Western Times News

Gujarati News

ભારતની અગ્રણી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની આપી રહી છે વોટ્સઅપ પર પ્રિમિયમ પેમેન્ટની સુવિધા

નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડયુપીઆઈ અને અન્ય સહિતના વિવિધ પેમેન્ટ મોડ્સ સાથે ટ્રાન્ઝેક્શન સરળ બનાવ્યા જે વોટ્સઅપ ઇન્ટરફેસ સાથે સરળતાથી ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે

બજાજ આલિયાન્ઝ લાઇફે વોટ્સઅપ પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે પ્રિમિયમ પેમેન્ટ્સને સરળ બનાવીને ગ્રાહક અનુભવ વધાર્યો

 પૂણે, ભારતની અગ્રણી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે મેટા સાથે ભાગીદારી દ્વારા વોટ્સઅપ પર પ્રિમિયમ પેમેન્ટ વિકલ્પો રજૂ કર્યા છે. કરોડો ભારતીય ગ્રાહકોને જોડતા વોટ્સઅપ કમ્યૂનિકેશન અને સર્વિસ માટે એક સરળ માધ્યમ બની રહ્યું છે. તેની લોકપ્રિયતાનો લાભ લેવા અને અત્યંત સરળ સુગમતા પૂરી પાડવા માટે બજાજ આલિયાન્ઝ લાઇફે વોટ્સઅપ દ્વારા તેની પ્રિમિયમ પેમેન્ટ સર્વિસીસ અપગ્રેડ કરી છે

જેથી ગ્રાહકો તેમની પોલિસીઓ સરળતાથી મેનેજ કરી શકે અને એક જ સ્થળેથી પેમેન્ટ્સ કરી શકે. ગ્રાહકો વોટ્સઅપ ઇન્ટરફેસમાં જ સીધેસીધું નેટબેંકિંગક્રેડિટ કાર્ડયુપીઆઈ જેવા વિવિધ પેમેન્ટ મોડ્સ દ્વારા તેમના પ્રિમિયમ સરળતાથી ભરી શકે છે. Bajaj Allianz Life Enhances Customer Experience by simplifying Premium Payments with Digital Transactions on WhatsApp.

આ પહેલ પેમેન્ટ પ્રોસેસને સરળ બનાવે છે અને વિવિધ પેમેન્ટ એપ્સ વચ્ચે સ્વિચિંગની જરૂરિયાત દૂર કરે છે. આ ઉપરાંત તે વોટ્સઅપમાં જ સીધેસીધા અને અસરકારક રીતે પ્રિમિયમ પેમેન્ટને સક્ષમ કરે છે જેથી એકંદરે ગ્રાહક અનુભવમાં વધારો થાય છે. વોટ્સઅપના બહોળા ઉપયોગનો લાભ લેતા બજાજ આલિયાન્ઝ લાઇફ એપ પર 25થી વધુ સેવાઓ પૂરી પાડે છે

અને પ્રિમિયમ પેમેન્ટ્સના નવા ઉમેરાનો ઉદ્દેશ વધુ સર્વાંગીસરળ અને સુગમ ગ્રાહક અનુભવ પૂરો પાડવાનો છે. વોટ્સઅપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શન સાથે તમામ ટ્રાન્ઝેક્શન વિગતો સુરક્ષિત છે જેથી સુનિશ્ચિત થાય છે કે માત્ર મોકલનાર અને મેળવનાર જ તેને જોઈ શકે છે. આમપેમેન્ટનો વિકલ્પ ખૂબ જ સુરક્ષિત પુરવાર થાય છે. સરળ એક્સેસ અને વિશ્વાસ પર બેવડો ભાર મૂકવાથી એકંદરે ગ્રાહક અનુભવ વધે છે જેથી બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં ગ્રાહક-કેન્દ્રિત નવીનતામાં લીડર તરીકે સ્થાન પામે છે.

બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ કસ્ટમર એક્સપિરિયન્સ ઓફિસર રાજેશ કૃષ્ણને જણાવ્યું હતું કે “બજાજ આલિયાન્ઝ લાઇફ અમારા ગ્રાહક પ્રથમ અભિગમથી આગળ વધએ છે અને વોટ્સઅપ એ સાનુકૂળ ગ્રાહક અનુભવ લાવવા માટે અમારી અનેક પહેલના મિશ્રણનો એક અભિન્ન ભાગ રહ્યું છે. અમારો નોંધપાત્ર ગ્રાહકવર્ગ આધુનિક વોટ્સઅપ ચેટબોટનો ઉપયોગ કરે છે અને 25થી વધુ સેવાઓનો લાભ લે છે. આ પ્લેટફોર્મ પર નવા પ્રિમિયમ પેમેન્ટ વિકલ્પ સાથે ગ્રાહકો હવે વધુ ઉચ્ચ અને સરળ અનુભવ મેળવી શકશે.

ગ્રાહકો હવે વધુને વધુ ડિજિટલ થઈ રહ્યા છે અને તેમની ઇન્શ્યોરન્સ સંબંધિત જરૂરિયાતો સહિત તમામ બાબતોમાં સરળતા શોધે છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ખાતે અમે અમારા ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને સંતોષવા તેમજ તેમના જીવન લક્ષ્યાંકોને ટ્રેક પર લાવવા માટે તેમને મદદરૂપ થવા ગ્રાહક કેન્દ્રિત સોલ્યુશન્સ લાવવામાં સતત નવીનતા લાવતા રહીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.