Western Times News

Gujarati News

બાબરી ધ્વંસ, ગુજરાત રમખાણ સહિતના વિષયો ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાંથી દૂર કરાયા

‘ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર’માં જ બાબરી મસ્જિદ અને ‘હિંદુત્વ રાજકારણ’ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે.

(એજન્સી)નવી દિલ્હી, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ ધોરણ ૧૨ ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે. વાત જાણે એમ છે કે, પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, ૨૦૦૨ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓ સંબંધિત કેટલાક સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પુસ્તક શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ થી લાગુ કરવામાં આવશે. In ‘Indian Politics: New Chapter’ itself, references to Babri Masjid and ‘Hindutva politics’ have also been removed.

તાજેતરના વર્ષોમાં પુસ્તકોમાંથી ઘણા સંવેદનશીલ વિષયો દૂર કરવામાં આવ્યા છે. એનસીઈઆરટીએ તેની વેબસાઈટ પર આ ફેરફારો જાહેર કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન શાળાઓમાં એનસીઈઆરટી પુસ્તકો ભણાવવામાં આવે છે. દેશમાં આ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા લગભગ ૩૦ હજાર છે.

ઝ્રમ્જીઈ બોર્ડની શાળાઓ ભારતના લગભગ દરેક ભાગમાં હાજર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો જોવા મળે છે. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ ‘ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર’ નામના પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં ‘અયોધ્યા ધ્વંસ’નો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે.

પ્રકરણમાં ‘રાજકીય ગતિવિધિની પ્રકૃતિ માટે રામજન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વંસનો વારસો શું છે?’ તેને બદલીને રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?’ કરવામાં આવ્યું છે. એનસીઈઆરટી્‌નું કહેવું છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી પ્રશ્નોના જવાબોને નવા ફેરફારો સાથે જોડી શકાય. ‘ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર’માં જ બાબરી મસ્જિદ અને ‘હિંદુત્વ રાજકારણ’ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે.

આ પ્રકરણમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું. લોકશાહી અધિકાર નામના ૫મા પ્રકરણમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે. એનસીઈઆરટીનું કહેવું છે કે, આ ઘટના ૨૦ વર્ષ જૂની છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.