Western Times News

Gujarati News

ઓરડાની અછતના કારણે વિધાર્થીઓ તંબુમાં ભણવા મજબુર

પ્રતિકાત્મક

(એજન્સી)વઢવાણ, શહેરમાં આવેલા ગણપતી ફાટસર વિસ્તારમાં શાળાના પુરતા ઓરડા ન હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે ધોરણ ૧ થી ૮ ના નાના ભુલકાઓ ટેન્ટમાં ભણવા મજબુર બન્યા છે.

શાળામાં ૧૬ ઓરડાની સામે ફક્ત ચાર ઓરડામાં ૫૬૭ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલા ગણપતી ફાટસર વિસ્તારમાં શાળાના પુરતા ઓરડા ન હોવાનું સામે આવ્યુ છે.

જેના કારણે ધોરણ ૧ થી ૮ ના નાના ભુલકાઓ ટેન્ટમાં ભણવા મજબુર બન્યા છે. શાળામાં ૧૬ ઓરડાની સામે ફક્ત ચાર ઓરડામાં ૫૬૭ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા શિક્ષણ પાછળ દર વર્ષે કરોડોનો બજેટ ફાળવવામાં આવે છે. અનેક જાહેરાતો કરી બાળકોને શિક્ષણ મળી રહે તેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે,

પરંતુ વઢવાણ શહેરની અંદર આવેલા ગણપતી ફાટસર વિસ્તારમાં બાળકોને ભણવુ છે, પરંતુ શાળામાં પુરતા ઓરડા નથી.એવુ નથી કે સરકારને આ વાતની જાણ નથી, નવ વર્ષથી આ શાળાના આચાર્યએ સરકાર પાસે ઓરડાની ઘટ બાબતે અવાર નવાર લેખિત-મૌખિક માગણીઓ કરેલી છે. જો કે બાળકોના શિક્ષણ માટે ઓરડા બનાવવાની કોઇ દરકાર લેવાઇ નથી.

હાલ આ વિસ્તારમાં આવેલી શાળામાં ૫૬૭ વિધાર્થીઓને ભણવુ છે, પરંતુ ઓરડા ન હોવાથી બાહાર ટેમ્પરરી તંબુમાં ભણવાનો વારો આવ્યો છે. લોકોના મનમાં સવાલ થાય કે સરકાર દર વર્ષે આટલા ઓરડા બનાવવીશુ એવુ રટણ કરે છે, ગ્રાન્ટ મોકલે છે તો શા માટે નવ વર્ષથી ૧૬ ઓરડાની જરૂરિયાત સામે ચાર ઓરડાની શાળા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.