Western Times News

Gujarati News

પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદીને 11 નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા સન્માન અપાયું

File

કુંઢેલી, પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી ડો. જગદીશ ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે, હું આજીવન હવેથી શાલ ફુલહાર, સન્માનપત્ર કે મોમેન્ટો જેવી કોઈ સ્થુળ વસ્તુ વડે સન્માન સ્વીકારીશ નહી પરંતુ કોઈને મારું સન્માન કરવું હોય તો સમાજ સેવા કરે. હું એમાં હાજર રહીને મારો ફાળો પણ આપીશ.

સદવિચારથી પ્રેરીત થઈને તાજેતરમાં સુરેન્દ્રનગરમાં રતનપર ખાતે શહેરની સર્વશ્રેષ્ઠ શાળા પ્રદર્શન વિધાલયના સંચાલક મહેશ કાનાણીએ તદન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. તેમાં આશરે પચીસ જેટલા ગામના એક હજારથી વધુ દર્દીઓને નિદાન સાથે ઉપચાર એટલે કે દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. જો કોઈને ઓપરેશનની જરૂર જણાય તો એ પણ તદન નિશુલ્ક કરી આપવાની જાહેરાત કરાઈ હતી.

આ પ્રસંગે ડો.શ્યામ શાહ યુવાન ડોકટર્સની ટીમ લઈને ખાસ ઉપસ્થિત હતા. તેમણે ઉદ્‌ઘાટનમાં જાહેરાત કરી છે. મારા પ્રેરણામુર્તિ એવા ડો.જગદીશ ત્રિવેદીની ૩૩ દિવસમાં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી એવોર્ડ એમ બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા એ નિમીત્તે લોકો જયાં બોલાવે ત્યાં હું મારી પુરી ટીમ સાથે આવીને આવા કુલ ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ તદન નિઃશુલ્ક કરી આપીશ.

આ તકે સ્વામીનારાયણ વિધાર્થી ભુવનના કોઠારી પ.પુ. મહાત્મા સ્વામીએ રામનવમીએ દિવસે તા.૧૭-૪ ના પોતાના ગુરુકુળમાં આ શંખલાનો બીજો કેમ્પ કરવાની જાહેરાત કરી હતી. પ્રધુગઢ શાળાના આચાર્યએ પણ જાહેરાત કરી હતી. સાથે જાણીતા શિક્ષણવીધ મુકેશ નિમાવતે પોતાની અણીન્દ્રા ખાતેની શાળામાં જગદીશ ત્રિવેદીના જન્મદીવસે ચોથા સર્વરોગ નિદાન કેમ્પ કરવાની જાહેરાત કરી છે.

આમ એક કલાકારના સન્માન બદલે સમાજ સેવા” ના સદવિચારથી પ્રેરીત થઈને કુલ ૧૧ જેટલા તદન નિઃશુલ્ક સર્વરોગ નિદાદન કેમ્પ મફત દવા, ઓપરેશન સાથે થશે એ કોઈપણ પદ્મશ્રીને મળેલું અભૂતપૂર્વ સન્માન છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.