Western Times News

Gujarati News

વધુ પડતા વિચારો તમને પરીણામ નહીં આપે પણ કારણ વિનાની પીડા ચોકકસ આપશે

માણસ એક વિચારવાન પ્રાણી છે. તે પોતાના વિચારોનો મધ્યમથી જ પોતાનું ભવીષ્ય ઘડે છે. ‘હા’ અને ‘ના’ જેવા બે સાવ નાના શબ્દો બોલવા માટે પણ ઘણું ચિંતન કરવું પડે છે. વિચારોની ગતી એવી હોય છે કે તેને લગામ લગાવી શકાતી નથી. જો વિચારો પર આપણો કાબુ ન રહે તો વિચારો માણસને રોગ તરફ દોરી જાય છે. વાતે વાતે ઓવરથીકીગ કરતો માણસ ન કોઈ બીજાના કામો કરી શકે છે ન તો પોતાના મહત્તમ લોકો વિચારતા વધુ હોય છે. પરંતુ કરતાં ઓછું હોયય છે. જો શરીર અને મન બંને એકસાથે કામમાં લાગેલા રહેશે તો મન આગળ આગળ નહી ભાગી જાય.

વિચારમગ્ન અવસ્થામાં ચુપચાપ બેઠેલા ધર્મીલને મે કહયું કે, સામાન્ય રીતે માણસો બે પ્રકારના વિચારોમાં સરી પડતાં હોય છે. એક ભૂતકાળમાં અથવા ભવીષ્યના તે બારમા ધોરણની પરીક્ષા આપી છે. એટલે મને લાગે છે કે તું આગળના અભ્યયાસ બાબતે વિચારે છે. કે સાચુંને ? તેણે જવાબ આપતા કહયું કે, તમે એકદમ સાચું પકડયું છે.

મારે કયા કોર્સમાં અને કઈ કોલેજમાં જવું એ હું નથી નકકી કરી શકતો. ધર્મીલને જવાબ આપતા મે કહયું કે, ચાલ આજે હું તને કોર્સ પસંદગી વિશે નહી વિચારો વિષે વાત કરું સૌથી પહેલાં એ સમજી લે કે વધુ પડતું વિચારવાની ટેવ તમારા નિર્ણયોને નબળા બનાવે છે. જેમ એક ઈયળ કુંડામાં ગોળ ગોળ ફરે ત્યારે તે પાન સુધી પહોચી શકતી નથી. તેમ જ માણસ પણ એકને એક વિચારો કરીને નિર્ણય સુધી પહોચી શકતો નથી.

અંગ્રેજીમાં એક કહેવત છે. કે વિજ્ઞજ્ઞ વિકાસશક્ષલ બહીક્ષતી વિંચ યયમલય વધુ પડતા વિચારો તમારા કામનીધાર બુઠ્ઠી કરી નાખે છે. જો તમે કોઈઈ વિચારના અંતે નિર્ણય જ ના કરો તો એ સાચો છે કે ખોટો તે વાત કયારેય સમજાશે જ નહી. વધુ પડતા વિચારો તમને પરીણામ નહી આપે પણ કારણ વિનાની પીડા ચોકકસ આપશે. ‘જો’ અને ‘તો’ માત્ર વિચારો પુરતા સીમીત રાખો કારણ કે વ્યવહારમાં ક્રિયાય જ હોય છે. શકયતાઓ નહી.

ધર્મિલે પુછયું કે, શું તમે એવું કહેવા માગો છો મે તને સમજાવ્યો કે વગર વિચાર્યું જે કરે તે પાછળથી પછતાય એ પણ એકદમ સાચું છે. વિચાર કરો, જરૂર પડયે કોઈને સલાહ લો પણ વિચારોના વમળમાં કયારેય ગરકાવ ન થઈ જાઓ. વિચારોના કારણે ઉંઘ ન આવે તમે શું કામ કરો છો એ ભુલી જાઓ, એવું પણ સમયગાળો હોવો જરૂ છે. જોતે એક સમય મર્યાદા કરતા વધુ ચાલે તો એ નિર્ણય પ્રક્રિયામાં બાધક બને છે.

તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મારું ડબલ માઈન્ડ થઈ ગયું. આ ડબલ માઈન્ડ તમને કયારેય શાંતી નહી અનુભવવા દે. નિર્ણય કરતી વખતે માણસ પોતાના અનુભવોનો આધાર લે છે. અને ભવીષ્યને કેન્દ્રમાં રાખી નિર્ણય કરે છે. તમારા વિચારોને એકાગ્ર કરવાની ટેવ પાડો. યોગ્ય નિર્ણય કરવાની કુશળતા કેળવવી હોય તો ધ્યાન કરતા શીખો.

શરૂઆતમાં કોઈ દીવા કે મુર્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો અભ્યાસ કરો. વિચારોની એકસુત્રતા તમને ઝડપથી નિર્ણય કરવામાં ઉપયોગી થશે.
મિત્રો, આપણું મન મુશ્કેલીનું કારણ પણ છે. અને ઉપાય પણ આપણે જયારે નવરા હોઈએ ત્યારે નિર્ણયો લેવાની એક ગેઈમ રમવી જોઈએ. કોઈો એક કાલ્પનીક પરીસ્થિતીમાં જો આપણે હોઈએ તો આપણું શું નિર્ણય લઈશું ?

પરીસ્થિતી કાલ્પનીક હોવાથી નિર્ણય સાચો ખોટો હોવાનો ડર રહેતો નથી અને અભ્યાસ પણ થાય છે. એક વખત તમને નિર્ણય લેવાનીઆદત પડશે તો ધીમે ધીમે તમારું ડીસીઝન મેકીગ ફાસ્ટ થતું જશે. એક વખત નિર્ણય કરો અને પછી મકકમતાથી તમારા નિર્ણય પડખે ઉભા રહો. એટલું યાદ રાખજો કે તમારા નિર્ણયો કદાચ ખોટા હોય તો ચાલશે પણ નબળા તો ન જ હોવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.