Western Times News

Gujarati News

૧૫ એપ્રિલની આસપાસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઇ જશે

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગએ પોતાના સાપ્તાહિક પૂર્વાનુમાનમાં કહ્યું કે આ અઠવાડિયાના અંત સુધી દિલ્હી ઉપરાંત ઉત્તર ભારત અને રાજ્યોમાં ગરમી વધવાની વાત કહી છે. આઇએમડીનું કહેવું છે કે ૧૫ એપ્રિલની આસપાસ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ થઇ જશે.

જોકે અત્યારના સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ઘટાડો થવા લાગે છે અને ભીષણ ગરમી શરૂ થઇ જાય છે. ગત કેટલાક દિવસોથી ઉત્તર-પશ્વિમી પવનોએ લઘુત્તમ તાપમાનને નિયંત્રિત રાખ્યું છે, પરંતુ હવે તેને ખતમ થવાની આશા છે, હવા શાંત રહેવાની અને વધુ ગરમી થવાની સંભાવના છે.

આઇએમડી વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવનું કહેવું છે કે છેલ્લા અઠવાડિયાથી ફૂંકાઈ રહેલા મજબૂત સપાટીના પવનો રવિવારે પણ ચાલુ રહ્યા હતા અને સરેરાશ ૨૫-૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. કુલદીપ શ્રીવાસ્તે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધી વધી શકે છે. ૧૫ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું અનુમાન છે.

આઇએમડીના આંકડાથી ખબર પડે ચેહ કે ગત વર્ષે દિલ્હીમાં ૧૬ એપ્રિલ અને ૨૦૨૨ માં ૮ એપ્રિલના રોજ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. હવામાનનું અનુમાન લગાવનાર પ્રાઇવેટ કંપની સ્કાઇમેટના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે કહ્યું કે ”ઉત્તર-પશ્વિમી હવાઓ તાપમાને નીચે રાખવામાં મદદ કરી રહી હતી. આગામી અઠવાડિયામાં બફારો પણ વધશે.”

આઇએમડીનું માનીએ તો આગામી અઠવાડિયાના અંત સુધી ઉત્તરી કર્ણાટક, તેલંગાણા, પૂર્વી મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર,અ મરાઠવાડા અને ઓડિશાના અલગ-અલગ ભાગમાં રાતનો પારો વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ૧૦ એપ્રિલ સુધી કેરળ, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં વધારાને કારણે ગરમી વધી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.