Western Times News

Gujarati News

ગાઝામાં જલદી લાગુ થશે યુદ્ધવિરામ, UNSCમાં પ્રસ્તાવ થયો પાસ

નવી દિલ્હી, ગાઝામાં યુદ્ધવિરામને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ આ પ્રસ્તાવ પર મતદાન કર્યું ન હતું પરંતુ તેની તરફેણમાં ૧૪ મત પડ્યા હતા. યુએનએસસીના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ પ્રસ્તાવનો અમલ થવો જોઈએ.

ગુટેરેસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “સુરક્ષા પરિષદે ગાઝામાં લાંબા સમયથી રાહ જોવાતા ઠરાવને મંજૂરી આપી હતી જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની હાકલ કરવામાં આવી હતી. “આ દરખાસ્તનો અમલ થવો જોઈએ. નિષ્ફળતા માફી યોગ્ય નથી. અમેરિકા ગાઝામાં બંધક બનાવાયેલા લોકોની મુક્તિની સતત માંગ કરી રહ્યું છે.

જો કે, યુએનએસસી દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં તે બંધકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ અમેરિકા તેના પર મતદાન કરવાથી દૂર રહ્યું હતું. અમેરિકાએ અગાઉ પણ સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને રશિયા અને ચીને વીટો કરી દીધો હતો.

ગાઝામાં યુદ્ધવિરામની માંગણીના પ્રસ્તાવને અમેરિકાએ વીટો ન કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ નારાજ થયા હતા. તેમનું કહેવું છે કે જો ગાઝામાં યુદ્ધવિરામ માટે યુએનએસસીના ઠરાવને વીટો નહીં કરવામાં આવે તો તેઓ યોજના અનુસાર પ્રતિનિધિમંડળને વોશિંગ્ટન મોકલશે નહીં. અમેરિકા ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે સતત દબાણ કરી રહ્યું હતું.

આ અંગે બંને દેશોમાં વાતચીત ચાલી રહી હતી. અમેરિકાએ ચેતવણી આપી છે કે સોમવારે પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ અમેરિકા, ઇજિપ્ત અને કતાર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોને અસર કરી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી યુએસ સ્ટેટ સેક્રેટરી સતત મધ્ય પૂર્વની મુલાકાત લઈ રહ્યા છે અને ગાઝામાં બંધકોને મુક્ત કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પણ યુદ્ધવિરામને સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે યુએનએસસી દ્વારા પસાર કરાયેલા ઠરાવનો કેટલા સમયમાં અમલ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.