Western Times News

Gujarati News

ઝિંદગીના અનુભવોનો આપણા ગુરૂ તરીકે ઉપયોગ કરો !

“સાચી આધ્યાત્મિકતા અદભૂત વિજ્ઞાન છે. આ દુનિયાની પેલે પાર જીવન છે. આપણા સદગત્‌ આત્મીયજનો ત્યાં જીવવાનું ચાલુ રાખે છે !!”

“આપણો અનુભવ ભગવાનની સૃષ્ટિનો અતિશય નાનો ભાગ છે !”

“જીવન ના નિયમોને અનુભવવા તથા સમજવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ. આવા એક પ્રખ્યાત આત્મા ત્રૈલંગણ સ્વામી હતા. તેઓ ગંગા નદી પર દિવસો સુધી તરતા રહેતા હતા અને કેટલીક વાર પાણી નીચે કેટલાક કલાકો કે દિવસો સુધી રહેતા હતા.

આપણે જયારે જીવનને સમજીશું ત્યારે જણાશે કે તેના ભૌતિક ભાગો કરતાં તે અતિઘણું વિશેષ છે. ભૌતિક દેહમાં પુનર્જન્મ પામવા છતાં સાક્ષાત્કાર પામેલા આત્માઓ ઉચ્ચતર પ્રદેશના કાયદાઓનું સંચાલન કરી શકે છે. આપણે આને (સંકેતને) જોઈ શકતા ન હોવાથી આપણે વિચારીએ છીએ કે તે કંઈ સાચુ હોઈ શકે નહીં ! પરંતુ આપણે એ સમજતા જ નથી કે આપણો અનુભવ ભગવાનની સૃષ્ટિનો અતિશય નાનો ભાગ છે !

આપણે જીવનના મધ્ય ભાગને જ જોઈએ છીએ ! આદિ કે અંત તરફ દ્રષ્ટિ જ નથી. તેથી વધુ સારા બનવાની વિનંતી મહાત્માઓ એ આપણને ન કરી હોત- કારણ કે આપણે સઘળા જીવનના અંતે ભંગારમાં જ ફેરવાવાના હોઈએ તો સારા કે નરસા હોવાનો શો અર્થ ? ધર્મશાસ્ત્રોના પ્રભાવો પણ શું હોત ? ભલો માણસ શા માટે વધુ ભલો થવાનો પ્રયન્ત કરે ?

ખરેખર તો સાચી આધ્યાÂત્મકતા અદભૂત વિજ્ઞાન છે. આ દુનિયાની પેલે પાર જીવન છે. અને પોતાના ભૌતિક દેહને છોડી દીધો હોવા છતાં આપણાં સઘળા સ્નેહીઓ- આત્મીયજનો ખરેખર ત્યાં (એ જગતમાં) જીવવાનું ચાલુ રાખે છે તેવું જાણવા આપણને શક્તિમાન કરે છે. બીજા કોઈપણ ક્ષેત્રની જેમ આધ્યાત્મવાદમાં પણ કેટલાક છેતરપીંડી કરવાવાળા હોય છે.

તેઓમાં પણ કેટલાકનો આધ્યાત્મિક નજીવો વિકાસ થયેલો હોય છે, પરંતુ તેમની આધ્યાÂત્મક શક્તિ, જ્ઞાન અને આત્મા સાક્ષાત્કાર વડે દોરવાયેલી હોતી નથી ! કોઈપણ સંજોગોમાં આત્માની દુનિયા સાથે – તેના માધ્યમ વડે ખીલવાડ કરવો એ ભયજનક છે. અને એવાઓ ધ્વારા આપણે સંતોનો સંપર્ક કરી શકતા નથી. પણ આપણે જો ખરેખર નિષ્ઠાવાન હોઈશું તો ધ્યાન અને આધ્યાÂત્મક વિકાસ ધ્વારા સદ્‌ગત સ્નેહીઓ કે મહાન સંતોનો સંપર્ક સાધવો શક્ય છે !!!

આત્માઓ સાથેનો સંપર્ક સરળ સિધ્ધિ નથી. પ્રકૃતિ ધ્વારા ગુપ્તરીતે રક્ષાયેલું વિજ્ઞાન છે. ઈશ્વર જ જીવનના રહસ્યોની ચાવી પોતાની પાસે રાખે છે ! માટે જ્યારે આપણે આપણા Ìદયનો સંદેશો આત્મા તરફ પ્રસારણ કરતા હોઈએ ત્યારે જો આપણા વિચારો અહીં- તહીં ભટકતા હોય તો આપણું પ્રસારણ શોર્ટ સરકીટમાં પરિણમશે ! બીજા વિશ્વમાં ગયેલા આપણા સ્નેહીજનો- આત્માઓના સંપર્ક સાધવા માટે પ્રચંડ ઈચ્છા શક્તિ અને શક્તિશાળી એકાગ્રતા (ધ્યાન) આપણી પાસે હોવી અતિ આવશ્યક છે !

જેથી ત્યારે જ આપણે અનુભવી શકીશું કે તે આત્માઓ આપણી પ્રાર્થનાઓના, આપણા સાદને, આપણા મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપે છે. સાથોસાથ આશિર્વાદ પણ આપે છે. વળી આ સંસાર સાથેની મજબૂત આસકિત ધરાવતા નીચલી કક્ષાના આત્માઓ પણ હોય છે. સુક્ષ્મ જગતમાં રહેવાની જગ્યાએ તેઓ સુક્ષ્મ અને ભૌતિકસ્તરો વચ્ચે લાગ જોતાં ભટકતા રહે છે. અને…

જેઓના મન નબળા હોય અને ચેતનાના નીચા સ્તરે રહેતા હોય તેવા કોઈકનો કબજો કરી લેવા સફળ થાય છે. એક સાંજે ઈશુખ્રીસ્ત પાસે ઘણા બીમારોને લાવવામાં આવ્યા હતાં કે જેઓનો કબજો શયતાને લીધો હતો અને જીસસે પોતાની આધ્યાÂત્મક શક્તિ ના જોરે તે પ્રેતાત્માઓને ફેંકી દીધા હતાં અને જે સર્વે બીમાર હતાં તેઓને સાજા પણ કર્યા હતા. (બાઈબલ મેથ્યુ ૮ઃ૧૬). આપણા સ્વજનો યા સારા આત્માઓને આકર્ષવા માટે આપણી પાસે ઉંડી એકાગ્રતા હોવી જોઈએ તથા જો આપણે સચેત પણે ધ્યાન કરતા હોઈએ

તો નીચલા સુક્ષ્મ સ્તરો પર રહેતા પ્રેતાત્માઓ અથવા નકારાત્મક કે ખરાબ આત્માઓ આપણને સ્પર્શ કરી શકશે નહીં. આ વિશ્વની જેમ જ બીજુ વિશ્વ પણ વાસ્તવિક છે. જેઓ મૃત્યુ પામ્યા છે તેવા આત્મીય સ્નેહીજનોને આપણા વિચારો મોકલવા માટે આપણા ઓરડામાં શાંતિથી બેસો અને ઈશ્વર પર ધ્યાન કરો. એની શાંતિ અંતરમાં અનુભવાશે. બે આંખના ભવાંની વચ્ચેના બિન્દુ પર (ઈચ્છા શક્તિનું કેન્દ્ર)ના કેન્દ્ર પર ઉંડાણપૂર્વક એકાગ્ર થવાનું અને જેઓ સદ્‌ગત બની ગયા છે તેવા સ્નેહીજનો તરફ આપણાં પ્રેમનું પ્રસારણ કરવાનું અને જેનો

સંપર્ક કરવા માંગતા હોઈએ તે વ્યક્તિનું ભવાંની વચ્ચે માનસ દર્શન કરવાનું.. તે વ્યક્તિ તરફ આપણાં પ્રેમના- આપણી ક્ષમાયાચનાઓના- સ્પંદનો મોકલવા અને જો આવું કરતાં રહીએ તેમજ સ્નેહી તરફના આપણાં રસની તીવ્રતા ન ગુમાવીએ તો તે આત્મા (સ્નેહીજન) આપણા મોકલાવેલા સ્પંદનોને ચોક્કસપણે ગ્રહણ કરશેજ !! તમને એવી ભાવના ના સ્પંદનો મળશે કે તેઓ આપણને ભૂલ્યા નથી. આવા આત્માઓની દાદ અનુભવવા Ìદયના કેન્દ્ર પર પણ એકાગ્ર થાવ. વ્યક્તિનું આંખના ભવાંની વચ્ચે માનસદર્શન અને Ìદયના કેન્દ્ર પરની એકાગ્રતાથી પ્રથમ તો તે આત્મા સ્વપ્નમાં દેખાશે. કેટલીક વાર એકજ સુચક સ્વપ્ન ઘણીવાર આવતું હોય છે. આપણું મન પ્રશાંત અને સમતાભર્યું થયેલ હોય તો તે સ્વપ્ન ધ્વારા કોઈક આપણો સંપર્ક સાધવા પ્રયન્ત કરે છે તેવું લાગશે. જીસસ ક્રાઈસ્ટને સંત ફ્રાન્સીસ એમનાં દેહમાં દરેક રાત્રીએ જોવા ટેવાયેલા હતા !!

જેઓ આપણને વ્હાલા હતા તેઓના મૃત્યુ પછી રડવાની અને ગુમાવવાની લાગણી અનુભવવાની જગ્યાએ, આપણે આપણા પ્રેમનેએમના તરફ હંમેશા મોકલવો જોઈએ. આમ કરવાથી આપણે એમના આત્માની પ્રગતિમાં પણ મદદરૂપ બનીયે છીએ. સાથોસાથ તેઓ પણ આપણને મદદ કરી શકે છે. સ્વાર્થી આસક્તિ અને દુઃખની ગેરવ્યાજબી લાગણીઓ વડે તેઓને પાછા નીચેની તરફ ઘસડશો નહિ પણ તેઓને ફકત એટલું જ કહો

ઃ ‘હું તમને પ્રેમ કરૂં છું!’ અને વર્ષમાં એકવાર કોઈ ખાસ વરસી પર તેઓને મનમાં કહો ‘આપણે કોઈક વાર ફરી મળીશું અને આપણો એક બીજા માટેનો પ્રેમ અને મૈત્રીનો વિકાસ કરવાનું ચાલુ રાખીશું !’… અત્યારથી જ આપણે આપણા પ્રેમાળ વિચારો ને સતત મોકલવાનું ચાલુ રાખીશું તો કોઈક દિવસ આપણને એ ફરીથી જરૂર મળશે જ અને આપણને ભાન થશે કે આજીવન અંત નથી પરંતુ આપણા સ્નેહીઓ સાથેના શાશ્વત સંબંધની સાંકળમાંનો એક અંકોડો જ છે !!

તેથી આપણા સ્નેહીઓ પૃથ્વી પર જયારે પણ ફરી જન્મ્યા હોય અને તેઓ માટેનો આપણો પ્રેમ મજબૂત હોય તો એમને આપણે બોલાવી શકીયે છીએ. અને તેઓ ફરીથી આપણાં જીવનમાં આ જન્મમાં કે પછીના જન્મમાં ખેંચાઈ આવશે જ !! આથી સાચો પ્રેમ આપણા સ્નેહીજનોના આત્માઓને જન્મ જન્માતંરમાં એક બીજા તરફ ખેંચે છે. ભગવાન કૃષ્ણએ પોતાના અતિવ્હાલા ભકતોને ઓળખી કાઢયા હતાં ઃ ‘ઘણાં જન્મોનો મેં અને તેં અનુભવ કર્યો છે. તે સર્વે ને હું જાણું છું, જયારે તું એનાથી અજાણ છું !’ (ભગવતગીતા ૪ઃપ) માટે જેઓ નિષ્ઠાપૂર્વક આપણા સદ્‌ગત સ્વજનોને ખોળે છે અને એકાગ્રધ્યાન ધ્વારા ઈશ્વરને પ્રાર્થે છે ત્યારે આપણા વિચારોના સ્પંદનો મારફત આપણે અને આપણા સદગત્‌ સ્નેહીઓનું ઈશ્વર મિલન પણ કરાવે છે.

 

ઝબકાર 

“સમયની સપાટી પરનું સત્યહું,

ડૂબકી મારીને શું સમજી શકીશ તું ?

આજને પણ પચાવી ન શકી હું,

ભવિષ્યમાં શું મેળવી શકીશ તું ?

આંખોથી વહીને નીકળી ગઈ હું,

મનને કેવી રીતે જાણી શકીશ તું ?

શબ્દ બનીને અફળાતી રહીશ હું,

પડઘાને ક્યાં સુધી રોકી શકીશ તું ?

મારી સમસ્યાનો અંત જ છું હું,

વાર્તા ક્યાં સુધી લંબાવીશ તું ?”

– ધૃતિકા પટેલ (અમીન)

ન્યુજર્સી- અમેરિકા

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.