Western Times News

Gujarati News

વિઝન સ્કૂલ નડીઆદની અંગ્રેજી માધ્યમની નવી બ્રાન્ચનો પીપલગ ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નડીઆદ ની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિઝન સ્કૂલ, નડીઆદ તથા પીપલગ કેળવણી મંડળ, પીપલગના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ વિધાલય, પીપલગ મુકામે ધો.૯ શ્રી ૧૨ અંગ્રેજી માધ્યમની નવી બ્રાન્ચનો ભવ્ય ઉદઘાટન સમાચૈહ યોજાઈ ગયો.સમારોહમાં ઉદઘાટક અને આશીર્વચન માટે પ.પુ. શ્રી કોઠારી સ્વામી(મ્છઁજી), મહેળાવ, કરમસદ સંતરામ મંદિરના મહંતશ્રી,

પ.પૂ. શ્રી મોરારીદાસજી મહારાજ તથા શ્રી સ્વામીનારાયણ મંદિર-યોગી ફાર્મ, નડીઆદથી પ.પૂ.શ્રી સર્વમંગલ સ્વામી(મ્છઁજી) ખાસ ઉપસ્થિત રહયા હતા, સર્વે સંતોના વરદ હસ્તે શાળાની ઓફીસ તથા વર્ગોનું રીબોન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું.કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થના અને સ્વાગત નત્ય (ગણેશા)થી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટયવિધી કરવામાં આવી.

આ ઉદઘાટન સમારોહમાં અતિથી વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, નડીઆદથી રાજેશભાઈ સુમેરા (ઈ્‌), માનવ સેવા ટ્રસ્ટ, નડીઆદના સ્થાપક મનુ મહારાજ, બી.કે. રૂપેશભાઈ, પીપલગ કેળવણી મંડળના પ્રમુખ જે.ડી. પટેલ તથા મોશન ઇન્સ્ટીટયુટના ડીરેકટર અંબેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા,શાળાના આચાર્યશ્રી સતિષભાઈએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનો, વિધાર્થીઓ, વાલીઓને આવકાર આપી સંસ્થાની પ્રગતિની ઝાંખી રજુ કરી સ્વાગત પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમમાં પ.પૂ. કોઠારી સ્વામીએ સંસ્થામાં અંગ્રેજી માધ્યમનો શુભારંભ થઈ રહયો છે જેનો આનંદ વ્યકત કરી આશીવર્ચન પાઠવ્યા હતા. પ.પુ. મોરારીદાસજી મહારાજે શાળાના નવા સોપાનની મંગલ શરૂઆત માટે આશીવર્ચન આપતા જણાવ્યુ કે, આ સંસ્થાના બાળકો ઉત્તમ પરિણામ સાથે તેજસ્વિતા પુરવાર કરી સફળતાના શિખરો સર કરશે અને મહારાજશ્રીએ શુભચ્છા સંદેશ વ્યકત કરી શાળા સંચાલકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સમારોહમાં આમંત્રણને માન આપી પધારેલ પ.પુ. શ્રી સર્વમંગલ સ્વામીએ વાલીઓ અને વિધર્થીઓને મોબાઈલના દુરપયોગ અને વ્યસનથી મુક્ત રહેવા અનુરોધ કરી આર્શીવચન પાઠવી પોતાનો શુભચ્છા સંદેશ વ્યકત કર્યો હતો.અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત મહાનુભાવો રાજેશભાઈ સુમેરા, મનુ મહારાજ, બી.કે. રૂપેશભાઈ તથા જે. ડી. પટેલે પ્રાસંગિક પ્રવચનો કરી પોતાનો શુભચ્છા સંદેશ પાઠવ્યો હતા.

મોશનના ડીરેકટર અંબેશભાઈએ ખેડા જિલ્લાની નામાંકિત વિઝન સ્કૂલ સાથે જોડાવવા બદલ આનંદ વ્યકત કર્યો અને ધો.૯માં ત્નઈઈ/દ્ગઈઈ્‌ નો ફાઉન્ડેશન કોર્ષ અને ધો.૧૧, ૧૨ સાયન્સમાં છૈંઇ લાવવા પુરો પ્રયત્ન કરવા અને સચોટ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશ તેવી રજુઆત કરવામાં કરી હતી.

વિઝન સ્કૂલ ઓફ સાયન્સ, નડીઆદના ડીરેકટર જિગ્નેશભાઈ પટેલે પોતાના પ્રભાવક શાબ્દિક આલેખનથી ઉપસ્થિત વિધાર્થીઓ તથા વાલીઓને માહીતી આપતા જણાવ્યુ કે ધો.૧૧,૧૨નો અભ્યાસ બાળકની કારકિર્દી માટે કેટલો મહત્વનો છે તેમજ સાયન્સ માટે કેવી શાળા પસંદ કરવી જોઈએ તેના વિવિધ સુંદર ઉાહરણો રજુ કર્યા હતા.

કાર્યક્રમના અંતમાં ડીરેકટર પ્રવિણભાઈએ પોતાની આગવી પ્રખર શૈલીમાં કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, સરપંચશ્રીઓ, તથા વિદ્યાર્થી, વાલીઓનો આભાર આભાર માની આભારદર્શનની વિધી પૂર્ણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલભાઇએ કર્યું હતુ. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી સમુહ ભાજન સાથે કાર્યક્રમનાં પૂર્ણાહુતી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.