Western Times News

Gujarati News

બપોરે પણ અમદાવાદના તમામ બગીચાઓ ગરમી સામે રક્ષણ આપવા નાગરિકો માટે ખુલ્લા મુકાયા

એએમસી દરેક વોર્ડમાં પાણીની ૨૫ પરબ શરૂ કરશે

(એજન્સી)અમદાવાદ, આ વખતે ઉનાળો આકરો જવાનોછે.જે રીતે માર્ચ મહિનામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો છે અને તેની પાર જવા માટે પણ આતુર બન્યો છે તેને જોતાં અમદાવાદીઓએ બપોરના સુમારે કામવગર બહાર નીકળવાનું ટાળવું પડશે. શહેરમાં ગરમીનો હાહાકર વધતો જઈને એપ્રિલ અને મે મહિનામાં ૪૫-૪૭ ની વચ્ચે ગરમી પડે તેવી પણ શક્યતા ઉદ્‌ભવી છે.

આવા ભીષણ સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ નાગરિકોની વહારે આવ્યા છે. લોકોને ભારે ગરમી દરમિયાન લૂ લાગવાથી બચાવવા માટે તંત્રએ હીટ એક્શન પ્લાનથી ગરમી સામે રક્ષણ મેળવવા માટેના વિવિધ ઉપયોને તંત્રએ કાં તો અમલમાં મૂકી દીધા છે અથવા તો તેને મૂકવા જઈ રહ્યું છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકો અત્યારથી કાળઝાળ ગરમીમાં પરેશાન થઈ ગયા છે. ગરમીમાંપણ ટકી રહેવા લોકો અનેક ઉપાયકરી રહ્યા છે, પરંતુ કારણવશાત્‌ અનેક લોકોને ઘરની બહાર જવું પડે છે.તેવા સંજોગોમાં ભારે ગરમી સામે રાહત આપવા માટે પાણી મહત્વનો શોર્સ છે. સતત પાણી પીતા રહેવું આરોગ્ય માટે હિતાવહ હોઈ કાળઝાળ ગરમીમાં શેકાતા અમદાવાદીઓ માટે મ્યુનિ.કોર્પાેરેશન અગાળ આવ્યું છે તેમ મ્યુનિ. કોર્પાેરેશનમાં હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર ડો. તેજસ શાહ જણાવે છે.

વર્ષ ૨૦૧૦ના મે મહિનામાં ગરમીના કારણએ શહેરમાં મૃત્યુઆંક ભયજનક હદે વધ્યો હતો,જેનાકારણે વર્ષ ૨૦૧૩માં તંત્રએ બાળકો, મહિલા અને શ્રમિકોની સલામતી માટે એક હીટ એક્શન પ્લાન બનાવ્યો હતો, ભારે ગરમીને લગતા યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ એ મ્યુનિ.કોર્પાેરેશનની દેન છે. હીટ એક્શન પ્લાનમાં ૪૫ ડિુગ્રી ઉપર તાપમાન જાય ત્યારે મોતથાય છે અને ઓરેન્જ એલર્ટડમાં મોત ઘટે છે.

જો કે યલો એલર્ટથી લોકો ટેવાયેલા છે. અમદાવાદમાં વધથી જતી ગરમીને લઈને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ વિભાગ સાથે સંકલન કરીને તંત્ર ૧૨૦થી વધારે ટ્રાફઇક સિગ્નલ પર તેનો સમય ઘટાડવાની વ્યવસ્થા કરશે. અમુકટ્રાફિક સિગ્નલને બપોરના ૧૨.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ માટે આગામી ૧૦ એપ્રિલથી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા ટ્રાફિક પોલીસને ૫૦,૦૦૦ ઓઆરએસનાં પેકેટ પણ અપાયાં છે. મ્યુન.કિોર્પાેરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ લૂ લાગવાના કેસ આવે તો દર્દીને તાત્કાલિક સારવાર આપી આઈસપેક અને ગ્લુકોઝની બોટલ ચડાવી આપવા માટે પણ ંતત્ર સજ્જ બન્યું છે.

શહેરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે પાંચથી છ પથારીની વ્યવસ્થા પણઉભી કરાવવામાં આવશે. મ્યુનિ.હોસ્પિટલોમાંપણ ગરમીને લગતી બીમારી તેમજ હીટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર માટે પાંચથી છ પથારીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

શહેરીજનોને કાળઝાળ ગરમીમાં રાહત મળેતે માટે મ્યુનિ. તંત્રના કુલ ૨૮૩ જેટલા બગીચાઆએ બપોરના સમયગાળામાંપણ નાગરિકો માટે ખુલ્લા રહેશે. શહેરીજનો આકરા તાપથી બચવા માટે તેનો આશ્રય લઈ શકશે. આ બગીચાઓ રાતના ૧૧.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સપાઈ કામદારોનો સમયબપોરે ૩. વાગ્યાની જગ્યાએ સાંજના ૪.૩૦ વાગ્યાનો કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.