Western Times News

Gujarati News

બોન્સાઇ આર્ટને પ્રમોટ કરવા ઇવેન્ટનું આયોજનઃ રકુલપ્રીત સિંહે ઉદ્ઘાટન કર્યું

હર્ષા હિંદુજા બોન્સાઇ દ્વારા પર્યાવરણીય સંવાદિતાની પ્રેરણા આપે છે –IFBS દ્વારા કળા અને પ્રકૃતિને ખીલવાનું અનેરું પ્રદર્શન-સિનેસ્ટાર રકુલપ્રીત સિંહે આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, ઈન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઇ સોસાયટી (આઈએફબીએસ)ના પ્રેસિડેન્ટ, પ્રતિષ્ઠિત હિંદુજા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જાણીતા બિઝનેસ માંધાતા અશોક હિંદુજાના પત્ની શ્રીમતી હર્ષા હિંદુજા તથા ઈન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઇ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ઉર્વશી ઠાકરે 22મી માર્ચે, 2024ના રોજ જેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે બોન્સાઇ પ્રદર્શન – બોન્સાઇ બોનાન્ઝાનું ઉદ્ઘાટન કરવા માટે જમનાબાઈ નરસી સ્કૂલ સાથે હાથ મિલાવ્યા છે.

આ કાર્યક્રમ દ્વારા શ્રીમતી હર્ષા હિંદુજાએ માનવતા અને પ્રકૃતિ વચ્ચેના ઊંડા સંબંધ પર ભાર મૂક્યો હતો અને પર્યાવરણીય જાગૃતતાને પોષવા માટે સર્વાંગી શિક્ષણની અપીલ કરી હતી. તેમણે આપણા ગ્રહની ઇકોસિસ્ટમના રક્ષણ માટે સામૂહિક પ્રયાસો માટેની તાતી જરૂર છે. શ્રીમતી હિંદુજાએ બોન્સાઇની કળા તથા કુદરતી સંસાધનોના બહોળા ઉપયોગ થકી ટકાઉપણાને અપનાવવા માટેની હિમાયત કરી હતી.

Ms.-Urvashi-Thacker-Prakash-Hinduja-Ashok-Hinduja-Cinestar-Ms.-Rakul-Preet-Singh-Bhagnani-and-Ms.-Harsha-Hinduja-at-Bonsai-Event-in-Mumbai

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સિનેસ્ટાર રકુલ પ્રીત સિંહ ભગનાની અને ભારતીય સ્ટુડિયો પોટર તથા ક્રાફ્ટ્સમેન પદ્મશ્રી બી આર પંડિત સહિત અનેક આદરણીય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંદુજા પરિવારના સભ્યો હિંદુજા ગ્રુપ ઓફ કંપનીઝ (ઈન્ડિયા)ના ચેરમેન શ્રી અશોક હિંદુજા, હિંદુજા ગ્રુપ (યુરોપ)ના ચેરમેન શ્રી પ્રકાશ હિંદુજા, ગલ્ફ ઓઈલ ઈન્ટરનેશનલના ચેરમેન શ્રી સંજય હિંદુજા અને અલ્ટરનેટિવ એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ્સના પ્રેસિડેન્ટ શ્રી શોમ હિંદુજા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી હર્ષા હિંદુજાએ આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડતા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ઉત્સાહ, જુસ્સો અને પ્રતિબદ્ધતા એ બોન્સાઇ આર્ટ પર કામ કરવા માટેના પાયા છે. હું આપ સૌને આ પ્રવૃત્તિમાં જોડાવા અને તમારી દુનિયા કેવી રીતે બદલાય છે તથા તમારો શોખ તમારો અનેરો જુસ્સો બને છે તે જોવા માટે પ્રોત્સાહન આપું છું. ઇકેબાના, બોન્સાઇ અને ગાર્ડનિંગ એ ત્રિમૂર્તિના જેવા છે – એક જ સ્ત્રોત એવી પ્રકૃતિ માતાથી ઉદ્ભવતા અને તે તરફ જતા ત્રણ માર્ગો. આ ત્રિમૂર્તિમાં જીવનના ઘણા સહજ સબક છે

જે આપણને નિયમિત પ્રેક્ટિસ તરફ લઈ જાય છે – ટીમવર્ક, ધીરજ, આપણામાં રહેલા શ્રેષ્ઠ તરફ અભિવ્યક્તિ માટેની આકાંક્ષા, કામ કરવા માટેની પ્રતિબદ્ધતા, હાલની ક્ષણની જાગૃતતા, સ્પષ્ટતા લાવે તેવું પ્રતિબિંબ અને વૃદ્ધિ તરફ લઈ જતી સમીક્ષા. પ્રકૃતિ માતા સાથે જોડાવાથી આપણને તેના પ્રત્યે કૃતજ્ઞતાનો અભિગમ કેળવવામાં મદદ મળે છે. આ એક સુંદર આધ્યાત્મિક પ્રવૃત્તિ છે જે આપણે સૌએ કરવી જોઈએ, ખાસ કરીને આજના સમયમાં જ્યારે માનસિક આરોગ્ય જાળવવું પણ શારીરિક સ્વાસ્થ્યના જેટલું જ મહત્વનું છે.”

તેલંગાણા સ્ટેટ બેટી બચાઓ, બેટી પઢાઓ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસડર અને આ કાર્યક્રમની મુખ્ય અતિથિ સુશ્રી રકુલ પ્રીત સિંહ ભગનાનીએ બોન્સાઇ આર્ટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે “હું ઘણા વર્ષો પછી સ્કૂલમાં પાછી ફરી છું અને અહીં બાળકોને વહેલી સવારે ખૂબ જ જોશ સાથે પર્ફોર્મ કરતા જોઈને ખૂબ ખુશી અનુભવું છું. આ પહેલ ખૂબ સુંદર છે અને બે દાયકા પૂરા કરવા બદલ હું આપ સૌને અભિનંદન પાઠવું છું. તમે આ ઇવેન્ટ દર વર્ષે કરો છો તે જોઈને આનંદ થાય છે અને તેમાં ઘણુંબધું શીખવા મળે છે.”

જમનાબાઈ નરસી સ્કૂલના સ્થળે આ પહેલ શરૂ કરનાર ઈન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઇ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી ઉર્વશી ઠાકરે જણાવ્યું હતું કે “બોન્સાઇ અને ઇકેબામા ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક માર્ગના બે ગ્રીન કોરિડોર છે. રકુલ પ્રીતની હાજરી યુવાનોને તેને શોખ તરીકે અપનાવવવા તથા તેમનામાં પર્યાવરણ પ્રત્યેની ભાવના કેળવવા માટે પ્રેરિત કરે છે. હું બોન્સાઇ આર્ટને પ્રમોટ કરવા બદલ અમારા પ્રેસિડેન્ટ શ્રીમતી હર્ષા હિંદુજાનો આભાર માનું છું અને તેમની પ્રશંસા કરું છું. તેઓ હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે અને તેમનું ગૌરવ, સાદગી અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. હિંદુજા પરિવાર આ ઉમદા કામ માટે હંમેશા અમારી સાથે રહ્યો છે.”

2003માં સ્થપાયેલી ઈન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઇ સોસાયટી ભારતમાં અગ્રણી બોન્સાઇ ક્લબ્સ પૈકીની એક છે. સોસાયટીએ 2023માં બે દાયકા પૂરા કર્યા હતા જે પર્યાવરણના જતન તથા છોડના જતન માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રેસિડેન્ટ અને ગાર્ડનિંગ પ્રવૃત્તિ માટે ખૂબ ઉત્સાહી તરીકે શ્રીમતી હર્ષા હિંદુજા બોન્સાઇ બોનાન્ઝા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેનારાઓ માટે એક અનોખો તથા યાદગાર અનુભવ લાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.