Western Times News

Gujarati News

ગૂગલની મોટી કાર્યવાહી, ૧.૨ કરોડ એકાઉન્ટ કર્યા બ્લોક

નવી દિલ્હી, ગૂગલે જાહેરાતો બતાવવાના નામે છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૂગલે લગભગ ૧.૨ કરોડ ગૂગલ એકાઉન્ટ્‌સને બ્લોક કરી દીધા છે જે ગૂગલની જાહેરાત નીતિનું ઉલ્લંઘન કરીને વપરાશકર્તાઓને તેમની જાહેરાતો બતાવી રહ્યા હતા.

ગૂગલનું કહેવું છે કે નિયમોના ઉલ્લંઘનને કારણે માલવેર અને છેતરપિંડીમાં વધારો થયો હોવાના અહેવાલો હતા, તપાસ બાદ જે ગૂગલ એકાઉન્ટ્‌સ નિયમોને બાયપાસ કરીને જાહેરાતો બહાર પાડી રહ્યા હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે. ગૂગલે તેના વાર્ષિક એડવર્ટાઈઝિંગ સિક્યોરિટી રિપોર્ટને ટાંકીને આ માહિતી જાહેર કરી છે.

ગૂગલનું કહેવું છે કે યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે નહીં. કૌભાંડની જાહેરાતો સામે ગૂગલની લડાઈ ચાલુ રહેશે. ગગુલનું કહેવું છે કે જાહેરાતો પ્રદર્શિત કરવાના નામે ડીપફેક જેવી નવી યુક્તિઓનો ઉપયોગ કરીને યુઝર્સને છેતરવામાં આવી રહ્યા છે.

થોડા સમય પહેલા સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો બનાવીને એક એડ બનાવવામાં આવી હતી, જેને લઈને ગૂગલ એલર્ટ થઈ ગયું છે. આવો જ ડર લોકસભા ચૂંટણીને લઈને પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યાં ડીપફેકનો દુરુપયોગ થઈ શકે છે.

ગૂગલ ચૂંટણીને પારદર્શક બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ જ કારણે તેણે ૨૦૨૩માં ૫,૦૦૦થી વધુ ચૂંટણી જાહેરાતોની ચકાસણી કરી છે અને ૭.૩ મિલિયનથી વધુ ચૂંટણી જાહેરાતોને દૂર કરી છે જે ચકાસણી પૂર્ણ કરી નથી. ગૂગલનું કહેવું છે કે એઆઈના કારણે જાહેરાતોનું વેરિફિકેશન ખૂબ જ પડકારજનક બની ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.