Western Times News

Gujarati News

અમદાવાદ-વડોદરા વચ્ચે ટોલ ટેક્સમાં થયો આટલા રૂપિયાનો વધારો

(એજન્સી)અમદાવાદ, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે અને નેશનલ હાઈવે ૪૮ NH48 દ્વારા મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે કારણ કે આ રસ્તાઓ પર વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ટેક્સમાં ૫ રૂપિયાથી લઈને ૧૫ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ વખતે જે વધારો કરવામાં આવ્યો છે તે એ રીતે કરાયો છે કે કાર, જીપ, વાન, હળવા મોટર વાહનોવાળા પર વધુ ભાર ન પડે. કેટલાક કિસ્સાઓમાં તો ફક્ત રિટર્ન ફીમાં જ વધારો કરવામાં આવ્યો છે.

વધેલા ભાવ મુજબ વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફીલ કાર-વાન જીપ જેવા વાહનો માટે હાલ તો ૧૩૫ રૂપિયા યથાવત છે. પરંતુ વાસદથી વડોદરા આવવા માટે નેશનલ હાઈવે ૪૮ પર જે ટોલ ફી પહેલા કાર જીપ માટે ૧૫૦ રૂપિયા હતી તેમાં ૫ રૂપિયા જેટલો વધારો કરતા ૧૫૫ રૂપિયા થઈ છે. જો કે રઘવાણજ ખાતે કાર-જીપની ટોલ ફી ૧૦૫ રૂપિયા યથાવત છે.

અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર વાહનોએ વધુ ટોલ ટેક્સ ચૂકવવાનો વારો આવશે. જો કે સૂત્રો મુજબ આ વધારો ૫થી ૧૫ રૂપિયા જેટલો જ રહેશે. નેશનલ હાઈવે ૪૮ પર રઘવાણજ ખાતે જીપ-કારનો ટોલ યથાવત છે. જે ૧૦૫ રૂપિયા છે. એલસીવી માટે ૧૭૦ રૂપિયા, ટ્રક અને બસ માટે ટોલ ૩૪૫ રૂપિયા થયો છે. વાસદ ટોલનાકાથી વડોદરા આવવા માટે ટોલ ફી જીપ-કાર માટે ૧૫૫ રૂપિયા, એલસીવી માટે ૨૪૦ રૂપિયા, બસ કે ટ્રક માટે ૪૯૦ રૂપિયા ચૂકવવાનો વારો આવશે.

કંપનીઓ દર વર્ષે પહેલી એપ્રિલથી ટોલ ટેક્સમાં ફેરફાર કરતી હોય છે. આ ફેરફારને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. વધારા પહેલી એપ્રિલથી અમલમાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.