Western Times News

Gujarati News

ફ્લાઈટ MH370ના પાઇલટે આત્મહત્યા કરવા માટે મુસાફરોની હત્યા કરી: 10 વર્ષે ખુલાસો થયો

પાઈલટે આત્મહત્યા કરવા ૨૩૯ મુસાફરોનો ભોગ લીધો

કુઆલાલંપુર, આજથી આશરે દશ વર્ષ પહેલા કુઆલાલંપુર એરપોર્ટથી ચીનના બેઇજિંગ એરપોર્ટ જઈ રહેલ મલેશિયન એર લાઈન્સની ફ્લાઈટ એમએચ૩૭૦ રહસ્યમય સંજોગોમાં એકાએક ગુમ થઈ ગયું હતું. મલેશિયન એરલાઈન્સનુ વિમાન કુઆલાલંપુર એરપોર્ટથી ઉડ્યું ત્યારે તેમાં કુલ ૨૩૯ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ એકાએક ગુમ થઈ ગઈ તેનુ કારણ લગભગ દશ વર્ષ સુધી રહસ્યમય રહ્યું.

પરંતુ હવે એક એવી ચોકાવનારી વિગત સામે આવી છે કે જેનાથી સમગ્ર વિશ્વનું ઉડ્ડયન ક્ષેત્ર માટે આંચકા સમાન છે. બ્રિટનના ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત અને બોઇંગ ૭૭૭ના પાઇલટે એવો દાવો કર્યો છે કે, ફ્લાઈટ એમએચ ૩૭૦ના પાઇલટે આત્મહત્યા કરવા માટે મુસાફરોની સામૂહિક હત્યા કરી છે.

બ્રિટનના મીડિયા રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્રના તજજ્ઞ સિમોન હાર્ડી માને છે કે મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ પ્લાન અને ટેક્નિકલ લોગ કાર્ગોમાં છેલ્લી ઘડીના ફેરફારો દર્શાવે છે. જેમાં ૩,૦૦૦ કિલોગ્રામ ઈંધણ અને વધારાના ઓક્સિજનનો સમાવેશ થાય છે. જે સૂચવે છે કે કેપ્ટન ઝાહરી અહમદ શાહે વિમાનને ગુમ કરવાની યોજના બનાવી હતી.

વિમાન ગુમ થયાના એક વર્ષ બાદ ૨૦૧૫માં જ્યારે તેની તપાસ ચાલી રહી હતી ત્યારે હાર્ડી ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો સાથે કામ કરી રહ્યો હતો. બ્રિટનના ધ સન સાથે વાત કરતા સિમોન હાર્ડી કહ્યું, ‘આ એક વિચિત્ર સંયોગ છે કે પ્લેનમાં છેલ્લું એન્જિનિયરિંગ કામ તે ગુમ થયા પહેલા કરવામાં આવ્યું હતું. આમાં, ક્રૂ ઓક્સિજન વધારવામાં આવ્યો હતો, જે માત્ર કોકપિટ માટે હતો અને કેબિન ક્રૂ માટે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લી ક્ષણે વિમાનમાં જે એન્જિનિયરિંગ ફેરફારો કરવામાં આવ્યા હતા તેની તે સમયે જરૂર નહોતી. આ સત્તાવાર જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી સારી ન હતી. તેમણે કહ્યું કે રિયુનિયન ટાપુ પર મળી આવેલ ફ્લેપરન નામનાવિમાનનો એક ભાગ દર્શાવે છે કે પાઈલટ ફ્લાઇટની છેલ્લી ક્ષણ સુધી સક્રિય હતો.

તે કહે છે, ‘જો ફ્લૅપ્સ નીચે હોત, તો ત્યાં પ્રવાહી બળતણ હોઈ શકે, કોઈ વ્યક્તિ લિવરને ખસેડી રહ્યું હતું અને તે કોઈ જાણતું હતું કે તે શું કરી રહ્યો છે. આ બધા સમાન પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.