મહમદઅલી જિન્નાહે પુત્રી દીનાને આ રીતે સંબોધી હતીઃ “ડિયર મિસિસ વાડિયા !!”
પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી જિન્નાહ મૂળ રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના લોહાણા પરિવારના વૈષ્ણવ-સંપ્રદાયી હતા
રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કર ધર્મગુરૂ આગા ખાનની ધર્મ પરિવર્તનની ઝુંબેશને કારણે હિંદુ મટીને ઈસ્માઈલી ખોજા બની ગયા. પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કરને ત્રણ છોકરાં હતાં- જેમાનો સહુથી નાનો નામે ઝીણીયો- એટલે કે મહમદઅલી જિન્નાહ
મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર પારસી સજ્જન દિનશા પિટિટ સાથે ઝીણાને અંગત મૈત્રીનો ધરોબો બંધાયો હતો !
સોળ વર્ષની ઉંમરે ઝીણાના પિતાએ અમીબાઈ નામની ચૌદ વરસની કન્યા સાથે લગ્ન કરાવ્યા હતાં- નિકાહ પઢીને ઝીણા લંડન ગયા, જ્યારે પાછા ફર્યા ત્યારે આ બીબીજાન (અમીબાઈ) ખુદાને પ્યારાં થઈ ગયા હતાં !
મહમદઅલી જિન્નાહએ ૪૪ વર્ષની ઉંમરે ૧૮ વર્ષની પારસી છોકરી રૂટી સાથે નિકાહ પઢી લીધા.
પાકિસ્તાન ખાતેનાં હિંદી હાઈકમિશ્નર અને આઝાદીની લડતમાં ઝીણાના સહયોગી શ્રી પ્રકાશ જ્યારે આખરી દિવસોમાં ઝીણાને મળ્યા ત્યારે ઝીણાએ હતાશાપૂર્વક કહયું હતું -‘શ્રી પ્રકાશ ! મુંબઈનો મારો બંગલો ‘જિન્નાહ હાઉસ’ સરકાર જપ્ત ના કરે તે જોજો ! તમે નહેરૂ ને કહો કે મારે મુંબઈ આવીને આ બંગલામાં રહેવું છે !
પિતાની અવગણના કરીને ઝીણાની દીકરી દીના નેવિલ વાડિયા (નસરવાનજી વાડિયા પરિવારના પુત્ર- બોમ્બે ડાઈંગ મીલ્સ વાળા (અને હાલ ગો-એર એરબેઝ વાળા) જોડે પરણી ગઈ ! બંને એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો !
“ ઈસ્લાઈલી ખોજા ધર્મગુરૂ આગાખાન ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે ઈરાનના સુલતાન સાથે વૈમનસ્ય થતાં ઈરાન છોડીને ભારત આવ્યા એ પછી એમણે ધર્મ પરિવર્તનની ઝુંબેશ ચલાવી હતી ત્યારે રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની બનેલી એક કુટુંબના ધર્મ પરિવર્તનની ઘટનાએ ભારતના નકશાને બદલવાનું નિમિત્ત બનાવી દીધું !!
મોટી પાનેલી ગામના પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કર જન્મે હિંદુધર્મી લોહાણા પરિવારના વૈષ્ણવ-સંપ્રદાયી હતા. વૈષ્ણવ-સંપ્રદાયના ચુસ્ત ધાર્મિક અનુયાયી !… પણ ધર્મગુરૂ આગા ખાનની ધર્મ પરિવર્તનની ઝુંબેશને કારણે આ પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કર વૈષ્ણવી હિંદુ મટીને ઈસ્માઈલી ખોજા બની ગયા. એમને ત્રણ છોકરાં હતાં- જેમાનો સહુથી નાનો નામે ઝીણીયો- અલબત્ત આ ઝીણિયો એ એનું ઉપનામ હતું, કેમકે એ શરીરે સાવ દૂબળો પાતળો અને કાઠીએ નબળો હતો ! જેમ આપણે અમુક માણસોને કદને કારણે જાડિયો કહીએ છીએ એમ પૂંજાભાઈના પરિવારે આ બાળકને ઝીણિયો કહેવા માંડ્યું !
આ ઝીણિયો અઢાર વરસનો થયો ત્યારે પાનેલી ગામનાં જ એક અન્ય ખોજા પરિવાર વાળા જે કરાંચીમાં ધંધો કરતા હતાં એની પેઢીમાં નોકરી કરવા ગયો હતો… સમય જતાં તેના લગ્ન થયાં અને કાળક્રમે સાત સંતાનોનો બાપ પણ થયો ! આ સાત સંતાનો પૈકી સહુથી મોટો મામદ ! આ મામદને ઝીણાભાઈએ પહેલાં મદરેસામાં અને પછી અંગ્રેજી શાળામાં દાખલ કરીને શિક્ષિત કરવા પ્રયન્ત તો કર્યો, પણ મામદ મેટ્રિક સુધી પણ ભણતર પૂરું કરી શક્યો નહિ.
ઝીણાભાઈને લાગ્યું કે મામદ નહિ જ ભણે એવાં લક્ષણો જોતાં એને એક લંડનની પેઢીમાં લાગવગ લગાડીને વ્યાવસાયિક કામકાજ શીખવા માટે લંડન મોકલી આપ્યો !! આ મામદને લંડનમાં પણ આ પેઢીમાં રસ ન પડ્યો. એ જમાનામાં કાયદાનો અભ્યાસ કરવા ઈચ્છતા ઉમેદવારો લિંકન્સ ઈન-એ નામની સંસ્થામાં જોડાઈને બેરિસ્ટર તરીકેની માસ્ટર ડીગ્રી મેળવી શકતા હતા. આ મામદને એમાં જોડાવા માટે મન થયું. એક પ્રકારના કલાસીસ હોવાથી- રોજે જ કોલેજમા જવું પડે તેવું નોતું !
મામદનું પુરુ નામ મહમદઅલી હતું. આ લિંકન્સ ઈન ઈન્સ્ટિટયુટમાં જોડાયાં અને એડમિશન ફોર્મમાં અંગ્રેજી રીતભાતથી પ્રભાવિત મામદે ઉર્ફે મહમહદઅલીએ પોતાનું નામ એમ.એ. જિન્નાહ લખ્યું હતું ! જે સમય જતાં મૂળનામ મહમદઅલી પણ વિસરાઈ ગયું અને ઝીણાભાઈનો આ દીકરો પોતાના આપબળે- વ્યક્તિત્વથી – પ્રભાવથી ચારે બાજુ છવાઈ ગયો – ત્યારે તે માત્ર ને માત્ર ઝીણા કે જિન્નાહ તરીકે જ ઓળખાયો !
આટલી વાતના સંદર્ભે એક વાત લખવી જરૂરી બને છે કે ઝીણા- (મહમદઅલી જિન્નાહ) મેટ્રિક સુધી પણ ભણ્યા નહોતા એ વાત ઝીણાની સગીબહેન ફાતિમાએ (મારો ભાઈ) નામના એમના પુસ્તકમાં લખી છે ! તદ્ઉપરાંત, ઝીણાના અંગત રહસ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા અને દેશના વિભાજન પછી પાકિસ્તાનના હાઈ કમિશનર તરીકે દિલ્હીમાં નિયુક્ત થયેલાં કે. એચ. ખુરશીદે ઝીણા સાથેનાં એમનાં સંસ્મરણોનું જે પુસ્તક (‘મારી સ્મરણીકા’) લખ્યું છે એમાં પણ ઝીણા નોનમેટ્રિક હતા એવું સ્પષ્ટ વિધાન છે !…
1938: Neville Wadia & Dina Jinnah (daughter of M A Jinnah), after thr
marriage at All Saints Church, Malabar Hill, Bombay pic.twitter.com/CmPJtHyJjk— Mumbai Heritage (@mumbaiheritage) November 3, 2017
વાત આગળ ચલાવીએ, તો ઝીણા બેરિસ્ટરીના અભ્યાસ દરમિયાન એ સમયની બ્રિટિશ સાંસદના એકમાત્ર ચૂંટાયેલા હિંદી સભ્ય દાદાભાઈ નવરોજીના (પારસી) પરિચયમાં આવ્યા. આ પરિચયને કારણે જ ઝિણાને રાજકારણમાં રસ જાગ્યો – યુવાન ઝિણામાં રહેલી પ્રતિભાને દાદાભાઈ નવરોજીએ ઓળખી કાઢી- અને કહયું કે તારો અભ્યાસ પુરો થઈ જાય પછી હિંદુસ્તાન જાય ત્યારે મને પણ મળતો રહેજે
તથા ફિરોજશાહ મહેતા અને ગોપાલકૃષ્ણ ગોખલે જેવાઓનો પણ સંપર્ક કરવાની એમણે સલાહ આપી… ચતુર ઝીણાએ આ પરિચયોનો ભરપૂર ઉપયોગ કર્યો ! હિંદુસ્તાન આવતાંવેંત એમણે રાજકારણમાં સક્રિગ ભાગ લેવા માંડ્યો અને જોતજોતામાં પોતાની આગવી સૂઝબુઝને કારણે ફિરોજશાહ મહેતા તથા ગોપાલકૃષ્ણ ગોખલેનો જમણો હાથ બની ગયા !!!
બેરિસ્ટર બનીને મુંબઈ આવ્યાને લગભગ બે દાયકા જેટલો સમય થઈ ચૂકયો હતો. જયારે તે સોળ વર્ષના હતાં ત્યારે એમના પિતા ઝીણાભાઈ એ પોતાના જ ગામ મોટી પાનેલીમાં અમીબાઈ નામની ચૌદ વરસની કન્યા સાથે લગ્ન કરાવ્યા હતાં. આમ સોળ વર્ષની ઉંમરે અમીબાઈ સાથે નિકાહ પઢીને ઝીણા લંડન ગયા હતા, પણ જયારે તે પાછા ફર્યા ત્યારે આ બીબીજાન (અમીબાઈ) ખુદાને પ્યારાં થઈ ગયાં હતાં-
એ પછીનાં વીસ વરસનાં સમયમાં ઝીણા (જિન્નાહ) વ્યાવસાયિક સફળતાને વર્યા, એટલું જ નહિ, પણ રાજકારણમાં પણ રાષ્ટ્રીયસ્તરે એમની આગવી ઓળખ ઉભી થઈ ગઈ હતી !! બુÂધ્ધ પ્રતિભા, નિર્ભયતા, અને અત્યંત દૂરંદેશી- આ એમના વ્યક્તિત્વનાં પાસાં બની ચૂક્યાં હતાં ! તેમણે છેક પાંચમા દાયકાના આરંભ સુધી પુનર્લગ્નનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો !….
મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર એવા પારસી સજ્જન દિનશા પિટિટ સાથે ઝીણાને આરંભે વ્યાવસાયિક અને અંગત મૈત્રીનો ધરોબો બંધાયો હતો. આ દિનશા પિટિટની સોળ વરસની પુત્રી રતન ઉર્ફે રૂટી અત્યંત સુંદર અને બાહોશ તેમજ કલાપ્રેમી હતી. રૂટીને ઝીણાની પ્રતિભા, કીર્તિ, નીડરતા તેમજ વાકપટુતાને કારણે સુલભ આકર્ષણ પેદા થયું !
સાહેબ… ઝીણા ઠેઠ બેતાળીસ વરસની ઉંમરે (૪ર વર્ષે) રૂટીના પ્રેમમાં પડ્યા. દિનશા પિટિટ પાસેથી રૂટીના હાથની માગણી કરવા માટે ઝીણાએ અત્યંત બુÂધ્ધપૂર્વકનું આયોજન ઘડી કાઢયું. એક શનિવારની સાંજે કલબમાં દિનશા સાથે શરાબની પ્યાલીઓ ઉઠાવીને ‘ચીયંર્સ’ કરતાં- કરતાં એમણે વાતનો આરંભ કર્યો ઃ ‘મિ. દિનશા !… ઝીણા બોલ્યાં ઃ “ આપણા દેશમાં વિભિન્ન કોમો વચ્ચે રોટી- બેટી વ્યવહાર ખૂબ મર્યાિદત છે, પણ એ દૂર થવું
જોઈએ એમ તમને નથી લાગતું ?”… “સાચી વાત છે, મિ. ઝીણા !’- દિનશા પિટિટે વાત આગળ વધાતાં કહયું ઃ “ખરેખર તો આ દેશના જુદાજુદા ધર્મોનું મૂળ પણ એક જ સંસ્કૃતિ છે !”… તો પછી જુદા જુદા ધર્મોના પરિવારો વચ્ચે લગ્ન-વ્યવહાર સ્થાપિત થવા માંડે તો દેશમાં તમે કહો છો એવું સાંસ્કૃતિક ઐકય થઈ શકે !!”… “તદ્દન ખરું કહો છો તમે મિ. ઝીણા !”… દિનશાએ ઉત્સાહપૂર્વક કહયું “આપણા દેશના હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી- આ બધા સંપ્રદાયો જો પરસ્પર લગ્ન વ્યવહાર કરવા માંડે તો દેશની એકતા એકાદ સૈકામાં સિધ્ધ થઈ જાય !”…
“દેશની આવી એકતા સિધ્ધ કરવા માટે મને તમારો સાથ જોઈએ છે, દિનશા..!” ઝીણાએ અત્યંત કાબેલિયતથી કહયું !! …. “દેશની એકતા માટે તમે જે કરશો એમાં તમને મારો સાથ મળશે જ !” એમ બોલીને દિનશા પિટિટે ત્રણ-ચાર પેગ પેટમાં ઠાલવી દીધા હતાં ! “વેરી ગૂડ !”…. ઝીણા બોલ્યાઃ “હું તમારી પુત્રી રૂટી સાથે લગ્ન કરીને આવું રાષ્ટ્રીય ઐક્ય સિધ્ધ કરવા માગું છું. આ માટે યશ લેવાની તમને તક આપું છું !”…. ‘મિ. જિન્નાહ !’ – દિનશા પિટિટ ભાનમાં આવ્યા- મોટા અવાજે તેઓ બોલ્યાઃ
‘આ ઉંમરે તમને આવો વિચાર જ શી રીતે આવ્યો ? મારી સાથે મૈત્રીને પણ હવે તમે લાયક નથી. મારી દીકરીને હું વિધવા જોવા નથી ઈચ્છતો. “પ્લીઝ, ગેટ આઉટ !!!” સોળ વરસની રૂટીને જિન્નાહ પરણી ન શકે એ માટે સગીર પુત્રીના પિતા તરીકે દિનશાએ હાઈકોર્ટમાંથી જિન્નાહ સામે પોતાની પુત્રીને મળવા સામે મનાઈ હુકમ મેળવ્યો. રૂટી ઘરમાં જ નજર કેદ થઈ ગઈ. આમ છતાં બે વરસ પછી રૂટીએ જયારે અઢાર વર્ષ પૂરાં કર્યાં ત્યારે ઝીણાએ એની જ સાથે નિકાહ પઢી લીધા. ઝીણા હવે લાખો નહિ બલ્કે કરોડોની સંપત્તિના માલિક થઈ ચૂક્યા હતા.
મલબાર હિલ (વાલકેશ્વર) ઉપર બંધાવેલી ‘ઝીણા હાઉસ’ નામની એમની ઈમારત દોમદોમ સમૃÂધ્ધથી ઉભરાતી હતી. રૂટીને પિતાને ત્યાં જે વૈભવ હતો તેવો જ તેને પતિગૃહે પણ સાંપડ્યો ! અલબત્ત, તે કલાપ્રેમી- સાહિત્ય અને કવિતાની ચાહક હોવાથી માત્ર કાયદો અને રાજકારણ જ જાણતા જિન્નાહ (ઝીણા) લાંબો વખત સાથ જાળવી શક્યા નહિ. દીના નામની પુત્રીને જન્મ આપ્યા પછી રૂટી- ઝીણાનું લગ્નજીવન તૂટી પડ્યું !
રૂટી ગૃહત્યાગ કરીને તાજમહાલ હોટેલમાં (ટાટાની- પારસીની હોટલ) રહેવા જતી રહી. ખૂબ લાંબો સમય તેણે પછી ડ્રગ્સનું સેવન કર્યા કર્યું જેના કારણે એનું સ્વાસ્થ્ય સાવ લથડી ગયું અને (ર૮ વરસની) અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે એણે ડ્રગ્સનો જ ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી ! રૂટીના તાજમહાલ હોટેલના વસવાટનું બિલ ઝીણા જ ભરતા હતાં ! સમય પસાર થતો ચાલ્યો,…
ઝીણાની પુત્રી દીના હવે યુવાનવયે પહોંચી હતી. ઝીણા પુત્રીનાં લગ્ન માટે તજવીજ કરી રહયા હતા ત્યારે એક દિવસ દીના એ જ પિતાને જણાવ્યું કે તેઓ જમાઈ શોધવાની ચિંતામાંથી મુક્ત થાય… ભલભલા કેસમાં પોતાના પ્રતિસ્પર્ધીનું અર્ધું વાક્ય સાંભળતાં વેંત પૂરી વાત કળી જનારા ઝીણા… પુત્રી દીના નું આ મ્ભમ વાક્ય સમજી શક્યા નહિ!
ત્યારે દીનાએ એમના મનમાં ઉદભવતો ગૂંચવાડો કળી જઈને વ્હાલથી પિતાના ખભા ઉપર માથું ઢાળીને કહયું ઃ “ડેડી ! લગ્ન માટે મે મારી પસંદગી કરી લીધી છે!”… ‘અરે વાહ !’ ઝીણાએ હળવાશથી કહયું ઃ ‘તારી પસંદગી યોગ્ય જ હશે એમાં મને કોઈ જ શક નથી, બેટા !… એ કોણ છે એ તો મને કહે.”…. એનું નામ નેવિલ છે અને એ મુંબાઈમાં એક પારસી કુટુંબનો પુત્ર છે. અમે પરસ્પર લગ્નના વચનથી બંધાઈ ચૂક્યાં છીએ…’ દીનાએ આંખ નીચે ઢાળી દઈને આ વાત કરી… ‘પારસી ?” ઝીણા ચોંકી ઉઠ્યા !…
‘હા, ડેડી ! એ પારસી છે અને મુંબઈના બહુ જ જાણીતા ઉદ્યોગપતિ તથા મુંબઈની ગર્વનર કાઉÂન્સલના સભ્ય નસરવાનજી વાડિયા પરિવારના પુત્ર છે ! દીનાએ ઝીણા સમજી શકે એવી પૂરી ઓળખાણ આપી. (બોમ્બે ડાઈંગ મીલ્સ વાળા તથા હાલ ગો-એર એરવેઝ વાળા)
ઝીણા માટે આ અત્યંત કપરી પરિસ્થિતિ પેદા થઈ હતી કેમકે તેઓ મુસલમાનોના સાર્વિત્રક નેતૃત્વ માટેના ફાઈનલ ચરણમાં દાખલ થઈ ચૂક્યા હતા. આ સંજોગોમાં પોતાની પુત્રી દીના જો પારસી પરિવારમાં એટલે કે ગેર-મુસ્લિમ પરિવારમાં લગ્ન કરે તો દેશના કરોડો મજહબી મુસલમાનો ને તે રુચે જ નહિ. એમની આ અરુચિની ઝાળ પોતાની લીડરશીપને પણ લાગે એ ગણતરીમા ઝીણાને વાર ન લાગી.
ખભા પર ઢળેલા પુત્રીના દેહને ધક્કો મારીને ઝીણા ઉભા થઈ ગયા… ‘ઈમ્પોસિબલ ! એ કદી ન બની શકે ! એક વિધર્મી પરિવારમાં તારા લગ્ન થઈ જ શકે નહિ !”… દીના ચોંકી ઉઠી ઃ “વિધર્મી ?… આ તમે શું કહો છો, ડેડી ? ધર્મને અને લગ્નને શો સંબંધ છે ? મેં પસંદ કરેલા યુવાન કે પરિવારમાં કંઈ કહેવા જેવું હોય તો કહો !!”… “કહેવા જેવું હોય તો એક જ છે કે એ મુસલમાન નથી.
દેશના આઠ કરોડ મુસલમાનોમાંથી (તે સમયની વસ્તી) તને નેવિલ જેવો કે નેવિલથી પણ ચડિયાતો છોકરો નહિ જ મળે એવું થોડું છે ?”… “ડેડી”- દીના ટટ્ટાર થઈ ગઈ ઃ ‘મને માફ કરજો, પણ જયારે તમે જ મારી માતા સાથે લગ્ન કર્યા ત્યારે પણ દેશમાં કરોડો મુસલમાનો હતા. તમે વિધર્મી પારસી પરિવાર (દિનશા પિટિટ) શા માટે પસંદ કર્યા ?..
ત્યારે શું આ કરોડો મુસલમાનોમાં રતનબાઈ (રૂટી) પિટિટ જેવી કન્યા નહોતી ?”… પુત્રી દીનાના હોઠમાંથી છૂટેલા આ શબ્દો જાણે ગોફણમાંથી છૂટેલા પથ્થરો હોય એમ એ સાંભળીને હતપ્રભ થઈ ગયા ! એમની પાસે કોઈ જવાબ નહોતો !… પણ તેઓ માત્ર એટલું જ બોલ્યા ઃ ‘જો એવું કંઈ થશે તો મારા માટે એક પુત્રી તરીકે તારું કોઈ જ સ્થાન નહી રહે !”- અને જતા રહયાં ! પિતાની અવગણના કરીને જિન્નાહની દીકરી દીના નેવિલ વાડિયા જોડે પરણી ગઈ !
બંને એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને વિદેશમાં વસવાટ કર્યો ! આ પછી દીનાનો પણ આ સંસાર લાંબો નથી નભ્યો ! બંને છૂટાં પડી ગયાં અને દીના શેષ જિંદગી ગાળવા અમેરિકા પહોંચી ગઈ ! પિતા જિન્નાહ અને પુત્રી દીનાના સંબંધો ઉપરનું કાયમી આ પૂર્ણિવરામ ! એ પછી બંને કદી નથી મળ્યાં ! ઝીણાએ પોતાના વસિયતનામામાં દીનાને સાવ નજીવો હિસ્સો આપીને રદબાતલ કરી નાખી હતી. એ પછી એક-બે વાર દીનાને પત્ર લખવાનો પ્રસંગ આવ્યો ત્યારે પિતા જિન્નાહે (ઝીણા) પુત્રી દીનાને આ રીતે સંબોધી હતીઃ “ડિયર મિસિસ વાડિયા !!”
ખીડકી –ઝીણા ને મન હંમેશા રાજકીય કારકિર્દીનું રક્ષણ એ મહત્વની વાત હતી. આગાખાનના સાંપ્રદાયિક દબાણ હેઠળ રહેવા માગતા નહોતા એટલે એ ઈસ્માઈલિયા મટીને અશના અશરી સંપ્રદાયને સ્વીકૃત કરી લીધો. એ લાગણીશીલ ખૂબ હતા પણ અપાર અહંકારી હતા. તેથી પ્રેમ કે લાગણીને લીધે જો એમના અહમ્ ને ઠેસ વાગે ત્યારે Ìદયમાનો પ્રેમ ચગદાઈ જતો. રૂટીની દફનક્રિયા વખતે જ ત્રણ કલાક સુધી નર્યા રાજકારણની ચર્ચા કરી રહેલા
ઝીણા
જયારે રૂટીના દેહ ઉપર માટી વાળી દેવામાં આવી ત્યારે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. એટલું જ નહીં, દેશના વિભાજન પછી મુંબઈનું નિવાસસ્થાન કાયમ માટે છોડતી વેળાએ ઝીણાએ કબ્રસ્તાનમાં જઈને રૂટીની કબર પાસે ચોધાર આંસુએ એક કલાક ગાળ્યો હતો. ઝીણાએ કદી કુરાન વાંચ્યું નહોતું, મસ્જિદમાં ગયા નહોતા, નમાજ પઢી નહોતી, જે માંસ તથા શરાબ ઈસ્લામમાં ત્યાજ્ય ગણાયાં હતાં એ ઝીણાની પ્રિય પેય અને ખાદ્ય વાનગી હતાં એવું ઐતિહાસિક આલેખન જણાવે છે ! વિભાજનના થોડા જ મહિનાઓ પછી ગાંધીજીની હત્યા થઈ (૩૦ જાન્યુઆરી, ૧૯૪૮)એ સમાચાર સાંભળીને ઝીણાએ પોતાના કરાંચીના નિવાસસ્થાનના બંગલાની દીવાલોને આઠ ફૂટ ઉંચી કરવાનો આદેશ આપેલ હતો, જેથી પોતાને આવું કશુંક ન થાય ! જીવનના અંતિમ દિવસોમાં પાકિસ્તાન સરકારે ક્વેટા પાસે ઝિયારતમાં સારવાર લઈ રહેલા ઝીણાની ઉપેક્ષા કરી હતી. તેઓ ઉત્તમ તબીબી સારવાર મેળવી શક્યા નહિ. પાકિસ્તાન ખાતેના હિંદી હાઈકમિશ્નર અને આઝાદીની લડતમાં ઝીણાના સહયોગી શ્રીપ્રકાશ જયારે આખરી દિવસોમાં ઝીણાને મળ્યા ત્યારે ઝીણાએ અત્યંત હતાશાપૂર્વક કહયું હતું ઃ ‘શ્રી પ્રકાશ ! મુંબઈનો મારો બંગલો ‘જિન્નાહ હાઉસ’ સરકાર જપ્ત ન કરે તે જોજો! તમે જવાહરલાલ ને કહો કે મારે મુંબઈ આવીને આ બંગલામાં રહેવું છે !” જિન્નાહ હાઉસની આ અવાવરુ ઈમારતમાં ઝીણાની રૂહ ત્યાં ભટકતી હશે કે નહિ એની આપણને ખબર નથી ! દરેક માણસને એનાં છેલ્લાં વરસોમાં જીવી શકવા માટે કશુંક નિમિત્ત જોઈએ છે ! ગાંધીજીના મૃત્યુ વખતે લૂઈ ફિશર નામના બ્રિટિશ પત્રકારે બહુ જ માર્મિક રીતે કહયું હતું કે હવે ઝીણા પણ ઝાઝું જીવશે નહિ… અને જિન્નાહ ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ અલવિદા કરી ગયાં !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.