Western Times News

Gujarati News

અર્જુન મોઢવાડીયાને પોરબંદર અને સી.જે. ચાવડાને વિજાપુરથી ઉમેદવાર જાહેર

વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની પાંચ પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટીકીટ મળી છે.ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે.

તો બીજી તરફ અરવિંદ લાડાણીને માણાવદરથી ટીકીટ આપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ૬ બેઠકો ખાલી છે. ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે. લોકસભાની ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે.

૧૮૨ સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા ૧૫૬ બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને ૧૭, આમ આદમી પાર્ટીને ૫, અપક્ષના ૩ અને સમાજવાદી પાર્ટીની ૧ બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના ૧૫૬, કોંગ્રેસ ૧૩, આમ આદમી પાર્ટી ૪, અપક્ષ ૨ અને સપાના ૧ ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે.

લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે. જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભાની સાથે સાથે ગુજરાતની ૨૬ બેઠકો પર સાતમી મેએ મતદાન થશે. ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતનું મતદાન યોજાશે, ગુજરાત સહિત તમામની મતગણતરી ચોથી જૂનના રોજ થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.