Western Times News

Gujarati News

સંજેલી કોટા મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિ ખેતરમાંથી મળી આવી 

સંજેલી:મહિલા પીએસઆઇએ ગણતરીના કલાકોમાં જ મૂર્તિને હેમખેમ શોધી હતી  પ્રતિનિધિ સંજેલી 25 12 ફારૂક પટેલ  સંજેલી તાલુકાના કોટા ગામે તળાવ ફળિયાના માં આવેલ મંદિરમાંથી ગુરુ ગોવિંદ ગુરુ મહારાજની મૂર્તિને ચોરી કરી જવાની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

ત્યારે આદિવાસી પરિવાર દ્વારા પોલીસ લેખિત રજૂઆત કરતાં સંજેલી મહિલા પીએસઆઈઅને  સ્ટાફ દ્વારા આસપાસના ખેતરોમાં તપાસ કરતાં મૂર્તિ મળી આવી હતી હેમખેમ મળી આવેલી મૂર્તિને મંદિરના પૂજારી અને આસપાસના લોકોને બોલાવી મૂર્તિ આપી હતી અને લોકો દ્વારા ફરી આ મૂર્તિને પોતાની જગ્યા પર મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.