Western Times News

Gujarati News

બાલાઘાટના બસપાના ઉમેદવારે લોકસભા ટિકિટ આવતા ઉમેદવારે ઘર છોડ્યું

મધ્યપ્રદેશના બાલાઘાટથી બસપાની ટિકિટ પરથી લોકસભા ચંટણી લડી રહેલા ઉમેદવાર ડેમ પર ઝૂંપડી બાંધીને રહી રહ્યાં છે

નવી દિલ્હી,લોકસભા ચૂંટણીમાં વળી પાછો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. પત્ની કોંગ્રેસની ધારાસભ્ય છે તો પતિ બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. બન્ને પાર્ટીઓની વિચારધારા અલગ અલગ હોવાથી મતભેદો સર્જાઈ શકે છે તેથી પતિ ઘર છોડીને ચાલ્યો ગયો છે અને કહ્યું કે હવે તે ૧૯ એપ્રિલ મતદાન પૂર્ણ થયા બાદ ઘેર પાછો ફરશે. મધ્ય પ્રદેશના બાલાઘાટથી બસપાના લોકસભા ઉમેદવાર કાંકર મુંજારેએ શનિવારે કહ્યું હતું કે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે.

તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન જુદી જુદી વિચારધારાઓ ધરાવતા બે વ્યક્તિઓએ એક છત નીચે ન રહેવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ કાંકર મુંજરેએ કહ્યું કે તેઓ ૧૯ એપ્રિલે મતદાનના દિવસ બાદ ઘેર પાછા આવશે. કાંકર મુંજારેએ એવું કહ્યું કે મેં મારુ ઘર છોડી દીધું છે અને ડેમ નજીક એક ઝૂંપડીમાં રહું છું. તેમણે જણાવ્યું હતું કે, “જો જુદી જુદી વિચારધારાઓને અનુસરતા બે વ્યક્તિઓ એક જ છત હેઠળ રહે છે, તો લોકો વિચારશે કે તે મેચ ફિક્સિંગ છે.

નવેમ્બર ૨૦૨૩ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની અનુભા મુંજરેએ ભાજપના હેવીવેઇટ ગૌરીશંકર બિસેનને હરાવ્યાં હતા. તેમણે કહ્યું કે તેના પતિના વલણથી દુઃખી છે અને દાવો કર્યો છે કે એક મહિલા મૃત્યુ સુધી પતિના ઘેર રહેવા જતી હોય છે. અમારા લગ્નને ૩૩ વર્ષ થયા છે અને અમે અમારા પુત્ર સાથે ખુશીથી રહીએ છીએ.

અનુભા મુંજારેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના વફાદાર કાર્યકર છે અને બાલાઘાટથી પાર્ટીના ઉમેદવાર સમ્રાટ સારસ્વત લોકસભાની ચૂંટણી જીતે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરશે. પરંતુ પ્રચાર દરમિયાન પતિ વિરૃદ્ધ એક શબ્દ પણ નહીં બોલે બસપા ઉમેદવાર કંકર મુજારાએ પત્ની અનુભાને ઘર છોડવાનું કહ્યું હતું કે પરંતુ અનુભાએ ઘર છોડવાનો ઈન્કાર કરતાં એવું કહ્યું કે પુત્રી પિયરેથી જાય છે અને સાસરિયામાંથી અર્થી ઉઠે છે. આ પછી કંકરને લાગ્યું કે તેમનું ઘર છોડવું વધારે સારું છે અને તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયા અને ડેમ પર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.