Western Times News

Gujarati News

ધોરણ 12 નું પરિણામ જાહેર થયા પછી બે સપ્તાહમાં કોલેજની ફી ભરવી પડશે

૧ એપ્રિલથી વિદ્યાર્થીઓ કોલેજ-કોમર્સની પસંદગી અને રજિસ્ટ્રેશન કરી શકશે

(એજન્સી)અમદાવાદ,
રાજયની ૧૪ યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી એમ કુલ ૨૩૪૩ જેટલી કોલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ જીસીએએસ (ગુજરાત કોમન એડમિશન અસર્વિસિસ) ઉપર અરજી કરી શકશે. રાજ્યમાં કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ જીસીએએએસ(ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) જાહેર કરાયું છે. .

આ સ્અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટસ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આ માટે શિક્ષણ વિભાગે તાજેતરમાં જ પરિપત્ર જાહેર કરીને પ્રવેશ પ્રક્રિયાની વિગત જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે તમામ પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ૧ એપ્રિલથી જીસીએએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી બેઝીક માહિતી સાથે પોતાને જે કોલેજમાં પસંદગીના કોર્સમાં અભ્યાસ કરવો હોય તેની પસંદગી આપી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨નું પરિણામ જાહેર થયાનાં બે સપ્તાહમાં પ્રવેશ માટે પોર્ટલ પર શૈક્ષણિક માહિતી ભરી, ઓનલાઈન ફી અને અરજી ફાઈનલ સબમિટ કરવાની રહેશે અને પરિણા મજાહેર થયાનાં ત્રણ સપ્તાહમાં વિદ્યાર્થીઓએ નજીકની કોલેજ ખાતેના હેલ્પ સન્ટરમાંજઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું રહેશે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ-જીકેસ પોર્ટલ કાર્યરત થવાનાં કારણે રાજ્યના દરેક વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે એટલું જ નહીં. એડમિશન માટે કોલેજમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થીઆએ અને વાલીઓએ અુભવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી અરજી એક-વિકલ્પ અનેક ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરુ કરનારું ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ રાજ્ય છે.

આ પોર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહીં, પરંતુ અનુસ્નાતક, પીએચડી એવા અભ્યાસક્રમો માટેનું કોમન એડમિશન રહેશે. પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે, અનેક યુનવર્સિટીઓ, અનેક કોલેજોમાંથી પોતાની મનપસંદગ કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ પસંદ કરવાની વિસાળ તક વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.

જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશ પ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેના નોટિફઇકેશન્સથી પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.અત્રે ઉલ્લેખનીયછે કે દેશરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પગલે આ વર્ષે પહેલીવાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સૌથી ટૂંકા ગાળામાં પરિણામ જાહેર થવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.