Western Times News

Gujarati News

SGVP મેમનગર ગુરૂકુળ ખાતે શાળા/કૉલેજના વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના શપથ લીધા

લોકસભા ચૂંટણી 2024 અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,અમદાવાદ શહેર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત SGVP મેમનગર ગુરૂકુળ ખાતે હોસ્ટેલમાં રહેતા તેમજ શાળા/કૉલેજના અંદાજિત 525 જેટલા વિદ્યાર્થીઓ/યુવામતદારો તેમજ શિક્ષકોને સ્વીપ મતદાન પ્રવૃત્તિના મદદનીશ નોડલ ઓફિસર  દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું

તથા અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મતદાનના દિવસે પોતાના જિલ્લામાં જઈને મતદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.