Western Times News

Gujarati News

RTOમાં લાઈસન્સનો ટેસ્ટિંગ ટ્રેક શરૂ થતાં જ 15 દિવસના સ્લોટ હાઉસફુલ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, સમગ્ર રાજ્યમાં આરટીઓનું સર્વર વારંવાર ખોટકાયેલું રહે છએ. છેલ્લાં ૧૫ દિવસથી લાઈસન્સના ટેસ્ટ ટ્રેકની તમામ પ્રક્રિયાસંપૂર્ણ બંધ હતી.જે હવે શરુ થઈ જતાં ડ્રાઈવિંગ લાઈસન્સની કાગડોળએ રાહ જોઈ રહેલા અરજદારો માટે હાશકારો છએ પરંતુ વારો ક્યારે આવશે તે પણ એક ચિંતાનો વિષય છે કારણ કે એપોઈન્ટમેન્ટ મળવાનું ચાલુ થઈજતાં અંદાજ ૧૬ દિવસના સ્લોટ હાઉસફુલ થઈગયા હોવાનું જાણવા મળે છે.

આઠ હજાર અરજદાર રાહમાં છે. હવે રોજની ૪૫૦ એપોઈન્ટમેન્ટ મળેતો તેમનો વારો ક્યારે આવશે તે તેમના માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેટલાક સ્માર્ટ અરજદારોએ રાત્રે બાર વાગ્તાં જ બીજા દિવસના સ્લોટમાં જ્યારે મળે ત્યારની જે તે દિવસની એપોઈન્ટમેન્ટ બુક કરાવી લીધી છે. એપોઈન્ટમેન્ટમાં લાંબુ વેઇટિંગ દેખાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો મુજબ બુધવારે કેટલાક સમય સુધી પેમેન્ટ પ્રક્રિયચા ર્વરની સમસમ્યા સર્જાઈ હતી, સાથે કેટલાકને એપ્લિકેશન ખોલવામાં પણ મુશ્કેલી પડી હતી.

સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે સપ્તાહથી આરટીઓના ટ્રેક બંધ હોવાના કારણે અરજદારોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પ ડ્યો છે. રાજ્યની અન્ય આરટીઓ કચેરી ખાતે પણ ટ્રેકની સમસ્યા યથાવત્‌ છે.પરંતુ હવે આરટીઓ ખાતે આખરે બે સપ્તાહ બાદ ટ્રેક શરુ થતાં અરજાદરોનો ધસારો જોવા મળી રહ્યો છે. અગાઉ તંત્ર દ્વારા એપોઈન્ટમેન્ટ જ બંધ કરી દેવામાં આવી હતી. આરટીઓ અમદાવાદ ખાતે અંદાજે ૬૦૦૦ જેટલું વેઈટિંગ જોવા મળ્યું છે.

જેને તબક્કાવાર પૂર્ણ કરવાની આયોજનબદ્ધ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. લાંબા ગાળા માટે એપોઈન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવાનાં કારણસર આરટીઓ ખાતે નવી એપોઈન્ટમેન્ટમાં પણ અન્ય કોઈ મુશ્કેલી સર્જાવવાની શક્યતા નહીંવત્‌ છે. આગામી દિવસોમાં રીશેટ્યૂલ સહિતની નવી એપોઈન્ટમેન્ટ તબક્કાવાર તંત્ર દ્વાર પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર ૧૨ દિવસ બંધ હતું. જે ફરીથી કાર્યરત થતાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતાં અરજાદરોની મુશ્કેલીનો અંત આવ્યો છે.ફરી ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થથાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લામાં આરટીઓ ખાતે અરજાદારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ આરટીઓમાં દરરોજ લેવામાં આવતી અરજીમાં વધારો કરવામાં આવ્યો છે.

જેમાં પહેલાં ૩૫૦ જેટલી અરજીઓ લેવામાં ાવતી હતી હવે તેમાં ૧૦૦ અરજીનો ઉમેરો કરી પેન્ડિંગ કામને સરભર કરી દેવામાં આવશે.આરટીઓ કચેરીના સૂત્રો અનુસાર રાજ્ય સરકાર દ્વારા છેલ્લા છથી સાત વર્ષથી ટેસ્ટ ટ્રેક માટે એક જ સર્વર કાર્યરત હોવાથી તેને અપડેટ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી તમામ આરટીઓ કચેરીઓમાં ટેસ્ટ ટ્રેકનું સર્વર છેલ્લા બાર દિવસથી બંધ કરાયું હતું, જે ફરીકાર્યરત થયું છે.

સામાન્ય દિવસોમાં દરરોજ ૩૫૦થી વધુ અરજદાર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા અમદાવાદ આરટીઓૈ કચેરી ખાતે પહોંચતાં હોય છે. અમદાવાદ અરટીઓ કચેરીમાં ગત ૧૫ માર્ચથી ટ્રેકનું સર્વર ઠપ હતું. દરરોજ ૨૦૦ થી વધુ ટુ વ્હીલર અને ૧૭૫થી વધુ ફોર વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અરજદારોની અરજી આવતી હતી.હવે ફરીથી ટેસ્ટ ટ્રેક શરુ થતાં અરજદારોએ હાશકારો અનુભવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.