Western Times News

Gujarati News

ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગનું દેશવ્યાપી હાજરીનું લક્ષ્ય, 15 સ્ટેડિયમનું મૂલ્યાંકન કર્યું

  • આઈએસઆરએલની સિઝન 2 વધુ મોટીવધુ બોલ્ડ અને વધુ ઝડપી બનશે
  • સિઝન 1ની સિદ્ધિઓઃ
  • ત્રણ દાયકાના અંતરને ઓછું કર્યુ તથા પોતાની પ્રોડક્ટ્સ બતાવવા માટે ઓટોમોબાઇલ એન્સીલરી કંપનીઓ માટે ડાયનેમિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપ્યું
  • ભારતમાં મોટરસ્પોર્ટ્સ વ્યૂઅરશિપ માટે મજબૂત પાયો નાંખ્યોદેશભરના ઉત્સાહીઓની કલ્પના સાકાર કરી
  • આઈએસઆરએલ સિઝન 2માં આનાથી વધુ બહોળા પ્રેક્ષકવર્ગ માટે નવી ક્ષિતિજો શોધવા માટે તૈયાર

પૂણે, ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ) દેશભરમાં તેની પહોંચ વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજના સાથે તેની બીજી સિઝન માટે તૈયારી કરી રહી છે. ભવિષ્યની સંભવિત રેસ માટે 15 સ્ટેડિયમોનું મૂલ્યાંકન કરતા આઈએસઆરએલ તેની પહેલી સિઝનની સફળતાનો લાભ લેવાનો ધ્યેય ધરાવે છે. સિઝન 1માં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થઈ હતી અને દરેક સ્ટેડિયમ 90 ટકાથી વધુ ક્ષમતાથી કામ કર્યું હતું Indian Supercross Racing League aims for nationwide footprint, evaluates 15 Stadiums.

અને એકંદરે 30,000થી વધુ પ્રેક્ષકોને આકર્ષિત કર્યા હતા જે ભારતમાં મોટરસ્પોર્ટ્સમાં એક નવો બેન્ચમાર્ક છે. આ ઉપરાંતલીગે ઓનલાઇન તથા પ્રિન્ટમાં પ્રશંસનીય ઇમ્પ્રેશન હાંસલ કરીહતી જે વિવિધ પ્લેટફોર્મ્સ પર કરોડો દર્શકો સુધી પહોંચી હતી. ચાહકો અને સહભાગીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે સિઝન 2 વધુ મોટીવધુ બોલ્ડ અને વધુ ઝડપી બનવાનું વચન આપે છે.

 આઈએસઆરએલની પહેલી સિઝનમાં અનેરી ઝડપ અને કુશળતા જોવા મળી છે જેમાં ભાગ લેનારી 6 ફ્રેન્ચાઈઝી ટીમમાં પાંચ સ્પર્ધાત્મક રેસ કેટેગરીમાં ટોચના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય રાઇડર્સ પૈકીના 48 રાઇડર્સ જોવા મળ્યા હતા જેમને 3 અભૂતપૂર્વ સ્થળોએ ઉત્સાહી લોકોએ અભિવાદન કર્યું હતું. લીગની પ્રથમ સિઝનને પ્રચંડ સફળતા મળી હતી જેના પગલે સ્ટેડિયમમાં ઉત્સાહી ચાહકો ખેંચાઈ આવ્યા હતા.

 ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ)ને ઝડપથી લોકપ્રિયતા મળી રહી છે અને મોટી સંખ્યામાં ચાહકોને આકર્ષી રહી છે ત્યારે નવા સ્ટેડિયમોની જરૂરિયાત હવે અનિવાર્ય બની ગઈ છે.

સમગ્ર ભારતમાં 15 સ્ટેડિયમોનું મૂલ્યાંકન કરીને આઈએસઆરએલ વધુ પ્રદેશોમાં તેની પહોંચ વિસ્તારવાનો ઉદ્દેશ ધરાવે છે અને ચાહકોને લાઇવ સુપરક્રોસ એક્શનની વધુ એક્સેસિબિલિટી આપે છે. વિશ્વભરના એથ્લીટ્સ તથા ગ્લોબલ બ્રાન્ડ્સની લીગ સાથે જોડાવવા માટેની તત્પરતા માટેની અનેક ઇન્ક્વાયરી વૈશ્વિક સ્તરે આઈએસઆરએલના વધતા કદનો પુરાવો છે.

 ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી વીર પટેલે ભવિષ્ય માટે તેમની રોમાંચ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આઈએસઆરએલની પ્રારંભિક સિઝનની સફળતા ખૂબ જ અભૂતપૂર્વ રહી છે અને તેણે ગ્લોબલ મોટરસ્પોર્ટ્સ ક્ષેત્રે અમારી સ્થિતિ મજબૂત બનાવી છે તેમજ અમરા વધતા પ્લેટફોર્મ સાથે જોડાવા માટે તત્પર બ્રાન્ડ્સમાં નોંધપાત્ર રસ જગાડ્યો છે. ભારતમાં હાલ 20 મિલિયન ચાહકોને જોડતી સુપરક્રોસ પ્રચંડ વૃદ્ધિ માટે તૈયાર છે.

આગામી 3 વર્ષોમાં અમરા ઉદ્દેશ 150 મિલિયન ચાહકો સુધી પહોંચવાનો છે અને સુપરક્રોસને ભારતમાં નવી ઊંચાઈએ પહોંચાડવા તેમજ અત્યંત ઝડપતી વિકસી રહેલી સ્પોર્ટ્સ બનાવવાનો છે. ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સિઝન 2 માટે અમે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે અમે ચાહકો અને સહભાગીઓ તરફથી અભૂતપૂર્વ સપોર્ટથી રોમાંચિત છીએ જે અમને વધુ મોટાવધુ બોલ્ડ અને વધુ ઝડપી અનુભવ તરફ દોરી જાય છે.”

 આગામી સિઝન આંતરરાષ્ટ્રીય ટેલેન્ટ માટે આકર્ષણનું કેન્દ્ર તથા ગ્લોબલ બ્રાન્ડ્સ માટે વિવિધ ઓડિયન્સ સમક્ષ તેમની પ્રોડક્ટ્સ તેમજ સર્વિસીઝ બતાવવા માટેનું પ્લેટફોર્મ બનવાનું વચન આપે છે. પહેલી સિઝને મજબૂત પાયો નાંખ્યો હતો અને ભારતમાં મોટરસ્પોર્ટ્સની વ્યૂઅરશિપમાં નવા માપદંડો સ્થાપિત કર્યા હતા. તેણે બહોળા પ્રેક્ષકવર્ગને તેમની પ્રોડક્ટ્સ બતાવવા માટે ઓટોમોબાઇલ એન્સીલરી કંપનીઓને એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું અને ત્રણ દાયકા લાંબા અંતરને પૂરીને ડાયનેમિક ઓટોમોટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપ્યું હતું. બીજી સિઝન તેની પહેલી સફળતાન લાભ લેવાનોનવી ક્ષિતિજો શોધવાનો તથા સમગ્ર ભારત તેમજ વિશ્વના વધુને વધુ ચાહકોને સુપરક્રોસની દિલધડક એક્શન પૂરી પાડવાનો ધ્યેય ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.