Western Times News

Gujarati News

ધૂળેટીએ છાકટા બની જાહેરમાં જોખમી સ્ટંટ કરતા ૫ યુવાનોને જેલ ભેગા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ધૂળેટીના દિવસે છાટકા બની જાહેરમાં જોખમી સ્ટંટ કરતા ૫ યુવાનો વિરુદ્ધ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી છે. ૫ પૈકી બે યુવાનો કારના બોનેટ પર અને અન્ય બે યુવાનો કારના વિન્ડોમાથી અડધુ શરીર બહાર કાઢી જાહેર માર્ગ પર રોલો પાડ્‌યો હતો. . આ પાંચેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મળતી માહિતી મુજબ ધૂળેટીના દિવસે નડિયાદમાં ૫ યુવાનોએ કારમાં જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવી હતી. જે રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી જેના શબ્દો હતા ‘જીસે જીસે આપકો ડર લગતા હૈ, આદમી ઔર પરિસ્થિતિ ના મૂજે ડરા શકતિ હૈ, ના મૂજે જુકા શકતિ હૈ’ આ વોઈસ પર ૫ યુવનો જાહેરમાં જોખમી સ્ટંટ કરતા વિડિયોમા નજરે પડ્‌યા હતા. જે રિલ્સ નડિયાદ ટાઉન પોલીસના હાથે લાગતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે તપાસ કરતા આ ઈન્સ્ટાગ્રામ આઈડી vૈટ્ઠજ_ટ્ઠરૈિિ૧૦ એ અને વિડિયોમા જણાવેલ બ્લેક સ્કોરપીઓ કાર નંબર ય્ત્ન ૦૭ ડ્ઢહ્લ ૧૦ને ઈગુજકોપમા સર્ચ કરી કાર માલિકનુ સરનામું મેળવ્યું હતું. જેમાં કાર માલિક વિકાસકુમારસિંધ સુરજીતસિંઘ સિંઘ (રહે.૨૧૬, નારારણનગર, જવાહરનગર, નડિયાદ) હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે ઉપરોક્ત વિકાસકુમારના ઘરે પહોંચી ઉપરોક્ત વિડિયો બાબતે પૂછપરછ કરતા આ વિડીયો પોતે ધુળેટીના દિવસે બપોરના આશરે ૧૨ઃ૩૦ વાગ્યાના અરસામાં બનાવ્યો હતો.

વિકાસએ વધુમાં પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે નડિયાદ કેનાલ પાસેથી વાણીયાવડ સર્કલ થઈ કિડની હોસ્પિટલ તરફ જતા પોતે આ વિડીયો પોતાના મિત્ર દ્વારા બનાવ્યો હતો. વિડિયોમા દેખાતા ઈસમોની પુછપરછ આદરતા વિકાસે કહ્યું કે, જાહેરમાં સિન સટાકા કરવા અને રિલ્સના ચક્કરમાં ભાન ભૂલી વિકાસ સિંઘ પોતે આગળ બોનેટ પર હતો અને જોડે તેનો મિત્ર મંદીપ મનોહરસિંહ પવાર (રહે.સી-૧, સત્ય નારાયણ સોસાયટી, કપડવંજ રોડ, નડિયાદ) બેઠેલ હતો.

જ્યારે કાર જીગર ડાહ્યાભાઈ ભરવાડ (રહે.સુચી બંગલાની બાજુમાં, સત્યમ સોસાયટીની પાછળ, કીશન સમોસાનો ખાચો, કોલેજ રોડ, નડિયાદ) ચલાવતો હતો. આ ઉપરાંત કારના પાછળના વિન્ડોમાંથી પ્રથમ જગજીવનરામ કોરી (રહે.ચંપા તલાવડી, છાપરામાં, નડિયાદ) અને ધ્રુવ પ્રકાશકુમાર જેઠવા (રહે.બી-૫૩, સંત ડુપ્લેક્સ, માઈ મંદિર રોડ,નડિયાદ) અડધુ શરીર બહાર કાઢી સીન સટાકો કર્યો હતો.

આ સાથે કારના ડ્રાઇવરની ખાલી સાઈડે પણ સીટમાં દેવ યાદવ નામનો યુવાન બેઠેલો હતો પરંતુ આ યુવાને કોઈ સ્ટંટ કરેલા નહોતા વિગેરે હકીકત પોલીસ સમક્ષ વિકાસએ કબૂલી હતી. જેથી કારમાં કુલ ૬ પૈકી ૫એ જોખમી સ્ટંટ કરતા વિડીયો વાયરલ કરતા પોલીસે આ ૫ યુવાનો સામે જાતે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો વાયરલ થતા વિકાસએ પોતાના સ્ટેટસમાંથી આ વીડિયોને ડીલીટ કરી દીધો હતો. પરંતુ વીડિયો પોલીસના હાથે લાગતા પોલીસે આઈપીસી ૨૭૯, ૩૩૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આ પાંચેય આરોપીઓને ધરપકડ કરી દીધી છે. પોલીસે આ તમામ લોકોને કાયદાનો પાઠ ભણાવ્યો છે.બીજી તરફ નડિયાદ ટાઉન પીઆઈ ભરવાડે જણાવ્યું કે, ખાસ યુવાનો અને ટીનેજર્સ સોશિયલ મીડિયામાં વધુ લાઈક્સ મેળવવા આ રીતે અન્યને અડચણ રૂપ જાહેરમાં સ્ટંટ કરે છે

જેના કારણે કેટલીક વખત નિર્દોષ વ્યકિતઓ અકસ્માતનો ભોગ બને છે. જોખમી સ્ટંટ કરવાથી અમને મજબુરી વસ કાર્યવાહી કરવી પડે છે જેથી સ્ટંટ કરનાર યુવાનો અને ટીનેજર્સના કેરિયર પર સિધી અસર થાય છે. તો આવા સ્ટંટ કરવાના બદલે અભ્યાસ અને રૂચી ધરાવતી વસ્તુઓમાં મન પરોવી કેરીયરને સારી દિશામાં લઈ જાવ તેવી જાહેર અપીલ પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.