Western Times News

Gujarati News

આ ત્રણ રાજ્યોમાં BJPને ઉમેદવારો ઉભા કરવામાં રસ નથી

ત્રણ રાજ્યોમાં ૫ સીટો પર ૧૯ એપ્રિલે મતદાન થશે-ભાજપ મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડમાં ઉમેદવારો ઉભા નહીં કરે

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ભાજપ ૪૦૦ પ્લસના મિશન સાથે લોકસભાની ચૂંટણી લડી રહી છે. ભાજપ લોકસભામાં હેટ્રીક ફટકારવા માગે છે. ભાજપે આ ટાર્ગેટને પાર કરવા માટે હિન્દી બેલ્ટ સિવાય દક્ષિણ ભારત પર ખાસ ફોક્સ કર્યું છે.

પૂર્વમાં ધીમેધીમે ભાજપ મજબૂત થઈ રહ્યું છે. મોદી અને અમિત શાહ વારાફરતી સાઉથ અને ઉત્તર ભારતમાં પ્રચાર કરી રહ્યાં છે. આમ છતાં દેશમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં ભાજપ ચૂંટણી જ લડવાનું નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. ભારતીય જનતા પાર્ટી મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો ઉભા નહીં કરે.

ભાજપે નિર્ણય કર્યો છે કે તે આ રાજ્યોના પ્રાદેશિક પક્ષોને સમર્થન આપશે. આ ત્રણ રાજ્યોમાં ૫ સીટો પર ૧૯ એપ્રિલે મતદાન થશે. ભાજપ લોકસભામાં પોતાની બેઠકોની સંખ્યા વધારવા માટે મહત્તમ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે ત્યારે મેઘાલયમાં એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખવાના ભાજપના નિર્ણયે આશ્ચર્ય સર્જ્‌યું છે. ભાજપે એનડીએના ગઠબંધનના ભાગરૂપે આ રાજ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. મેઘાલયમાં લોકસભાની બે બેઠકો છે.

ભાજપે પોતાના સાથી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી માટે બંને બેઠકો છોડી દીધી છે. મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટીને પ્રોત્સાહન આપવા માટે, ભાજપે લોકસભા ચૂંટણી માટે શિલોંગ અને તુરા બંને બેઠકો પર એનપીપી ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મેઘાલયમાં બે અને મણિપુરની એક સીટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મણિપુર મતવિસ્તારના બહારના ક્ષેત્રમાં દ્ગઁહ્લ અને નાગલેન્ડમાં દ્ગડ્ઢઁઁ ને આગામી ૨૦૨૪માંની લોકસભા ચૂંટણીમાં સમર્થન આપશે.”

કેબિનેટ મંત્રી એએલ હેક સહિત મેઘાલયની શિલોંગ અને તુરા બંને બેઠકો પરથી ચૂંટણી લડવા માટે કુલ છ ઉમેદવારોએ ટિકિટ માટે અરજી કરી છે. ભાજપે પણ લક્ષદ્વીપમાં અજીત જૂથના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ૪૦૦નો ટાર્ગેટ પ્લસ કરવા માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.