Western Times News

Gujarati News

પોલીસને જોઈ દારૂની બોટલો ભરેલી ભાગવા જતો ચાલક ગાડી મૂકી ડુંગરે ચડી ગયો

વાહન ચેકિંગ સઘન બનાવતાં કારમાં લવાતી વિદેશી દારૂની ૫૨૮ બોટલો સાથે મુદ્દામાલ કબજે

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં પાલ ચેકપોસ્ટ નજીકથી સતત બીજા દિવસે પણ વાહન ચેકિંગ સઘન બનાવતાં કારમાંથી મળી આવેલ રૂ ૬૩ ૩૬૦ની કિંમતની વિદેશી દારૂની ૫૨૮ બોટલો ., રૂ ૪ લાખની કાર સહિત રૂ૪.૬૩ લાખનો મુદ્દામાલ ચિઠોડા પોલીસે કબજે લીધોછે અને પોલીસે પીછો કરતા રોડની સાઈડમાં વર્ના ગાડી મૂકી ડુંગરે ચડી જઈને અંધારાનો લાભ લઈને ચાલક ફરાર થઈ જતા

એની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોધીને ચિઠોડા પોલીસે એને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જિલ્લામાં પ્રોહીબીશન ગુનાઓની ગેરકાયદેસર હેરાફેરી અંકુશમા પ્રોહીબીશનના કેસો ઝડપી કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલી સૂચના અનુસાર આજરોજ ચિઠોડા પો.સ.ઇ આર.એલ.દેસાઇ અને પોલીસ સ્ટાફ ચેક પો.સ્ટ પાસે વાહન ચેકીંગમા હતા

તે દરમ્યાન એક ફોરવ્હીલ ગાડી આવતા તેને હાથનો ઈશારો કરીને ઉભીરાખવા જતા પોલીસને જોઇ પાછી વાળવા પ્રયાસ કરતા પોલીસે સરકારી વાહનથી પીછો કરતા એ કારનો ચાલક રોડની સાઇડમાં કાર મુકી અંધારાનો લાભ લઇ ડુગર તરફ ભાગી ડુંગર તરફ્‌ક અંધારાનો લાભ લઈને નાસી છુટ્યો હતો. બીજી તરફ પોલીસે હ્યુંડાઇ કંપનીની

આ વર્ના કારની તલાશી લેતા તેમાંથી વિદેશી બિયરના કુલ બોક્ષ નંગ-૨૨ જેમા બિયરની કુલ બોટલ નંગ ૫૨૮ જેની કુલ કિં.રૂ. ૬૩, ૩૬૦/- તથા વરના ગાડીની કિં.રૂ.૪,૦૦, ૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪, ૬૩, ૩૬૦/- નો મુદ્દામાલ મળી આવતા કિં.રૂ.૪, ૬૩, ૩૬૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

આમ સત્તત બીજા દિવસે પણ પાલ ચેકપોસ્ટ પાસેથી ગુજરાતમાં ઘૂસાડાતા વિદેશી દારૂ તેમજ વર્ના કાર કબજે લેવામાં આવ્યા છે. અલબત્ત. આ કારનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હોઈ આ વોન્ટેડ આરોપીને ઝડપી લેવા માટે કારના રજિસ્ટ્રેશન નંબર આધારે પોલીસે કવાયત હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.