ત મળ મોટા પ્રમાણમાં નીક્ળ્યો અને દર્દીએ ક્રમશ રાહત અનુભવી ત્યારબાદ પ્રથમ મગના પાણી પર રાખવાનું નક્કી કર્યું.૫૦ગ્રામ આદુનો રસ બે વખત દિવસમાં ત્યારબાદ ક્રમશ જાવરૂ,થૂલી,મગની દાળ વગેરે શરૂ કર્યા.

ઔષધોમાં સુવર્ણસુતશેખર ઝહરમોહરા, અવિપત્તિકર ચૂર્ણ, સંજીવની વટી મુખ્યત્વે આપવામાં આવતા ક્યારે શૂખધ્રજરસ, લોકનાથ રસ અને જવાહર મોરાનો ઉપયોગ કરવામાં આવતો.ઉપરના ઔષધો ઉપરાંત વર્ધમાન પીપલીનો ર્પ્યોગ છેવટે કરવામાં આવ્યો અને આર્પ્યોગ પછી દર્દીને ખૂબજ સારું લાગવામાંડ્‌યું.

આ પ્રમાણે રોગીની ચિકિત્સા કરવાથી રોગીને સંપૂર્ણ આરામ થઇ ગયો હતો.બે અઠવાડીયામાં તો તે એકદમ સ્વસ્થ થઇ ગયા હતા.ભૂખ નિયમિત લાગવા માડી,પેટ સાફ,નિયમિત વાયુની ગતિ નીચે તરફ થવા લાગી, વાયુનુ અનુમોલન થઇ વાયુ ઉત્પન્ન થતો ઓછો થયો.આમનો ભરાવો ઓછો થઇ ગયો.માથાનો દુખાવો, અજીર્ણ ગાયબ વગેરે સંપૂર્ણ રીતે દર્દી ખુશ. પશ્ચિમના નિષ્ણાતો જે ન કરી શક્યા તે આયુર્વેદે કરી બતાવ્યું. યુકે પાછા ફરવાનું નક્કી કર્યું. જતા પહેલા એવા એક ઔષધની માગણી કરી જે આસાનીથી લઇ શકાય અને લાંબો સમય સુધી લેવાય.

આ બધું કાબૂમાં રાખે અને મારું કાર્ય કરતા રહેવાય એવું રહે ત્યારે ખૂબ વિચારણા પછી તેઓને સાથે લઇ જવા માટે એક ઉપયોગી ઔષધ આયુર્વેદીક ઔષધેનું સેવન કરાવવાનું નક્કિ કર્યું અને દિવસમાં બે બે ગોળી બે સવાર સાંજ લેતાં રહેવું એવુ કહ્યું. છ મહિના પછી જ્યારે અમે લંડન ગયા ત્યારે તેઓ મને મળવા આવ્યા હતા. અને અએક ઉપયોગી ઔષધ અને આયુર્વેદના વખાણ કરતા થાક્યા નહીં.

એક ઉપયોગી ઔષધ ઘટક દ્રવ્યો-ઇંદ્રજવ, હરડે, કારસ્કર, શેકેલી હીંગ, સંચળ, લસણ, કાંચકા, મંડુરભસ્મ, બધા જ જાણીતા ઔષધોનું સપ્રમાણ સંયોજન કરી બનાવવામાં આવી છે. ઇન્દ્રજવ આમને મટાડે છે. તેના કટુતી કલ કષાય રસ દ્વારા તે કફનો નાશ કરે છે માટે મંદાગ્નિ દૂર થાય છે અને ખોરાકનું પાચન સારી રીતે કરે છે. ભાવપ્રકાશ નિઘંટુ તથા સુશ્રુત જેવા ગ્રંથકારો ઇન્દ્રજવને રક્તાતિસાર, આમાતિસાર નાશક ઔષધ તરીકે ખાસ ઓળખાવ્યું છે.

મોર્ડન વિજ્ઞાન પ્રમાણે એમીબીક ડીસેંટ્રી અને તેના પછી તથા કોલાઇટીસ જેવા રોગોને દૂર કરવા માટે આ એક ઉત્તમ ઔષધ ગણાય છે. તેમજ કાંચકા પણ તિક્ત, કષાય રસવાળા વાત-કફનાશક છે. તે ઉષ્ણ હોવાથી વાયુનું શમન કરે છે. કાંચકાનું લસણ, હિંગ સાથેનું સંયોજન પેટનો દુખાવો, આંતરડાનો ટીબી મટાડે છે. કાંચકા વાયુને અનુલોમન કરી આદમાન મટાડે છે.

તે કૃમિદન,પૌષ્ટિ.,પાચક હોવાથી લીવર અને આંતરડાનો સોજો પણ મટાડે છે.આ ઔષધિમાં જે હિંગનું સંયોજન કર્યું છે તે જંતુઘ,વાયુનુ શમન કરી અજીર્ણ, શૂળ, કબજીયાત, આમાશય અને આંતરડાની શિથિલતા મટાડે છે. આમ આવી દિવ્ય ઔષધિઓના સંયોજનથી આ ઉપયોગી ઔષધ આંતરડાની આકુંચન સંકુચનની ક્રિયા સબળ બનાવે છે,

તે જ રીતે હરડે સંચળ અને કારસ્કરનો સુમેળ પણ આ ઔષધમાં સપ્રમાણ રીતે કર્યો છે. જેથી, જુનું અજીર્ણ જૂના મરડાને કારણે રહેતી શિથિલતા,વાયુ અને આમ ઉત્પન્ન થવું. આમદોષ, અજીર્ણ, અરુચી, મંદાગ્નિ વગેરે લક્ષણો જે રહેતા હોય છે તે આસાનીથી દૂર થાય છે અને પાચન સુધરે છે. જેમ આ ઔષધનું નામ છે તે જ તેનું કાર્ય પણ છે. આ દવાની કોઇ આડઅસર છે નહીં અને ડાયાબીટીશ, હ્રદયના રોગીઓ પણ વિના સંકોચ આઔષધનું નિયમિત સેવન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.