વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જુઆન વિસેન્ટનું ૧૧૪ વર્ષે થયું નિધન
કારાકસ, વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જુઆન વિસેન્ટ પેરેજ મોરાનું ૧૧૪ વર્ષની વયે અવસાન થયું છે. જુઆન વિસેન્ટ વેનેઝુએલાનો રહેવાસી હતા. ફેબ્›આરી ૨૦૨૨માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા હતા.
એ સમયે તેમની ઉંમર ૧૧૨ વર્ષને ૨૫૩ દિવસ હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જુઆન વિસેન્ટના મોતની જાણકારી આપી હતી.
જુઆનનો જન્મ ૨૭ મે ૧૯૦૯ના રોજ થયો હતો. તેમને ૧૧ પુત્ર, ૪૧ દોહિત્ર-પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પૌત્રી અને ૧૨ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે.ગિનીઝના રિપોર્ટ અનુસાર, જુઆન વ્યવસાયે ખેડૂત હતા. તેમણે પોતાની લાંબી ઉંમરનાં રહસ્ય અંગે કહ્યું હતું કે રોજ કઠોર મહેનત, સમય પર આરામ કરવો અને રોજ એક ગ્લાસ શેરડીમાંથી બનેલો દારુ પીવો.
પાંચ વર્ષની ઉંમરમાં જુઆને પોતાના પિતા અને ભાઇઓની સાથે ખેતી કામ કરવાનુ શરું કર્યું હતું. તેઓ શેરડી અને કોફીની ખેતીમાં મદદ કરતા હતા. ત્યાર પછી તેઓ શેરિફ (લોકલ પોલિસ અધિકારી) બની ગયા અને પોતાના ક્ષેત્રમાં જમીન સંબંધિત મામલા ઉકેલવા માંડ્યા.
જોકે, આ દરમિયાન પણ તેમણે ખેતીકામ ચાલું રાખ્યું હતું. વર્ષ ૧૯૩૮માં જુઆને એડિઓફિના ગાર્સિયા નામની મહિલા સાથે લગ્ન કરી લીધા. તેમની પત્નીનું મોત ૧૯૯૭માં થયું હતું. ૨૦૨૨માં જ્યારે જુઆનને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા, ત્યારે તેમને કોઇ ગંભીર બીમારી ન હતી.
તેઓ કોઈ ખાસ દવા લેતા ન હતા. તેમને પોતાના બાળપણની વાતો વધુ યાદ હતી. તેમને કેક, સૂપ અને એવોકેડો ખાવાનું ખૂબ પસંદ હતું. સ્પેનના સૌથી વૃદ્ધ વ્યક્તિ ડે લા પુએન્તે ગાર્સિયાનું ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૧૧૨ વર્ષને ૩૪૧ દિવસની ઉંમરમાં મોત થયું હતું.
ત્યાર પછી જુઆનને વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનો તાજ મળ્યો હતો. આ પહેલા ગત માર્ચ મહિનામાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું અવસાન થયું હતું.
દક્ષિણ આળિકામાં રહેનારી જોહાના માજિબુકો ૧૨૮ વર્ષની હતી. તેમનો જન્મ ૧૮૯૪માં થયો હતો. જોહાનાને ૭ બાળકો, ૫૦થી વધુ દોહિત્ર-દોહિત્રી, પૌત્ર-પૌત્રી અને પ્રપ્રૌત્ર-પ્રપૌત્રી હતી. જોહાનાએ ક્યારેય અભ્યાસ કર્યો ન હતો. એ ખેતરોમાં કામ કરતી હતી. તેમણે ૧૯૧૪માં થયેલા પ્રથમ વિશ્વયુદ્ધ, ૧૯૩૯માં દ્વિતીય વિશ્વયુદ્ધ જોયું હતું. સ્પેનિશ ફ્લૂથી લઈને કોરોના મહામારીનો સામનો કર્યો હતો.SS1MS