Western Times News

Gujarati News

આ ટ્રેનમાં માત્ર 4.45 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે વંદે ભારત ટ્રેન હોટ ફેવરિટ બની છે. ત્યારે તમારી મનગમતી ટ્રેન તમને ઓછા સમયમાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચાડશે. કારણ કે રેલવે તંત્ર દ્વારા ટ્રેનની ઝડપ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે વંદેભારત ટ્રેન તમને માત્ર ૪ કલાક ૪૫ મિનિટમાં મુંબઈ પહોંચાડી દેશે.

ભારતીય રેલવેએ મિશન રફ્તારની શરૂઆત કરાવી છે. જે અંતર્ગત એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવાની કામગીરી ચાલી રહી છે. આ કારણે મુસાફરોનો સમય બચશે. આ માટે અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-દિલ્હીની રેલવે લાઈન પર કામ ચાલી રહ્યું છે. મુંબઈ-દિલ્હી ટ્રેકની ક્ષમતા અપગ્રેડ કરવામાં આવી છે. જેથી અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-નાગડા લાઈન પરના કુલ ૧૨૬ રેલ બ્રિજને પણ ૧૬૦ કિમીની ઝડપે સક્ષમ બનાવાયા છે.

જેથી જલ્દી જ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદેભારત ટ્રેનનો સમય ઘટી જશે. અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનની ઝડપ વધારાશે. જેથી હવે અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન ૪.૪૦ કલાકમાં સફર પૂર્ણ કરશે. મિશન રફ્તારને પગલે ૪૫ મિનિટથી ૪ કલાક સુધીને સમય બચી જશે. એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે. હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈ સ્પીડ ૧૩૦ની ઝડપે દોડી રહી છે. જે હવે ૧૬૦ની ઝડપે દોડશે.

ન માત્ર વંદે ભારત ટ્રેન પરંતું રેલવે દ્વારા અન્ય ટ્રેનોની પણ ઝડપ વધારાશે. જેથી આ ટ્રેનો પણ તેમના નિયત સમય કરતા વહેલા મુસાફરોને પહોંચાડશે. જોકે, સમય ઘટવાથી ભાડામાં કોઈ ઘટાડો નહિ થાય, માત્ર ઝડપ વધવાથી પહોંચવાના સમયમાં ઘટાડો થશે. હવેથી તમામ વંદેભારત ટ્રેનો, શતાબ્દી, રાજધાની, દુરન્તો અને એક્સપ્રેસ જેવી ટ્રેનો ૧૬૦ કિમીની ઝડપે દોડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.