Western Times News

Gujarati News

નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તરીકે પી. ડી. પટેલની બિનહરીફ વરણી થઇ

(પ્રતિનિધિ) વલસાડ, નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તરીકે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી પી. ડી. પટેલ ની આજરોજ અમદાવાદ મુકામે મળેલ નોટરી એસોસિયેસન ઓફ ગુજરાતની મિટિંગ માં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આમ શ્રી પી. ડી. પટેલે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતના નોટરી એસોસિયેશન ના ચેરમેન શ્રી ધીરેશભાઈ શાહ દ્વારા વાઇસ-ચેરમેન તરીકે પી. ડી. પટેલ ની દરખાસ્ત કરતા હાજર રહેલ નોટરી એસોસિયેશન ના તમામ હોદ્દેદારો તથા કમિટી સભ્યો તથા નોટરી મિત્રોએ સર્વાનુમતે સમર્થન આપતા પી. ડી. પટેલ ને વાઇસ-ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આમ હવે પી. ડી. પટેલ ને માથે સમગ્ર ગુજરાતના નોટરી મિત્રોનું નેતૃત્વ કરવાની જવાબદારી પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી પી. ડી. પટેલ નોટરી એસોસિયેશન ઓફ ગુજરાત સાઉથ ઝોનના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તરીકે પી. ડી. પટેલ ની વરણી થતા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નોટરી એડવોકેટ મિત્રોએ ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે અમદાવાદ મુકામે મળેલ નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતની મિટિંગ માં વલસાડથી મનીષભાઈ રાણા, રાકેશભાઈ પટેલ તથા રોનક્ભાઇ પટેલ વિગેરે હાજર રહી આ આનંદના પ્રસંગના સાક્ષી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.