Western Times News

Gujarati News

કોરોનાકાળ દરમ્યાન AMCના 24 સ્મશાનગૃહમાં 2020ના વર્ષમાં ૪૦૩૭પ અને 2021 માં પ૧૮૮૪ મૃત્યુ નોંધાયા હતાં

share broker suicide

પ્રતિકાત્મક

અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ દરમાં ૩.૪ ટકા જેટલો વધારો થયો હતો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારે તબાહી મચાવી હતી ભારત સહિત વિશ્વના અનેક દેશો કોરોનાના સકંજામાં આવી ગયા હતા જે દરમિયાન લાખો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા.

અમદાવાદ શહેરમાં પણ કોરોના કાળ દરમિયાન મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતાં. જોકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા મૃત્યુના આંકડા અને મ્યુનિ. કોર્પો.માં રજીસ્ટર થયેલ મરણના આંકડા વચ્ચે ભારે વિસંગતતા જોવા મળે છે. ર૦૧૯-ર૦ની સરખામણીએ ર૦ર૧-રરમાં મરણની ટકાવારી લગભગ સાડા ત્રણ ટકાનો વધારો થયો હતો.

અમદાવાદ શહેરમાં કોરોનાના પ્રથમ તબક્કા કરતા બીજા તબક્કાએ ભારે આંતક મચાવ્યો હતો. કોરોનાના પ્રથમ તબક્કા દરમિયાન વધુ મરણ થયા ન હતા પરંતુ બીજા તબક્કામાં મૃત્યુ દરમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાના જે આંકડા જાહેર કરવામાં આવ્યા તે મુજબ શહેરમાં અત્યાર સુધી કુલ ૩ લાખ ૯૬ હજાર જેટલા કેસ નોંધાયા છે જેની સામે ૩પ૭પ મરણ થયા છે

આમ તંત્રનું માનીએ તો કોરોનાના કારણે શહેરમાં વધુમાં વધુ ૩૬૦૦ મરણ થયા હશે જયારે મ્યુનિ. જન્મ મરણ વિભાગમાં મરણના જે આંકડા રજીસ્ટર થયા છે તે કંઈક અલગ જ ચિતાર આપી રહયો છે. ર૦૧૭-૧૮માં શહેરમાં પ૧૮પ મૃત્યુ હતાં જે ર૦૧૯-ર૦માં પણ તેમાં કોઈ મોટો બદલાવ આવ્યો ન હતો. જયારે ર૦ર૦-ર૧માં જન્મ-મરણ વિભાગમાં ૬૭૮૩૯ અને ર૦ર૧-રરમાં ૭૯૯૬૭ મૃત્યુ નોંધાયા હતાં.

આમ ર૦૧૭-૧૮માં મૃત્યુ દર ૮.પ૭ ટકા હતો ર૦૧૯-ર૦માં તે ઘટીને ૮.૦૩ ટકા થયો હતો જયારે ર૦ર૦-ર૧માં મૃત્યુદર ૧૦.૩૬ ટકા અને ર૦ર૧-રરમાં ૧૧.૪૩ ટકા નોંધાયો હતો. મહિના દીઠ મૃત્યુના આંકડા જોવામાં આવે તો એપ્રિલ- ર૦ર૧માં ૧૯૩૧૬ અને મે માં ૧૪૧૪૩ મૃત્યુ રજીસ્ટર થયા હતા જેની સામે એપ્રિલ-ર૦ર૦માં ૩૦૭૭ અને મે માં પ૦૪૭ મરણ નોંધાયા હતાં.

જયારે જુન ર૦ર૦માં એપ્રિલની સરખામણીએ મૃત્યુ દર લગભગ ત્રણ ગણો થયો હતો અને ૯પપર મૃત્યુ રજીસ્ટર થયા હતા જયારે જુલાઈમાં ૬૪૦૪ મૃત્યુ નોંધાયા હતા ત્યારબાદ ડીસેમ્બર-ર૦ર૦માં ફરી એક વખત કોરોનાએ આંતક મચાવતા ૮પ૮૯ મરણ રજીસ્ટર થયા હતાં તેની સામે ર૦ર૧ના ડીસેમ્બરમાં માત્ર ૪૭૩૪ મરણ કન્ફર્મ થયા હતાં આમ શહેરમાં કોરોનાના બીજા તબક્કા દરમિયાન જ મૃત્યુ દરમાં અસામાન્ય વધારો જોવા મળ્યો હતો

જે બાબત કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા સામે આગળી ચીંધી રહયા છે. અમદાવાદ શહેરના સ્મશાનગૃહમાં જે આંકડા નોંધાયા હતા તે બાબત પણ કોર્પોરેશનના દાવાને ખોટો સાબિત કરે છે. મ્યુનિ. કોર્પો.ના ર૪ સ્મશાનગૃહમાં ર૦ર૦ના વર્ષમાં ૪૦૩૭પ અને ર૦ર૧માં પ૧૮૮૪ મૃત્યુ નોંધાયા હતાં આ સમયગાળા દરમિયાન શહેરના વાડજ, એલિસબ્રિજ, વાસણા, વેજલપુર, થલતેજ, ગોતા, ચામુંડા સહિતના સ્મશાનગૃહોમાં ખૂબજ મોટાપાયે અગ્નિ સંસ્કાર થયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.