Western Times News

Gujarati News

“જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર આતે નહીં, વો ફિર આતે નહીં !”

“એક અંદાજ મુજબ ૧૯૯પ સુધીમાં આશરે ૮પ૦૦ હિન્દી ફિલ્મો બની જેમાં ગીતોની કુલ સંખ્યા આશરે પપ૦૦૦ જેટલી છે !”

“શૈલેન્દ્ર રેલ્વેમાં નોકરી કરતાં, ગીતકાર રાજેન્દ્રકૃષ્ણ ઈલેકટ્રીકસીટી કંપનીમાં કારકૂન હતાં, હસરત જયપુરી મુંબાઈની ફૂટપાથ ઉપર રમકડાં વેચતાં હતાં, – પછી બસમાં કન્ડકટર તરીકે નોકરી કરી હતી, ગીતકાર ઈન્દિવર ૧૯૪રની ચળવળમા જોડાયાં હતાં- બાળપણથી જ અનાથ હતા, આનંદબક્ષી નેવી માં ટેલીફોન ઓપરેટર હતાં- તેમનો ૬૩૮ ફિલ્મોમાં ૪૦૦૦થી વધુ ગીતો લખવાનો રેકોર્ડ આજે પણ અકબંધ છે !” “According to an estimate, about 8500 Hindi films were made by 1995, with a total number of songs of about 5000!”

“શૈલેન્દ્ર રેલ્વેમાં નોકરી કરતાં, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ ઈલેકટ્રીકસીટી કંપનીમાં કારકૂન હતાં, હસરત જયપુરી મુંબાઈની ફૂટપાથ ઉપર રમકડાં વેચતાં હતાં, – પછી બસમાં કન્ડકટર તરીકે નોકરી કરી હતી, ગીતકાર ઈÂન્દવર ૧૯૪રની ચળવળમા જોડાયાં હતાં- બાળપણથી જ અનાથ હતા, આનંદબક્ષી નેવી માં ટેલીફોન ઓપરેટર હતાં- તેમનો ૬૩૮ ફિલ્મોમાં ૪૦૦૦થી વધુ ગીતો લખવાનો રેકોર્ડ આજે પણ અકબંધ છે !”

ઝબકાર
કલ્યાણજી- આણંદજીવાળા કલ્યાણજીભાઈએ જ આચાર્ય રજનીશમાંથી રજનીશને ‘ભગવાન’ રજનીશ બનાવવામાં મદદ કરી. વિજય આનંદ અને વિનોદ ખન્નાને રજનીશ પાસે લઈ જનાર કલ્યાણજીભાઈ હતાં. સંગીતાકાશની ક્ષિતિજો ને આંબવા આકાશ પણ નાનું પડે !

“આજકાલ પ્રેમ- રોમાન્સ, શાયરીઓ, ફિલ્મો પર લખવાનો હોલસેલનો ધંધો ચાલી રહયો છે. જો કે આજે વાત કરવી છે ફિલ્મી દુનિયાની- હસમુખભાઈ ભોગીલાલ ઠક્કરે કુલ ચાર પુસ્તકો લખ્યાં છે ઃ- એક ‘ગાતા રહે મેરા દિલ’ બીજું ‘કુમાર કથાઓ’, ત્રીજું ‘અધૂરી કથાઓ’ અને ચોથું ‘સૂર સાગરકી લહરે’! આમ જોવા જઈએ તો હિન્દી ફિલ્મોનું આયુષ્ય ૧૧૦ વર્ષનું ગણાય છે.- બહુધા !

જેમકે ૧૯૧૩ની ૩જી માર્ચના રોજ દાદા સાહેબ ફડકેએ બનાવેલી પ્રથમ હિન્દી મૂંગી ફિલ્મ ‘ રાજા હરિશચંદ્ર’ મુંબાઈમાં કોરોનેશન થિયેટરમાં રજુ થયેલી- આ રીતે ભારતીય ફિલ્મના શ્રીગણેશ થયાં હતાં- ત્યારબાદ ૧૮ વર્ષ પછી નિર્માતા અરદેશર ઈરાનીની પ્રથમ હિન્દી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ રજૂ થયેલી. ‘આલમ આરા’ ફિલ્મ સુધી એવું હતું કે ફિલ્મના કલાકારો જ ફિલ્મના ગીતો ગાય. વર્ષ ૧૯૩પમાં સૌ પ્રથમ પાર્શ્વગાયનની શરૂઆત થઈ. નીતિનબોઝ અને આર.સી. બોટાણી એ ફિલ્મોમાં ગાયનનો પ્રારંભ કર્યો.- અને ઉત્તરો ઉત્તર ફિલ્મી સંગીતમાં મહાન ગાયક કલાકારો મળ્યાં !

આમ ફિલ્મ સંગીત સમાજ જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. એક અંદાજ મુજબ ૧૯૯પ સુધીમાં આશરે ૮પ૦૦ હિન્દી ફિલ્મો બની હતી. જેમાં ગીતોની કુલ સંખ્યા આશરે પપ૦૦૦ જેટલી છે. (હા, પંચાવન હજાર) ગીતોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. વિવિધ પ્રસંગોના ગીતો, વિવિધ તહેવારોના ગીતો, દેશભક્તિના ગીતો, મૃત્યુની ભયાનકતા ના ગીતો અને આવાં વિવિધતા સભર ગીતોના રચયિતા ના મુખ્ય ગીતકારો સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, શૈલેન્દ્ર, શકીલ બદાયુની, રાજેન્દ્ર કૃષ્ણ, હસરત જયપુરી, કૈફી આઝમી, ઈન્દીવર અને આનંદબક્ષી, ગુલઝાર વગેરે નામો ગણાવી શકાય.

સાહિર લુધિયાનવીનું ‘મૈં પલ દો પલ કા શાયર હું’… એવી આત્મ ઓળખ આપતા જીવનની ક્ષણભંગુરતાનું દર્શન કરાવનાર ગીતકાર ખૂબ લોકપ્રિય બની રહયાં. ૮મી માર્ચ ૧૯ર૧ના રોજ લાહોરમાં જન્મેલા જેમનું મૂળ નામ અબદુલ હયી હતું. પિતા લુધિયાના ના સમૃધ્ધ જાગીરદાર અને પિતાના ૧૩ લગ્નો (તેર લગ્નો) પૈકી એક માત્ર પત્ની સરદાર બેગમ ને સંતાન થયું તે આ સાહિર લુધીયાનવી !

માતાને અનેક અપમાનો અને અવહેલના સહેવા પડેલા- છેવટે પરિણામ તલ્લાક ! અને માતા-પુત્ર સાહિર પિતાથી અલગ રહેવા ચાલ્યા ગયેલા. ગીતકાર તરીકે સાહિર લુધિયાણવીનો ફિલ્મ જગતમાં પ્રવેશ ૧૯૪૮માં ફિલ્મ ‘ આઝાદી કી રાહ’થી થયો. ૧૯૪૮થી ૧૯૮૦ સુધીની ૩ર વર્ષની ફિલ્મી કારકિર્દી દરમ્યાન ૧૧૪ જેટલી ફિલ્મોમાં હજારો ગીતોની રચના કરી.

તેઓએ ગુરુદત્ત, એસ.ડી.બમેન વગેરે સાથે જોડી જમાવી જયારે બી.આર. ચોપરા સાથેનું એમનું સાયુજ્ય મૃત્યુ પર્યત જળવાયું હતું ! ‘ધૂલ કા ફૂલ’ ‘નયા દૌર’, ‘ધર્મ પુત્ર’ ‘ગુમરાહ’ ‘હમરાઝ’, ‘વકત’, ‘ઈન્સાફ કા તરાઝુ’, ‘આદમી ઔર ઈન્સાન’ વગેરે ફિલ્મોના ગીતોની રચના સાહિર સાહેબે કરી હતી. સાહિરના ગીતોમાં રહેલી કાવ્યાત્મકતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો ઉભરાંતા હોય છે. જેમ કે ‘મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા !’- ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે વર્તમાન ક્ષણોને માંણી

લેવાની વાતને ફિલ્મ ‘વકત’ના સાહિરના એક ગીતમાં તથા ‘આગે ભી જાને ના તું, પીછે ભી જાને ના તું, જો ભી હૈ બસ યહી એક પલ હૈ..’ વળી દોસ્તોવસ્કી ના પુસ્તક ‘ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ’ પરથી ૧૯પ૮માં બનેલી મોહન સાહગલની ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ ના ગીતમાં સાહિરનો આશાવાદ ‘વો સુબહા કભી તો આયેગી ઈન કાલી સદીયોં કે સર સે, જબ રાત કા આંચલ ઢલકેલા… વો સુબહા કભી તો આયેગી !’

જ્યારે ‘સાધના’ ફિલ્મનું ગીત ‘ઔરતને જન્મ દિયા મર્દો કો, મર્દો ને ઉસે બઝાર દિયા…’ તથા ‘ચિત્રલેખા’ ફિલ્મનું ગીત ‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે’- નારીની વેદનાઓને વાચા આપે છે ! ‘પ્યાસા’ ફિલ્મમાં સાહિરના ગીતો સમાજ સામેનો આક્રોશ પ્રગટ કરતાં કહે છે ઃ- “યે મહલો, યે તખતો યે તાજોં કી દુનિયા.. યે ઈન્સાં કે દુશમન સમાજોં કી દુનિયા… યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ !”… સાહિર ને ફિલ્મ ‘તાજમહાલ’ અને ‘કભી કભી’ ના ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ તથા ૧૯૭૧માં ‘પદમશ્રી એવોર્ડથી બહુમાન થયેલું ત્યારે આ શાયર જયારે લખે છે ‘મેં હર એક પલકા શાયર હું.. હર એક પલ મેરી જવાની હૈ..!’

આ હર એક પલ ના ગીતકારનું ર૮ ઓકટોબર ૧૯૮૦ ના રોજ અવસાન થયું ! ગીતકાર મજરુહ સુલતાનપુરીનું મૂળનામ અસરાર હુસેનખાન જન્મ યુ.પી.ના આઝમગઢ જિલ્લાનાં સુલતાનપુરમાં ૧ ઓકટોબર ૧૯૧૯ના રોજ થયેલો. મજરુહ વ્યવસાયે વૈદરાજ હતા. ૧૯૪પમાં શાયર જિગર મુરાદાબાદી સાથે એક મુશાયરામાં ગયાં અને મજરુહે શાયરીની શરૂઆત કરી ‘ શબે ઈન્તઝાર કી કશ્મકશ મેં.. કભી ઈક ચિરાગ બુઝા દિયા, કભી ઈક ચિરાગ જલા દિયા..!’

આ શાયરીને દુબારા દુબારાની દાદ આપનારાઓમાં અબદુલ રશીદ કારદાર જેમણે પોતાની ફિલ્મ ‘શાહજહાં’ માટે ગીતો લખવાની ઓફર કરી અને આમ મજરુહ સુલતાનપુરીની ગીતકાર તરીકેની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ થયો. ‘શાહજહાં’ ના હીરો હતા કુંદનલાલ સાયગલ અને એમાં મજરુહ ના ગીતો… ‘જબ દિલ હી તૂટ ગયા, હમ જીકે ક્યાં કરેંગે’ ‘ગમ દિયે મુસ્તકિલ, કિતના નાજુક હૈ દિલ, યે ના જાના…!’ કેટલાં બધાં પ્રખ્યાત બન્યાં હતાં !!!!

૧૯૪પથી તાઃર૪-૦પ-ર૦૦૦ સુધીની પપ વર્ષની સર્જનયાત્રા જેમાં ૩૦૦ જેટલી ફિલ્મોમાં મજરુહ સુલતાનપુરી એ ર૦૦૦ (બે હજાર) થી વધુ ગીતો લખ્યાં- જાણીને નવાઈ લાગશે કે સ્વાતંત્ર્ય- સંગ્રામ વખતે જેલમાં પણ ગયેલાં અને ત્યારે રાજકપૂર તેમને જેલમાં મળવા ગયાં. રાજકપૂરે એક શેર લખવા કહયું જે માટે રૂ.૧૦૦૦/- એક હજાર પુરસ્કાર પણ આપેલો- રાજકપૂરે આ શેર સાચવી રાખેલો અને વર્ષો પછી ફિલ્મ ‘તિસરી કસમ’ માટે શૈલેન્દ્ર એ એ શેરની લીટીઓથી જે ગીત બન્યું તે અત્યંત પ્રખ્યાત થયું

જે આ પ્રમાણે હતું ‘દુનિયા બનાને વાલે ક્યા તેરે મનમેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ, તુ ને કાહે કો દુનિયા બનાઈ પછી આજ ગીતમાં આગળ વધવા- લખવા હસરત જયુપુરીને કહયું જે આયુંખે ગીત મજરુહની શરૂઆતથી ખૂબ લોકપ્રિય બન્યું હતું ! મજરુહના આ ગીતો ઃ ‘તું કહે અગર, જીવનભર મેં ગીત સુનાતા જાઉં !’ ‘ઝૂમ ઝૂમ કે નાચો આજ, નાચો આજ ગાઓ ખુશી કે ગીત’ ખૂબ લોકપ્રિય હતાં. મજરુહે ‘ચિરાગ’ ફિલ્મનું ગીત ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ !’ – મજરુહે ૭૦ વર્ષની ઉંમરે પણ ‘જો જીતા વહી સિંકદર’ ફિલ્મ માટે ‘પહેલા નશા પહલા ખુમાર…!’ લખેલું.

‘મમતા’ ફિલ્મ માટે લખેલું ગીત ‘રહે ના રહે હમ, મહકા કરેંગે, બન કે કલી, બન કે સબા બાગે વફા મેં’ નો ઉપયોગ અત્તર બનાવતી એક કંપનીએ પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે લત્તા મંગેશકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ઉપયોગ કર્યો હતો ! છેલ્લે ‘ધરમ-કરમ’ના ગીત ‘એક દિન બિક જાયેગા માટી કે મોલ, જગ મેં રહ જાયેંગે પ્યારે તેને બોલ, દુજે કે હોઠોં કો દે કર અપને ગીત, કોઈ નિશાની છોડ ફિર દુનિયા સે બોલ…!’ સાથે મજરુહની અલવિદા- ! ગીતકાર શૈલેન્દ્ર કેસરીલાલનો જન્મ ૩૦ ઓગસ્ટ ૧૯ર૩ના રોજ રાવલપિંડીમાં થયો હતો. સમય જતાં સમગ્ર પરિવાર મથુરામાં સ્થાયી થયાં.

શૈલેન્દ્ર રેલ્વેમાં નોકરી કરતાં-કરતાં કવિતાઓ લખતાં. મુંબાઈના એક મુશાયરામાં રાજકપૂર એમની કવિતા ‘જલતા પંજાબ’ સાંભળીને આફ્રિન થઈ ગયાં અને શૈલેન્દ્રને પોતાની ફિલ્મ ‘આગ’ માટે ગીતો લખવા વિનંતી કરી. શૈલેન્દ્રએ ના કહી હતી પણ ૩ વર્ષ બાદ આર્થિક સંકડામણ આવી જવાથી શૈલેન્દ્ર રાજકપૂર પાસે ગયા અને રાજકપૂરે પોતાની ફિલ્મ ‘બરસાત’ માટે બે ગીતો લખાવ્યા જે આ પ્રમાણે હતાં ઃ- ‘બરસાત મેં હમ સે મિલે તૂમ બરસાતમેં!’ અને ‘પતલી કમર હૈ, તિરછી નજર હૈ’-

આમ ૧૯૪૯માં બરસાત ફિલ્મના ગીતોથી શૈલેન્દ્રએ ગીતકાર તરીકે ફિલ્મી જગતમાં એન્ટ્રી કરી. રાજકપૂર સાથેનું શૈલેન્દ્રનું જોડાણ ‘બરસાત’ ‘આવારા’ ‘બૂટ પોલિશ’ ‘શ્રી ૪ર૦’ ‘જાગતે રહો’, ‘અબ દિલ્હી દૂર નહીં’ ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’ ‘સંગમ’ અને ‘મેરા નામ જોકર’ સુધી બની રહયું હતું- શૈલેન્દ્રએ ૧૭૧ ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાંની ૯૧ ફિલ્મોમાં સંગીતકાર શંકર જયકિશન હતાં !

તેમના પ્રિય અંગ્જ કવિ પી.બી.શૈલી હતાં જેમનાં અંગ્રેજી કાવ્ય પરથી દેવાનંદની ફિલ્મ ‘પતિતા’ માં તલત મહેમૂદના સ્વરમાં ગવાયેલું ‘હૈ સબ સે મધુર વો ગીત, જીસે હમ દર્દ કે સૂર મેં ગાતે હૈ, જબ હદ સે ગુજર જાતી હૈ ખુશી, આંસુ ભી છલક કે આતે હૈ !’ પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર ધર્મવીરભારતી ચમાર જ્ઞાતિમાં જન્મેલા શૈલેન્દ્રને ‘હિન્દી ફિલ્મ જગતનો કબીર’ કહે છે ! એમણે ‘તીસરી કસમ’ ફિલ્મ બનાવી જે ટિકિટ બારી પર નિષ્ફળ જતાં શૈલેન્દ્ર લગભગ દેવાળીયા બની ગયા.

લેણદારો અને કોર્ટ કેસની પળોજળમાં તેમની તબિયત લથડી અને તાઃ૧૪ ડીસેમ્બર ૧૯૬૬ના રોજ અલવિદા! આજ ‘તીસરી કસમ’ ફિલ્મને પછીથી રાષ્ટ્રિય એવોર્ડ મળેલો પણ તેઓ તો કહેતા ગયેલા ‘હમ તો જાતે અપને ગાંવ, સબકો રામ..રામ…રામ!’ શૈલેન્દ્રે તેમના પુત્ર શૈલીને શૈલેન્દ્રના અવસાનના પાંચ દિવસ પહેલાં જ ભેટ આપેલી પેન વડે શૈલીએ શૈલેન્દ્રનું ‘મેરા નામ જોકર’નું અધૂરું ગીત ‘કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા, જીના યહાં મરના યહાં, ઈસકે સિવા જાના કહાં…! પૂર્ણ કર્યું હતું !.. છે ને કલાઈમેક્સ !!…

મશહુર ગીતકાર શકીલ બદાયુનીનો જન્મ ૩જી ઓગસ્ટ ૧૯૧૬માં યુ.પી.ના બદાયુ શહેરમાં થયેલો. પોતાનું નામ શકીલ યથાવત રાખી તેની પાછળ પોતાના શહેરનું નામ જોડી- શકીલ બદાયુની કરેલું. અસલ તો શકીલ અહમદ હતું. (ઘણાં લોકો મોરારીબાપુને મોરારી હરિયાણવી તરીકે જાણે છે ને ?!) એક મુશાયરામાં નૌશાદે તેમને સાંભળ્યા અને પોતાના સંગીત નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘દર્દ’ માટે ગીતો લખાવ્યા. શકીલે લખેલું પ્રથમ ગીત ઉમાદેવી યાને ટુનટુને ગાયેલુંઃ ‘અફસાના લિખ રહી હું દિલે બેકરાર કા…’ –

ત્યારબાદ ‘રામ ઔર શ્યામ’ ‘લીડર’ ‘ગંગા જમના’ ‘ઉડન ખટૌલા’ ‘દિદાર’ ‘મેલા’ ‘બાબુલ’ વગેરે ફિલ્મોમાં શકીલે ચોટદાર ગાયનો લખ્યાં. ‘દુલારી’નું ‘સુહાની રાત ઢલ ચૂકી.. ન જાને તુમ કબ આઓગે’ ગીત ખૂબ પ્રખ્યાત બન્યું હતું. ‘બેજુ બાવરા’ અને ‘મધર ઈંડિયા’ના ગીતોએ શકીલ લોકપ્રિયતાની શિખરે પહોંચી ગયા હતા. ૧૯૬૧-૬ર-૬૩ સળંગ ૩ વર્ષો સુધી શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો એવોર્ડ મેળવનાર ફિલ્મ જગતમાં કેવળને કેવળ શકીલ બદાયુની રહયાં હતાં. વર્ષ ૧૯૭૦માં તેમને ટી.બી. થયો, મરણથારીએથી ફિલ્મ ‘રામ ઔર શ્યામ’નું ગીત ‘આજ કી રાત મેરે દિલ કી સલામી લેલે..

શમ્મા રહ જાયેગી પરવાના ચલા જાયેગા’ એમના મૃત્યુની ગવાહીરૂપ બની રહયું અને ર૦ એપ્રિલ ૧૯૭૦ના રોજ શકીલ સદાય માટે મહેફીલ છોડી ગયા. ગીતકાર રાજેન્દ્રકૃષ્ણ દુગ્ગલ સિમલામાં ૧૦ જુન ૧૯૧૯માં જન્મયાં. ઈલેકટ્રીક સીટી કંપનીમાં કારકૂન અને ગીતો લખવાનો કેફ લાગ્યો. ર૪માં વર્ષે મુંબાઈ આવ્યાં. ૧૯૪૭થી ફિલ્મો માટેના ગીતો લખવાના શરૂ કર્યાં જેમાં ‘બડી બહેન’ ફીલ્મનું ગીત ‘ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ.. પહલી મુલાકાત હૈ..’ ખૂબ લોકપ્રિય બન્યું હતું. ત્યારબાદ દક્ષિણની ફિલ્મ નિર્માણ કંપની છફસ્ સ્ટુડિયો સાથ જોડાયા.

એમની ૧૮ ફિલ્મોના ગાયનો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યા હતાં. તેમજ સંગીતકાર સી. રામચંદ્ર સાથે ૩૩ ફિલ્મોના ગીતો લખ્યાં જેમાં ‘અનારકલી’નું ‘યે જીંદગી ઉસીકી હૈ..’! ‘અલબેલાનું ‘ભોલી સુરત દિલ કે ખોટે !’ આઝાદ ફિલ્મનું ‘કિતની હંસી હૈ મૌસમ’ લોકપ્રિય બની ગયેલા. સંગીતકાર મદનમોહન સાથે ઘણી ગઝલો લખી જેમ કે ‘હમ પ્યાર મેં જલને વાલોં કો, એન કહાં હાયે આરામ કહાં’ (ફિલ્મ જેલર) પછી ‘તેરી આંખ કે આંસુ પી જાઉ એસી મેરી તકદીર કહાં’ (ફિલ્મ જહાંઆરા) પછી ‘યું હસરતો કે દાગ મુહબ્બત મેં ઘો લીયે’ (ફિલ્મ અદાલત).. વગેરે !

તેમણે ૩૦૦ જેટલી ફિલ્મોમાં ગીતો લખ્યાં અને ૧પ૦ જેટલી ફિલ્મોમાં તો ડાયલોગ પણ લખ્યાં હતા. ઘોડાની રેસમાં જુગારના દાવ લગાવવાના શોખે રાજેન્દ્રકૃષણને ૧૯૭૧માં રૂઃ૪૮ લાખનો જેકપોટ લાગેલો. જે રકમ ્‌ટ્ઠટ હ્લિી હતી. ૬૮ વર્ષની ઉંમરે ર૩ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ દેહત્યાગ થયો. હવે હસરત જયપુરી જેમનું મૂળ નામ ઈકબાલ હુસેન હતું તેમના નાના ફિદા હુસેન એ સમયના મોટાં ગજાનાં શાયર હતાં.

હસરત જયપુર છોડીને મુંબાઈ આવ્યા- ત્યાં તેઓ ફૂટપાથ ઉપર રમકડાં વેચતાં હતાં (સાહેબ માનશો તમે ?.. જવાબ છે હા !) પછી આઠ વર્ષ સુધી મુંબાઈની ‘બેસ્ટ’ સીટી બસમાં કંડકટર તરીકે નોકરી કરી અને …. એક મહેફિલમાં રાજકપૂરનો ભેટો થયો.. રાજપૂરે ફિલ્મ ‘બરસાત’ માટે ગીતો લખવાનું કહયું અને હસરતનું પ્રથમ ફિલ્મી ગીત ‘જીયા બેકરાર હૈ.. છાયી બહાર હૈ’ લખેલું. રાજકપૂર ખૂબ ખૂશ થઈ ગયાં અને ગીત પણ પ્રખ્યાત બનેલું!

૧૯૪૯થી ‘બરસાત’થી શરૂ થયેલી ગીતકાર તરીકેની કારકિર્દી વર્ષ ૧૯૯૯માં તેમના મૃત્યુ પર્યત- પ૦ વર્ષ ચાલી. કુલ ૩પ૦ જેટલી ફિલ્મોમાં ગીતો લખ્યાં હતાં. જામનગરના ઉદ્યોગપતિ ચંદુભાઈ બારદાનવાલા તેમના મિત્ર હતા. ૧૯૬૬માં ‘સૂરજ’ ફિલ્મના ગીત ‘બહારો ફૂલ બરસાઓ’ માટે તથા ૧૯૭૧માં ફિલ્મ ‘અંદાજ’ના ગીત ‘જીંદગી એક સફર હૈ સુહાના’ માટે હસરતને ફિલ્મફેર એવોર્ડ મળેલ. ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ પોતાના બંગલા ‘ગઝલ’માં લપસી પડ્યા- ખૂબ ઈજા થઈ અને ખુદાને પ્યારા થઈ ગયા. યાદ છે ને તેમનું ગીત ઃ ‘તુમ મુઝે યું ભૂલાના પાયોગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે !’..

ગીતકાર કૈફી આઝમી ૧૪ જાન્યુઆરી ૧૯૦૦ના રોજ યુ.પી.ના આઝમગઢ જિલ્લાના મિઝવાન ગામમાં જન્મેલા. મૂળ નામ સૈયદ અખ્તર હુસેન રીઝવી હતું. પ૦ વર્ષની સર્જન યાત્રામાં પ૦ જેટલી ફિલ્મોમાં ગીતો લખ્યાં. જેમાં ગુણવત્તા સભર ગીતો જેવાં કે ‘બુઝ દીલ’ ફીલ્મમાં ‘ રોતે રોતે ગુજર ગઈ રાત હૈ’ ગુરૂદત્તની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’નું ‘વક્તને કિયા ક્યા હસી સિતમ, હમ રહે ના હમ- તુમ રહે ના તુમ’, ફિલ્મ ‘નૌ નિહાલ’નું ‘મેરી આવાઝ સુનો.. પ્યાર કા રાગ સુનો’! – હકીકત, હિરરાંઝા, હંસતે ઝખમ, અનુપમા, પાકિઝા,

આખરી ખત ના ગીતકાર કૈફી ૧૯૭૩માં લકવાના હુમલા પછી લખી ના શક્યા અને ૧૦ મે ર૦૦રના રોજ દુનિયામાંથી વિદાય થયા… ૧૯ર૧માં જન્મેલાં ગીતકાર ઈÂન્દવર નાનપણથી જ અનાથ બની ગયેલા. ૧૯૪રની ચળવળમાં જોડાયા અને મિત્રોના કહેવાથી ફિલ્મોમાં નસીબ અજમાવવાં ૧૯૪૬માં મુંબાઈ આવ્યા. રાજકપૂરની ફિલ્મ ‘દુલ્હા- દુલ્હન’ ના ગીતોની સફળતાએ તથા ૧૯પ૧માં ‘મલ્હાર’ ફિલ્મનું ‘બડે અરમાનો સે રખા હૈ બલમ તેરી કસમ’- પછી તો સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે ઈÂન્દવરની જોડી જામી હતી. તેમનું ગીત ‘જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મૂશકિલ પડ જાયે’ હીટ બનેલું.

પણ સર્વોત્તમ ગણી શકાય (ફિલ્મ જગતમાં) તે આનંદબક્ષી, રાવલપિંડી ખાતે ૧૯૩૦માં જન્મેલા અને ભાગલાબાદ જબલપુરમાં સ્થાયી થયાં. ૧૯માં વર્ષે નેવીમાં ટેલિફોન ઓપરેટર તરીકે નોકરીમાં જોડાયાં, પછી નોકરી છોડી મુંબાઈ અને માસ્ટર ભગવાનની પ્રથમ ફિલ્મ ‘ભલા આદમી’માટે ગીતો લખ્યાં. ૧૯૬પમાં ‘જબ જબ ફૂલ ખીલે’ ‘હિમાલય કી ગોદ મેં’ મા સફળતા મેળવીને લક્ષ્મીકાંત- પ્યારેલાલ સાથે ૩૦ર ફિલ્મોમાં ૧૬૮૦ જેટલાં ગીતોનું લેખન કાર્ય કર્યું.

તેમના જીવનકાળ દરમ્યાન ૬૩૮ ફિલ્મોમાં ૪૦૦૦ (ચાર હજાર)થી વધુ ગીતો લખવાનો આનંદ બક્ષીનો રેકોર્ડ અકબંધ છે !! ૭ર વર્ષની ઉંમરે વર્ષ ર૦૦રમાં એમનું અવસાન થયું હતું. વર્ષ ૧૯૭૧ની ફિલ્મ ‘આપકી કસમ’નું ગીત ‘જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર આતે નહીં, વો ફિર આતે નહીં’ આ ગીત જાવેદ અખતરને એટલું બધું ગમી ગયું કે આ ગીત જે પેનથી આનંદ બક્ષીએ લખ્યું હતું તે પેન જાવેદ અખતરે માંગી લીધી હતી. પેનમાંથી ટપકતાં શબ્દો નો આવો છે કમાલ !!

ખિડકી ઃ નૌશાદની ‘બૈજુ-બાવરા’ ફિલ્મ જ્યારે મુંબાઈના બ્રોડવે થિયેટરમાં રજૂ થઈ- એના પ્રીમિયર શોમાં નૌશાદ દાખલ થયા- ફિલ્મી સિતારાઓની ઝાકઝમાળ, રંગીન રોશની વચ્ચે નૌશાદે ધીમેથી ભીની આંખે થિયેટરમાં પગલું મુક્યું ત્યારે નિર્માતા વિજય ભટ્ટે પૂછયું ‘કેમ રડો છો?’… નૌશાદે આંખમાં આંસુ સાથે કહયું, “શું બોલું ? હું વરસોથી આ થિયેટર સામેથી ફૂટપાથ પર રહેતો અને ભૂખ્યા પેટે રોજ વિચારતો કે મારી ફિલ્મ ક્યારે અહીં રિલીઝ થશે ને મારું નામ ક્યારે પોસ્ટર પર આવશે ? એ તરફની દીવાલથી આ તરફની દીવાલ સુધી આવતાં આવતાં મને પૂરાં ૧૬ વરસ લાગ્યાં !”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.