Western Times News

Gujarati News

ટ્રાફિકની લાંબી લાઈન પરથી ઓટોમેટિક સિગ્નલના ટાઈમિંગ નક્કી થશે

file

ટ્રાફિકના આધારે સિગ્નલના ઓટોમેટિક ટાઈમિંગ નક્કી થશે-સ્માર્ટ ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો અમલ કરાશે

(એજન્સી)અમદાવાદ, ચોતરફ વિકાસની દિશામાં સતત આગળ વધી રહેલા ગુજરાતના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં અંગત વાહનોની સંખ્યા રોકેટગતિએ વધતી જતી હોઈ શહેરના મોટા રોડ પણ સાંકડા પડી રહ્યા છે.

અમદાવાદીઓને સવારે નોકરી-ધંધાના સ્થળે પહોંચતી વખતે ઠેરઠેર ટ્રાફિક જામમાં અટવાવું પડે છે. મ્યુનિસિપલ કોર્પાેરેશન પણ ટ્રાફિકની સતત વધતી જતી સમસ્યાના નિરાકરણ માટે કાં તો અમલમાં મુકાઈ રહ્યાં છે અથવા તો તેનું આયોજન ઘડાઈ રહ્યું છે.

ટ્રાફિક પ્રોજેક્ટ હેઠળનાં નવાં આયોજનો વિશે જોઈએ તો તંત્રએ ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને ઉપયોગમાં લેવાનો નિર્ધાર કર્યાે છે. અમદાવાદીઓને રોજબરોજના જીવનમાં ટ્રાફિકની સમસ્યા સતત કનડતી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે હાલમાં તંત્રએ કેટલાંક આયોજનો અમલમાં મૂક્યાં છે. જે હેઠળ ૩૦ ટ્રાફિક જંક્શનના સર્વે અને ડિઝાઈન બનાવવાની કામગીરી પ્રગતિ હેઠલ છે.

૧૯ જંક્શનની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે,જે પૈકી નવમાં ડિમાર્કેશનની કામગીરી આટોપાઈ ગઈ છે. તંત્રએ વાહનચાલકોને અનુકૂળ આવે તેવાં ત્રણ જંક્શન બનાવ્યાં છે. હવે તંત્રએ લોકો માટે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય કર્યાે છે. આ સિસ્ટમ હેઠલ જુદા જુદા જંક્શનની ડિઝાઈન તૈયાર થઈ રહી છે,જે પૈકી નવમાં ડિમાર્કેશનની કામગીરી આટોપાઈ ગઈ છે. તંત્રએ વાહનચાલકોને અનુકૂળ આવે તેવાં ત્રણ જંક્શન બનાવ્યાં છે.

હવે તંત્રએ લોકો માટે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય કર્યાે છે. આ સિસ્ટમ હેઠળ જુદા જુદા જંક્શન ઉપર ટ્રાફિકની હરોળ (ક્યૂ લેન્થ) પરથી ઓટોમેટિક સિગ્લના ટાઈમિંગ નક્કી થશે. આનાથી વાહન ચાલકોનો ટ્રાવેલ ટાઈમ ઓછો થશે તેમજ ઈંધણનું ભારણ પણ ઘટશે તેમજ ટ્રાફિક સિગ્નલની કાર્યક્ષમતામાં વધારો થશે.

હાલમાં એક જંક્શન પર જો ટ્રાફિકનું ક્લિયરન્સ મળે તો તેનાથી આગળના જંક્શનમાં વાહનચાલકોને રેડ સિગ્નલ મળતાં અટવવાવું પડે છે,જો કે ઈન્ટેલિજન્ટ ટ્રાફઇક મેનેજમેટ સિસ્ટમથી ટ્રાફઇક જંક્શનો જાણકારી વાહનચાલાકો મેળવી શકશે. આ આધુનિક સિસ્ટમને અપનાવવા પાછળ મ્યુનિસિપલ તિજાજેરીમાંથી રૂ. છ કરોડ ખર્ચાશે.

મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ૪૦ જગ્યાએ સ્માર્ટ પા‹કગ માટે પાંચ કરોડ ખર્ચાશે, આ સ્માર્ટ પા‹કગ અંતર્ગત વાહનલાચકોને પા‹કગની જગ્યા પર પહોંચવા મેપનો ફાયદો મળશે તેમજ ડિજિટલ રૂપે પેમેન્ટની ચુકવણી કરી શકાશે. ઓટોમેટેડ પા‹કગ સ્લોટ વિથ સ્માર્ટ મીટરિંગની વ્યવસ્થા વાહનચાલકોને મળનાર હોઈ તેનું સ્માર્ટ એપ્લિકેશનસાથે જોડાણ થશે. ઓન રોડ અને ઓફ રોડ પા‹કગ માટેનું મેનેજમેન્ટ તૈયાર કરાશે. ઝોનદીઠ પાંચટ્રાફિક ધરાવતાં લોકેશન ઉપર સ્માર્ટ પા‹કગ બનાવવાનું આયોજન કરાયું છે.

શહેરમાં ૧૦૦ ટ્રાફિક જંક્શનના ડેવલ પમેન્ટ માટે પણ તંત્ર આગળ આવ્યું છે.વધુટ્રાફિક ધરાવતાં તથા સંભવિત અકસ્માત થતાં હોય તેવાં ટ્રાફિક જંક્શનોના સાયન્ટિફિક સર્વેના આધારે રિડિઝાઈન કરવાની બાબત ઉપર સત્તાવાળાઓએ ટ્રાફિક જંક્શન ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ખાસ ભાર મૂક્યો છએ. પગપાળા જતાં શહેરીજનો માટે સરળ અને સલામતસફર માટે પણ તંત્ર ખાસ ધ્યાન રાખશે.

પેડેસ્ટ્રિયલ ગાર્ડ રેલ તેમજ ટેબલ ટોપ ક્રોસિંગનું આયોજન પણ કરવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં ફ્રી લેફ્ટ ટર્નની સુવિધા વાહનચાલકોને આપવામાં આવશે. શહેરના ૧૦૦ ટ્રાફિક જંક્શન ડેવલપમેન્ટ માટે આશરે રૂ. ૧૦ કરોડ ખર્ચાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.