Western Times News

Gujarati News

PM મોદીના સ્વાગત માટે ભૂટાનમાં એરપોર્ટથી થિમ્પૂ સુધી ૪૫ કિલોમીટર સુધી લાઈનમાં ઉભા રહ્યા લોકો

વડાપ્રધાન મોદીનું ભૂતાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું –

થિમ્પૂ,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનના પ્રવાસ પર છે. આજે સવારે પારો એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ સ્વાગત કર્યુ. તાજેત્તરમાં જ દાશો શેરિંગ તોબગેએ પણ ૧૪-૧૮ માર્ચ સુધી ભારતનો પ્રવાસ કર્યો હતો. ભારતે પણ ભૂતાનના વડાપ્રધાનની ખાસ મેજબાની કરી હતી.

હવે વડાપ્રધાન મોદી ભૂતાન પહોંચ્યા છે તો વડાપ્રધાન મોદીને જોવા માટે ત્યાંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. વડાપ્રધાનના સ્વાગતમાં લોકો પારો એરપોર્ટથી રાજધાની થિમ્પૂ સુધી ૪૫ કિલોમીટર રસ્તાની બંને તરફ લાઈનમાં જોવા મળ્યા. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે દરેક ઉંમરના નાગરિક ભૂતાનના રસ્તાઓ પર નજરે આવ્યા. વડાપ્રધાન મોદીએ રાજધાની થિમ્પૂ પહોંચ્યા બાદ રસ્તામાં ઉભા રહેલા લોકો સાથે મુલાકાત કરી અને ત્યાં હાજર બાળકો સાથે પણ વાતચીત કરી.

વડાપ્રધાન મોદી આ પહેલા ૨૦૧૯માં ભૂતાન ગયા હતા. આ પ્રવાસમાં ભારત અને ભૂતાન વચ્ચે ઘણા કરાર થયા હતા. જેમાં આર્થિક સહયોગ અને કનેક્ટિવિટી જેવી મુખ્ય દ્વિપક્ષીય પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

હાલમાં જ ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે ભારત પ્રવાસ કરીને ગયા છે, જેમાં તેમને ભારત સાથે આર્થિક સંબંધોની સાથે અલગ અલગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશની પ્રતિબદ્ધતાને જણાવી હતી. વડાપ્રધાન ભૂતાનમાં ૨૩ માર્ચ સુધી રહેશે, તેની વચ્ચે બંને દેશોની વચ્ચે ઘણા કરાર થવાની અપેક્ષા છે.

ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર વિશ્વાસ, વિકાસ અને સહકાર સાથે ગાઢ સંબંધો છે. બંને દેશોની વચ્ચે ઔપચારિક રાજનીતિક સંબંધો ૧૯૬૮માં બનાવવામાં આવ્યા હતા, જેની આધારશિલા ૧૯૪૯માં મુકવામાં આવી હતી. ભારત ભૂતાનનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર હોવાની સાથે સાથે એક મોટુ સહયોગી પણ છે. ભારત ભૂતાનના વિકાસ માટે ભૂતાનમાં ઘણી પરિયોજનાઓ ચલાવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.