Western Times News

Gujarati News

ઓનલાઇન ઓર્ડર કરેલી વસ્તુઓ વધારાના ડિલિવરી પેકેજિંગ વિના મળે તો પણ તેઓ ખુશીથી સ્વીકારશે: સર્વે

પ્રતિકાત્મક

  • કપડાં, ડિટર્જન્ટ અને સ્ટેશનરી તેના ઓરિજિનલ પેકેજિંગમાં યોગ્ય છે, પરંતુ કેટલીક પર્સનલ કેર અને મોંઘી વસ્તુઓનું પેકેજિંગ થવું જોઈએ એમ સર્વેમાં જણાયું છે
  • 2021થી એમેઝોને ભારતમાં ગ્રાહકોને કોઈ વધારાના ડિલિવરી પેકેજિંગ વિનાના મોકલેલા ઓર્ડર્સમાં 83 ટકાનો વધારો થયો છે

27 માર્ચ2024 – ભારતના 10માંથી સાત પુખ્તો (69 ટકા)ને તેમણે ઓનલાઇન ઓર્ડર કરેલી વસ્તુઓ વધારાના ડિલિવરી પેકેજિંગ વિના તેમને મળે તો પણ તેઓ ખુશીથી સ્વીકારશે એમ એમેઝોન દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. Amazon – Seven out of ten (69%) Indian shoppers say they would happily receive product deliveries without additional packaging.

અભ્યાસના તારણો મુજબ ટોઈલેટ રોલ્સ અને બેવરેજ ડ્રિંક્સના પેલેટ્સ જેવી વધુને વધુ આવશ્યક ચીજવસ્તુઓ એમેઝોન તરફથી કોઈ જ વધારાના પ્રોડક્ટ પેકેજિંગ વિના ભારતીય ખરીદકર્તાઓને ડિલિવર કરવામાં આવી રહી છે. ભારતમાં એમેઝોન ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ક્રેટ કે ટોટ બેગમાં માન્ય વસ્તુઓને સુરક્ષિત કરીને તેનું પોતાનું પેકેજિંગ કરવાનું ટાળે છે. સર્વેમાં ભાગ લેનારા અડધાથી વધુ (55 ટકા) ભારતીય ખરીદકર્તાઓએ જણાવ્યું હતું કે પેકેજિંગ મટિરિયલ્સના વપરાશને ઘટાડવા માટે તેઓ વધારાના ડિલિવરી પેકેજિંગ વિના જ ઓનલાઇન મંગાવેલી વસ્તુઓ મેળવવાનું પસંદ કરશે.

વધારાનું પેકેજિંગ ન કરવાથી શિપમેન્ટ્સ વજનમાં હળવા રહે છે જેના લીધે પેકેજ દીઠ ડિલિવરી ઉત્સર્જન ઓછુ થાય છે અને ગ્રાહકે વધારાના એમેઝોન કાર્ડબોર્ડ બોક્સ કે પેપર બેગને રિસાઇકલ કરવાની જરૂર રહેતી નથી. 2015થી વિશ્વભરમાં એમેઝોને દરેક શિપમેન્ટ દીઠ આઉટબાઉન્ડ પેકેજિંગનું વજન સરેરાશ 41 ટકા જેટલું ઘટાડ્યું છે અને 2 મિલિયન ટનથી વધુ પેકેજિંગ મટિરિયલ દૂર કર્યું છે.

લોકો લેબલ તરીકે માત્ર સરનામા સાથે ઉત્પાદકના ઓરિજિનલ પેકેજિંગ મુજબની જે વસ્તુઓ મેળવવાનું પસંદ કરે છે તેમાં કપડાં (34 ટકા), ડિટર્જન્ટ (30 ટકા) અને સ્ટેશનરી (30 ટકા)નો સમાવેશ થાય છે.

સંશોધનમાં જણાયું હતું કે કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ, હેમરહોઇડ ક્રીમ અને બિકિની વેક્સ સ્ટ્રીપ્સ સહિતની એવી કેટલીક વસ્તુઓ છે જે ગ્રાહકો વધારાના પેકેજિંગ મટિરિયલ સાથે મેળવવાનું પસંદ કરે છે. આ એવી પ્રોડક્ટ કેટેગરીઝ છે જે એમેઝોન ગુપ્તપણે જ ડિલિવર કરે છે.

આ ઉપરાંત મોબાઇલ ફોન અને લેપટોપ જેવી મોંઘી વસ્તુઓ પણ આમાં સમાવિષ્ટ છે જે એમેઝોનના ઓછા પેકેજિંગના પ્રોગ્રામમાંથી બાકાત રાખવામાં આવી છે. સંશોધનમાં એમ પણ જણાયું છે કે દસમાંથી એક ભારતીય ખરીદકર્તા વધારાના ડિલિવરી પેકેજિંગ વિના જ ઓનલાઇન કરેલા ઓર્ડરની બધી જ વસ્તુઓ મેળવવાનું પસંદ કરશે.

અમારી જેમ, અમારા ગ્રાહકો પણ ઓછા પેકેજિંગમાં માને છે અને આ અંગે અમે છેલ્લા કેટલાક વર્ષોથી મહત્વની પ્રગતિ સાધી છે. અગાઉ કહ્યું તેમ, અમે માત્ર સતત ઓછા પેકેજિંગથી સંતુષ્ટ નથી. જ્યાં શક્ય લાગશે ત્યાં અમે પેકેજિંગ જ દૂર કરવા માંગીએ છીએ. આના માટે અમે શિપિંગને સુરક્ષિત રીતે ડિલિવર કરી શકાય તે પ્રકારના વધારાની પેપર બેગ, કવર કે અમારા બોક્સ વિનાના પેકેજિંગ ડિઝાઇન કરવા માટે ઉત્પાદકો સાથે કામ કરી રહ્યા છીએ. અમે આ દિશામાં ઘણું મેળવ્યું છે.

2021થી અત્યાર સુધી ભારતમાં વધારાના ડિલિવરી પેકેજિંગ વિના ગ્રાહકોને મોકલેલા ઓર્ડર્સની સંખ્યામાં 83 ટકા વધારો થયો છે. અમે આ જ પ્રકારે વધુ ડિલિવરી કરવા પર કામ કરી રહ્યા છે, એમ એમેઝોન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ-ઓપરેશન્સ અભિનવ સિંહે જણાવ્યું હતું.

સુરક્ષિત અને પ્રમાણિત

પ્રોડક્ટ પેકેજિંગમાં મોકલવામાં આવનારી પ્રોડક્ટ્સ એમેઝોન દ્વારા આકરી ડ્રોપ ટેસ્ટમાંથી પસાર થાય છે જેથી તે ગ્રાહક સુધી વધારાના ડિલિવરી પેકેજિંગ વિના સલામત અને સુરક્ષિત રીતે પહોંચે. આ હકીકતની એ બાબતથી પુનઃપુષ્ટિ થાય છે કે સર્વેમાં ભાગ લેનાર લોકો પૈકી અડધાથી વધુ (55 ટકા)એ જણાવ્યું હતું કે વધારાના બહારના પેકેજિંગ વિના ડિલિવરી મેળવવા અંગે તેમની મુખ્ય ચિંતા વસ્તુને નુકસાન ન થાય તેની છે.

એમેઝોનનું ઇન્ટેલિજન્ટ અલ્ગોરિધમ ઉત્પાદકના પેકેજિંગના ટકાઉપણાનું મૂલ્યાંકન કરવા માટે મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરે છે અને આ પેકેજીસ કેટલે દૂર સુધી ડિલિવર કરવાનું છે તે ધ્યાનમાં લે છે. આનાથી એ સુનિશ્ચિત થઈ શકે છે કે વધારાના પેકેજિંગની જરૂર નથી.

ટેક એસેસરીઝ, હોમવેર, હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોડક્ટ્સ, શૂઝ અને લગેજ એવી કેટલીક પ્રોડક્ટ્સ છે જે વધારાના પેકેજિંગ વિના જ ઘણીવાર મોકલાતી હોય છે. લિક્વિડ, તૂટી જાય તેવી વસ્તુઓ અને પર્સનલ કેરની વસ્તુઓ જેવા સામાન કે જેને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન વધારાની સુરક્ષાની જરૂર પડે છે તેને વધારાના પેકેજિંગ સાથે જ ડિલિવર કરવામાં આવે છે.

સર્વેમાં ભાગ લેનારા ત્રણમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની વસ્તુઓ ખોવાઈ જાય તો તેમને રિફંડ અથવા રિપ્લેસમેન્ટ મળશે તેની ખાતરી થવાથી તેમને આ પ્રકારે ઓનલાઇન ઓર્ડર મેળવવાનો વિશ્વાસ મળે છે. એમેઝોનના ઓર્ડરમાં જો કોઈ તકલીફ હોય તો ગ્રાહકો રિપ્લેસમેન્ટ કે રિફંડની વિનંતી કરવા માટે ગમે ત્યારે કસ્ટમર સર્વિસનો સંપર્ક કરી શકે છે.

પેકેજિંગ જ્યારે જરૂરી હોય ત્યારે એમેઝોન ગ્રાહકો માટે સ્માર્ટ પેકેજિંગ પસંદગીઓ કરવા માટે મદદ મેળવવા મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે જેથી તે યોગ્ય રીતે ફિટ બેસે, શક્ય એટલું ઓછું મટિરિયલ વપરાય અને ગ્રાહકના ઓર્ડર્સ સુરક્ષિત રહે.

પેકેજિંગ ઓછું કરવા ઉપરાં એમેઝોન ક્લાઇમેટ પ્લેજની કો-ફાઉન્ડર તથા ફર્સ્ટ સિગ્નેટરી પણ છે. 2040 સુધીમાં નેટ-ઝીરો કાર્બન સુધી પહોંચવા માટેની આ એક પ્રતિબદ્ધતા છે. આજની તારીખે આ પ્લેજમાં 57 ઉદ્યોગો અને 38 દેશોમાં 450 સિગ્નેટરીઝ છે. આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે એમેઝોન વર્ષ 2025 સુધીમાં તેની કામગીરીમાં 100 ટકા રિન્યૂએબલ એનર્જી હાંસલ કરવાના માર્ગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.