Western Times News

Gujarati News

PNB હાઉસિંગ ફાઈનાન્સે ત્રિમાસિકમાં સતત 3 ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવાની સાથે નાણાકીય વૃદ્ધિ દર્શાવી

·         નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં ઈન્ડ-રાઈકરા અને કેર દ્વારા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું

1 એપ્રિલ2024: દેશની ટોચની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકી એક પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના ક્રેડિટ રેટિંગ અપગ્રેડ થયા છે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં ઈન્ડિયા રેટિંગ્સઈકરા અને કેર દ્વારા કંપનીનું રેટિંગ સ્થિર આઉટલૂક સાથે AAમાંથી સુધારી AA+ કરવામાં આવ્યું છે. આ રેટિંગમાં સુધારો પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની એસેટ ક્વોલિટીમાં સુધારો

મજબૂત માર્કેટ સ્થિતિડાયવર્સિફાઈડ રિસોર્સ પ્રોફાઈલ અને અસરકારક કેપિટલ મેનેજમેન્ટને આભારી છે. વધુમાં આ ત્રણેય એજન્સીઓએ કંપની દ્વારા ઉંચા યીલ્ડ અને વ્યાજદરો માર્જિન મેળવવા અને નફાકારકતામાં વધારો કરવા માટે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ રોશનીના વિસ્તરણ સાથે રિટેલ લોન બુક પર સ્પષ્ટ ફોકસને પણ ધ્યાનમાં લેતાં બિરદાવવામાં આવી છે.

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના એમડી અને સીઈઓ શ્રી ગિરીશ કૌસગીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ પૂર્ણ થવાની સાથે ઈન્ડિયા રેટિંગ્સઈકરા અને કેર રેટિંગ દ્વારા ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવાના મુદ્દે અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. આ સિદ્ધિ અમારા બિઝનેસ પર્ફોર્મન્સને વેગ તેમજ મહત્વના નાણાકીય પરિણામો હાંસલ કરવા પ્રોત્સાહન આપે છે. અમે નવા નાણાકીય વર્ષમાં અમારા મુખ્ય સ્ટેકહોલ્ડર્સ સાથે મળી નવા ઉત્સાહ અને જુસ્સા સાથે પ્રવેશ કરવા તૈયાર છીએઅમારા લાંબાગાળાના લક્ષ્યાંકોને અસરકારક રીતે પૂર્ણ કરવાનો મોમેન્ટમ જાળવી રાખીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.