Western Times News

Gujarati News

રિવરફ્રંટ પ્રોજેકટ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોઈ જ નાણાંકિય મદદ નહીં

મ્યુનિ. કોર્પોરેશને આ પ્રોજેકટ માટે ર૦૦પ થી ર૦ર૩ સુધીમાં રિવરફ્રંટ લિમિટેડને રર૦૦ કરોડથી વધુ રકમની લોન આપી છે-પરંતુ આજે ર૦ વર્ષ પછી પણ પ્રોજેકટ પૂર્ણ થઈ શકયો નથી 

એક તરફ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે તથા કોર્પોરેશનના શીરે રૂ.૯પ૭ કરોડનું દેવું છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પાસે કરોડો રૂપિયાના ખર્ચથી રિવરફ્રંટ તૈયાર કરવામાં આવ્યો હતો. સદર રિવરફ્રંટ માટે મ્યુનિ. કોર્પોરેશને રિવરફ્રંટ નામની અલગ કંપનીની રચના કરી છે. સંપૂર્ણ પ્રોજેકટ માટે રાજય સરકાર દ્વારા જમીન આપવામાં આવી છે

જયારે તેનો તમામ ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન ભોગવી રહયું છે. મ્યુનિ. કોર્પોરેશન એક તરફ દેવા ના ડુંગર હેઠળ દબાયેલ છે ત્યારે બીજી તરફ રિવરફ્રંટ લિમિટેડને ર હજાર કરોડ કરતા વધુ રકમની લોન આપી છે જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ર૦૦૩માં રિવરફ્રંટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો ત્યારે તે સમયે માત્ર એક હજાર દિવસમાં જ તેને પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજે ર૦ વર્ષ પછી પણ પ્રોજેકટ પૂર્ણ થઈ શકયો નથી જેના કારણે પ્રોજેકટ ખર્ચમાં સતત વધારો થઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશને આ પ્રોજેકટ માટે ર૦૦પ થી ર૦ર૩ સુધીમાં રિવરફ્રંટ લિમિટેડને રર૦૦ કરોડથી વધુ રકમની લોન આપી છે.

આ રકમમાં વ્યાજની રકમ સામેલ નથી જો વ્યાજની ગણતરી કરવામાં આવે તો આંકડો ક્યાં જઈને પહોંચે તે કહેવું મુશ્કેલ છે. એક તરફ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે તથા કોર્પોરેશનના શીરે રૂ.૯પ૭ કરોડનું દેવું છે

આમ છતાં આટલી મોટી રકમ પ્રોજેકટ માટે ખર્ચ કરવામાં આવી રહી છે તે બાબત અત્યંત ચોંકાવનારી છે. શહેરના પ્રજાલક્ષી પ્રોજેકટો માટે વર્લ્ડ બેંક પાસેથી પણ ૩ હજાર કરોડની લોન લેવાની ફરજ પડી છે. ખરેખર તો આ પ્રોજેકટનો તમામ ખર્ચ રાજય સરકારે ભોગવવો જોઈએ.

શહેરની શોભામાં અભિવૃÂધ્ધ કરનાર રિવરફ્રંટ પ્રોજેકટ માટે કેન્દ્ર કે રાજય સરકાર દ્વારા કોઈપણ જાતની નાણાંકિય મદદ કરવામાં આવી નથી તેમજ રિવરફ્રંટની જમીનનું વેચાણ કરવામાં પણ સરકાર દ્વારા વિલંબ કરવામાં આવી રહયો છે જેના કારણે રિવરફ્રંટ કોર્પોરેશન અને પરોક્ષ રીતે મ્યુનિ. કોર્પોરેશનનું નાણાંકિય ભારણ વધી રહયું છે.

સાબરમતી રિવરફ્રંટ પર રૂ.રર૦૦ કરોડનો નાણાંકિય બોજો છે તે દુર કરવા તેમજ મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ હળવી કરવા માટે ભાજપના સત્તાધીશો રિવરફ્રંટની મોકાની જમીન ડેવલપમેન્ટ રાઈટ્‌સના નામે તેમના માનીતા ઉદ્યોગપતિઓને નજીવા ભાવે આપવા પેરવી કરી રહયા છે તેવા આક્ષેપ પણ તેમણે કર્યાં હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.