Western Times News

Gujarati News

અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3 લોકોનાં મોત

ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે અક્સમાત સર્જાયો ઃ એમ્બ્યુલન્સચાલક તેમજ દર્દીની દીકરી અને બહેનનું કરુણ મોત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ-રાજકોટ હાઈવે જીવલેણ અકસ્માત માટે પહેલેથી પંકાયેલો છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર દર એકાદ બે દિવસે અકસ્માતના કારણે રક્તરંજિત બને છે પણ અકસ્માતની એવી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયાં છે. દર્દીનો જીવ બચાવવા માટે એમ્બ્યુલન્સ પૂરઝડપે રાજકોટ હોસ્પિટલ જઈ રહી હતી

ત્યારે ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો છે. એમ્બ્યુલન્સમાં સવાર દર્દીની પુત્રી બહેન તેમજ ડ્રાઈવરનું ઓઘટના સ્થળે મોત નીપજ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર એમ્બ્યુલન્સ અને ટ્રક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત ત્રણ લોકોનાં મોતનીપજ્યાં છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુન્સ ડ્રાઈવરના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા.

ગત રાતે સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબહેન હરેશભાઈ મકવાણા (ઉ.વ.આશરે ૩૫) ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની ૧૮ વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં. ત્યારે તેમનાં રાજકોટમાંરહેતાં બહેન તથા બનેલવીને પણ ચોટીલા બોલાવ્યા હતા. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું.

આ સમયે સરકારી એમ્બ્યુલન્સે રાજકોટ લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યાં હતા.જેમાં દર્દી કાજલબહેન હરેશભાઈ મકવાણા અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા અને તેમનાં મોટાબહેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપા ગીગાગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો ફૂરચો બોલી ગયો હતો.

સ્થાનિકોએ ૧૦૮ ને જાણ કરતાં તમામને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડોક્ટરે ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા. પાયલ હરેશભાઈ મકાવણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવભાઈ બાવળિયાને ૧૦૮ મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતાં પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં દર્દી કાજલબહેન મકવાણા તથા બનેવી અને પુત્ર બચી ગયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતનાં લીધે સર્જાયેલા ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરી હતી. પોલીસે ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે.

મૃતકોના નામ ઃ વિજય બાવળિયા (એમ્બ્યુલન્સ ચાલક), પાયલબહેન મકવાણા, ગીતાબહેન મિયાત્રા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.