Western Times News

Gujarati News

નડિયાદ રેલવે પોલીસે પરપ્રાંતિય ઈસમ પાસેથી ૪.૪૦ કિલો ગાંજો પકડી પાડ્‌યો

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ રેલવે સ્ટેશને કલકત્તા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી બેગમાં રૂપિયા ૬૦,૪૦૦ ની કિંમત નો ૪ કિલો ૪૦ ગ્રામ ગાંજો નો જથ્થો છુપાવી લઈને જતાં એક પરપ્રાંતિય ઈસમ ને નડિયાદ રેલવે પોલીસે ઝડપી પાડ્‌યો છે અને પ્રાથમિક તપાસમાં પરપ્રાંતિય ઈસમને આ નસીલા ગાંજા નો જથ્થો અમદાવાદ સાબરમતી ખાતે રહેતા વિપુલ સુથાર નામના ઇસબને પહોંચાડવાનો હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ નડિયાદ રેલવ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ખાતે વહેલી સવારના સમયે કલકત્તા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી જેથી સાબદી બનેલ નડિયાદ રેલવે પોલીસ પો.સ.ઈ વાય.એસ.રાજપુત તથા તેમની ટીમે ટ્રેનમાંથી ઉતારતા પેસેન્જર ઉપર વોચ શરૂ કરી હતી આ સમયે રેલ્વે સ્ટેશન ખાતે આવેલ પાર્સલ ઓફિસ પાસેના વચ્ચેના બ્રિજ પર થી ખભે બેગપેગ ભરવી શકમંદ હાલતમાં ઉતરેલ લલન પ્રમોદ સિંહ રહે મધુબાની બિહાર પોલીસને જોઈ ગભરાઈ ગયો હતો

જેથી પોલીસે તેને અટકાવ્યો હતો અને પોલીસે તેની પાસેની બેગની તલાસી હાથ ધરી હતી તે દરમિયાન પોલીસને બેગમાંથી સેલોટેપ મારેલ ત્રણ પાર્સલમાં છુપાવીને રાખવામાં આવેલ નસીલો ગાજા નો ૪ કિલો ૪૦ ગ્રામ કિંમત રૂપિયા ૬૦ ૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે લલન પ્રમોદ સિંહ ની અટકાયત કરી નસીલો ગાંજો તેમજ એક મોબાઇલ અને રોકડા રૂપિયા ૯૪૦ સહિત કુલ રૂપિયા ૬૬,૪૪૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો

બાદ પોલીસે હાથ ધરેલ લલન પ્રમોદ સિંહ ની પ્રાથમિક પૂછપરછમાં તેને આ નશીલા ગાંજાનો જથ્થો બિહારના કરનારગઢ રેલવે સ્ટેશન ખાતેથી નયન બંગાળી નામના ઈસમે આપ્યો હતો જે જથ્થો તેના કહેવા મુજબ અમદાવાદ સાબરમતી ના વિપુલ સુથાર નામના ઇસમને પહોંચાડવાનો હોવાનું ખુલાસો થયો હતો દરમિયાન નડિયાદ રેલવે પોલીસે આ મામલે નાર્કોટિક્સ નો ગુનો નોધી વોન્ટેડ આરોપી ઝારખંડ ધનબાદના નયન બંગાળી અને અમદાવાદ સાબરમતીના વિપુલ સુથાર નામના ઇસમોની શોધખોળ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.