Western Times News

Gujarati News

સગીરાને નોકરીની લાલચમાં લાવી દેહવેપારમાં ધકેલી

૧૫ લોકોએ હવસ સંતોષી, અશ્લીલ ડાન્સ કરાવતા

ધાગા કટિંગનું કામ કરતી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાનું કહી અપહરણ કરવામાં આવ્યું હતું

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવ તસ્કરી અને સેકસ રેકેટનો પર્દાફાશ થયો છે. ધાગા કટિંગનું કામ કરતી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાનું કહી અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ રાજસ્થાન ખાતે લઈ જઈ દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ નાગોર જિલ્લાના એક હોટેલમાં લઈ ગયા બાદ ટૂંકા વસ્ત્રો પહેરાવી અશ્લીલ ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો.

જેમાં ૧૫ જેટલા લોકોએ પોતાની હવસ સંતોષી હતી. સગીરાના અપહરણ અને તેણીને દેહવેપારના ધંધામાં ધકેલવામાં આવી હોવાની હકીકત પરિવારજનોએ અમરોલી પોલીસને કરતા હોટેલ માલિક સહિત છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કરી મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી. અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર,અમરોલી પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરી ધાગા કટિંગ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે.

છ માસ અગાઉ સગીરા પોતાના માતા-પિતા જોડે ટ્રેન મારફતે વડોદરાથી સુરત આવી રહી હતી. જે દરમ્યાન રેલવેમાં સગીરાનો સંપર્ક મુસ્લિમ મહિલા જોડે થયો હતો. મહિલાએ પોતાની ઓળખ હિંદુ તરીકે આપી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાની લોભામણી લાલચ આપી હતી. જ્યાં બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે પણ થઈ હતી.

છ માસ બાદ મોનિરા ખાતુન અને મોહિલા મુલ્લાએ ૮મી માર્ચના રોજ સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાના નામે અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા. જ્યાં તેણીને દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આ દરમિયાન પોતાની ગુમ બાળકીને દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાની માહિતી મળતા પરિવારે અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ દરમિયાન અમરોલી પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદ ખાતેથી એક મહિલા સહિત હોટેલ માલિક મળી કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. જે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ આદરી હતી. અમરોલી પોલીસે મોનીરા ખાતુન ઉર્ફે જ્યોતિ શાકીલ હલદર,માસ્ટર માઈન્ડ સૈદુલ મોલ્લા મુનાબબાર મોલ્લા સાલોમ, તેની પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સહિત રાહુલ ટેલર, સમીર કુરેશી અને આરીફ ખાન ની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.