Western Times News

Gujarati News

રામચરણની જંઝીર ફિલ્મે બરબાદ કરી દીધું હતુ કરિયર

મુંબઈ, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ચિરંજીવીનું ખૂબ જ મોટું નામ છે. તેઓએ પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી હિન્દી અને તમિળ, તેલુગુ સહિત અન્ય ભાષાઓમાં પણ કામ કર્યુ છે. તેઓના જ નક્શે કદમ પર ચાલતા તેમના દીકરા રામ ચરણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે.

પિતાની જેમ તેમનો દીકરો પણ સાઉથમાં મોટું નામ છે. ચિરંજીવીની રામ નામની ફિલ્મ એટલી હિટ થઈ ચુકી કે તે હવે પોતાના પિતાને ટક્કર આપવા લાગ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે જેટલા બજેટમાં તેના પિતા ફિલ્મ બનાવતા હતાં, ફક્ત તેટલી ફી એકલો રામ લે છે. રામચરણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ ‘ચિરૂથા’ થી કર્યુ હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી.

રામચરણની પહેલી ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી કે લોકો તેના લુક્સ અને એક્ટિંગના દીવાના બનાવી દીધાં. ત્યારબાદ રામે મગધીરા, ઓરેન્જ, રા ચા, નાયક, તૂફાન, યેવાદૂ, ગોવિંદુડુ, અંડારી વાડેલે, બ્રૂસ લી- ધ ફાઇટર, આરઆરઆર, આચાર્ય જેવી સુપરહિટ ફિલ્મો આપી. રામ ચરણે કરિયરની સૌથી શાનદાર ફિલ્મ આરઆરઆર છે. આ ફિલ્મે તેને ભારતમાં જ નહીં આખા વિશ્વમાં નવી ઓળખ અપાવી છે.

ફિલ્મે ઘણાં બધાં ઈન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ જીતીને રામ ચરણને સૌથી મોંઘો એક્ટર બનાવી દીધો છે. આ ફિલ્મને એસ.એસ રાજામૌલીએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં રામની સાથે જૂનિયર એનટીઆર લીડ રોલમાં હતો. આલિયા ભટ્ટ, અજય દેવગણે ફિલ્મમાં ખાસ કેમિયો કર્યો હતો. ફિલ્મ આરઆરઆરની બમ્પર સફળતા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે.

હવે મોટા-મોટા ડિરેક્ટર અને પ્રોડ્યુસર તેની સાથે ફિલ્મ કરવા માટે તરસી રહ્યા છે. લાઈફસ્ટાઈલએશિયા.કોમમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, એક રિપોર્ટ અનુસાર ફિલ્મ આરઆરઆર રિલીઝ પહેલા રામ ચરમ ૧૫ કરોડ ફી લેતા હતાં. પરંતુ આરઆરઆરના બ્લોકબસ્ટર થતાં જ રામે પોતાની ફી વધારી દીધી.

રિપોર્ટ્‌સની માનીએ તો રાજામૌલીની આરઆરઆરમાં પોતાની ભૂમિકા માટે ૪૫ કરોડ રૂપિયાની ભારે ભરખમ ઓફર કરવામાં આવી હતી. રિપોર્ટમાં આગળ ‘ઝૂમ એન્ટરટેઇનમેન્ટ’નો હવાલો આપતા જણાવાયું કે, હવે રામ પોતાની આગળની ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ભારે-ભરખમ ફી લેશે.

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે, રામ હવે એટલી ફી લે છે કે તેટલામાં તેના પિતા ચિરંજીવીની આખી ફિલ્મ બની જાય. ૧૧ ઓગસ્ટે ચિરંજીવીની ફિલ્મ ‘ભોલા શંકર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હતાં જે મોટા પડદાં પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી.

જણાવી દઈએ કે, ફિલ્મોમાં રામ ચરણ ૧૭ વર્ષથી એક્ટિવ છે. આ થોડા વર્ષોમાં ભલે તેઓએ એકથી એક સુપરહિટ-બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે, બોલિવૂડમાં તેમનું કરિયર ક્યારેય ટકી નથી શક્યું. જણાવી દઈએ કે, રામે પોતાના ૧૭ વર્ષના કરિયરમાં ફક્ત એક જ હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે. તે ફિલ્મ હતી ‘જંઝીર’ આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રીલિઝ થઈ હતી. ફિલ્મમાં રામે અપોઝિટ પ્રિયંકા ચોપડાએ કામ કર્યુ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.