Western Times News

Gujarati News

દિલ્હી મેટ્રોમાં ફરી બબાલ થઈ, એક દારૂડીયો લેડીઝ કોચમાં ઘૂસી ગયો

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો

જ્યારે મહિલાઓ તેને ત્યાંથી જવાનું કહે છે, ત્યારે તે ઉભો થાય છે અને ડોલતાં-ડોલતાં કહે છે – તમીઝ સે…!

નવી દિલ્હી,દિલ્હી મેટ્રો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે નશામાં ધૂત એક વ્યક્તિ લેડીઝ કોચમાં ઘૂસી ગયો. જ્યારે મહિલાઓએ વારંવાર તેને સીટ પરથી ઉઠીને બીજા કોચમાં જવા માટે કહ્યું ત્યારે તે એવા સ્વેગ સાથે ઉભો થયો કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. દિલ્હી મેટ્રોના વીડિયો કોઈને કોઈ કારણોસર અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

હવે ફરી એકવાર આવા જ એક કારણોસર દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એમ તો દિલ્હી મેટ્રોમાં મહિલા મુસાફરો માટેના રિઝર્વ્ડ કોચમાં પુરૂષોને પ્રવેશ કરવો એ મોટી સમસ્યા છે.

ઘણી વખત સમજાવવામાં આવે ત્યારે તેઓ માની જાય છે, અને કેટલીકવાર દલીલ થઈ જાય છે. ત્યારે આ વખતે જે બન્યું છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ વાયરલ વીડિયો માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કથિત રીતે દારૂના નશામાં એક વ્યક્તિ મહિલા કોચની સીટ પર બેઠો છે. ફરી એકવાર દિલ્હી મેટ્રો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે નશામાં ધૂત એક વ્યક્તિ લેડીઝ કોચમાં ઘૂસી ગયો. જ્યારે મહિલાઓ તેને ત્યાંથી જવાનું કહે છે, ત્યારે તે ઉભો થાય છે અને ડોલતાં-ડોલતાં કહે છે – તમીઝ સે…!

આ વીડિયો ક્યારનો છે તેની હાલમાં પુષ્ટિ થઈ નથી, પરંતુ આ બાબતથી ફરી એકવાર દિલ્હી મેટ્રોમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે.આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. સેંકડો યુઝર્સે આ વીડિયો પર રીએક્શન આપ્યું છે. કેટલાક યુઝર્સે કહ્યું કે આવા લોકો મેટ્રોમાં ઘૂસી કેવી રીતે જાય છે. અન્ય લોકોએ કહ્યું કે સૌથી વધારે મનોરંજન મેટ્રોમાં થવા લાગ્યું છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.