Western Times News

Gujarati News

‘ગાયો પકડવા કેમ આવો છો ?’ કહી ઝપાઝપી અને પથ્થરમારો કરીને ગાય છોડાવી

વડોદરામાં રખડતાં ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલોઃ ત્રણ કર્મચારી ઘાયલ

વડોદરા, વડોદરાના સમા વિસ્તારમાં ગત રાત્રે રખડતા ઢોર પકડવા નીકળેલી પાલિકાની ઢોર પાર્ટી પર ગાયના માલિક સહિત તેના મિત્રોએ પથ્થર મારો કર્યો હતો. જેમાં ઢોર પાર્ટીનાત્રણ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. સમા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિકયોરીટી વિભાગની ઢોર ડબ્બા પાર્ટીના ઈન્સ્પેકટર સિમોનભાઈ કરશનભાઈ ખ્રિસ્તી (ઉ.વ.૪૮)એ સમા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ગઈકાલે તા.રપમીએ રાત્રે નવ વાગ્યાથી તા.ર૬મીના રોજ સવારે પાંચ વાગ્યા દરમિયાન તેઓની નોકરી હતી.

આ સમયે ઢોર પાર્ટીના સુપરવાઈજર આશિકભાઈ શબ્બીરભાઈ, સુપરવાઈઝર ઈશ્વરરાવ જાનકી રામૈયા પણમારી સાથે હતા. આ ઉપરાંત પાંચ સિકયોરીટી ગાર્ડ અને પોલીસ વિભાગના એ.એસ.આઈ. ગોવિંદભાઈ મંગાભાઈ પણ સાથે હતા.

રાત્રિના સમયે વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા. ફરતા ફરતા રાત્રે ૧૦.૪પ વાગ્યે સમા પોલીસ સ્ટેશન વિસ્તારના સુહાસ ચાર રસ્તા પાસે પહોચ્યા હતા. આ સમયે એક ગાય રોડ ઉપર રખડતી હતી. જેથી ઢોર પાર્ટીના માણસો ગાયને પકડવા માટે પાછળ ગયા હતા અને ગાયને પકડી લીધી હતી તે વખતે ત્યાં હાજર ગાયના માલીક રોહિત રણછોડભાઈ ભરવાડ અમારી પાસે આવ્યો હતો અને એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

રોહિત ભરવાડ મારી અને મારી સાથેના સ્ટાફ અને પોલીસકર્મીઓ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, જાણ કર્યા વગર કેમ ગાયો પકડવા આવો છો? તેમ કહી ઝપાઝપી અને બોલાચાલી કરી બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને ઢોર પકડવાની સરકારી કામગીરીમાં અડચણ કરીને તે ગાય છોડાવી ગયો હતો

અને તેના ઓળખીતા મિત્રો વિપુલ રાઠવા તથા ભાવેશ કરમશીભાઈ, લાલો બોળીયા અને બીજા ચાર પાંચ પશુપાલકોને બોલાવતા તેઓ પણ આવી ગયા હતા અને તેઓ તમામ પણ મારી અને અમારા સ્ટાફ સાથે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરીને બિભત્સ ગા આપવા લાગ્યા હતા.

આ દરમિયાન આ રોહીત ભરવાડના મિત્ર નામે વિપુલ રાઠવા નાએ રસ્તા પરથી એક પથ્થર ઉઠાવીને અમારી સરકારી ગાડી ઉપર ફેંકયો હતો જેથી ગાડીનો આગળનો કાચ તુટી ગયો હતો અન્ય ઈસમે અમારા સ્ટાફ ઉપર પથ્થર ફેંકતા અમારા સ્ટાફના કર્મચારીઓમાંથી રૂપેશભાઈ જીતેન્દ્રભાઈ ખેડકાર, આશિકભાઈ શેખ અને માનવ ગણેશભાઈ લોખંડે ઈજાગ્રસ્ત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.