Western Times News

Gujarati News

AMCએ બનાવેલા બહેરામપુરા CETP બંધ કરવા GPCBની ક્લોઝર નોટિસ

પ્રતિકાત્મક

ટોરેન્ટ પાવરને પત્ર લખી 30 દિવસ બાદ વીજ જોડાણ દૂર કરવા સૂચના આપી

GPCBએ અમદાવાદ હેન્ડ્સ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ૩૦ MLDના આ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ક્લોઝર નોટિસ ફટકારી છે

( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ,  શહેરના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ હેન્ડ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 30 એમએલડી CETPને બંધ કરવા અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇનલેટમાં કલરયુક્ત એસિડિક પાણી આવી રહ્યું હોવાથી આઉટલેટમાંથી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ મુદ્દે GPCBએ તપાસ કરતા બે જગ્યાએ આઉટલેટમાંથી ક્ષારવાળુ અને ક્લોરીનેશન વગરનું ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવતું હતું જેના પગલે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ટોરેન્ટ પાવરને પત્ર લખી નોટિસ ના 30 દિવસ બાદ સીઈટીપી ના વીજ જોડાણ કાપી નાંખવા સુચના આપી છે. અત્રે નોંધનીય છે કે CETPની ગેરરીતિઓ અંગે વેસ્ટર્ન ટાઇમ્સ દૈનિકમાં સતત અહેવાલ લખવામાં આવ્યા હતા. જેનો પડઘો પડ્યો છે.

અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનની માલિકીના બહેરામપુરા વિસ્તારમાં આવેલા 30 MLDના CETP (ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને આસપાસના વિસ્તારમાં જીપીસીબી ઘ્વારા તપાસ કરવામાં આવી હતી. જીપીસીબી ની 2 એપ્રિલની તપાસ દરમિયાન શીતલ શીતલ ઇન્ડસ્ટ્રીઝ અને ગેબનશા દરગાહ વચ્ચે વેસ્ટ વોટર વધુ માત્રામાં જોવા મળ્યા હતા.

જ્યારે પાંચ એપ્રિલની મુલાકાત દરમિયાન શીતલ ટેક્સટાઇલથી સોમનાથ મહાદેવ મંદિર રોડ થઈ સિંઘલ ફેબ્રિક્સ સુધી આલ્કલાઇન વેસ્ટ વોટર જોવા મળ્યું હતું તે સમયે તેના ટેસ્ટિંગ કરતા ph 10 આવ્યા હતા આ ઉપરાંત એસએસ નું પ્રમાણ પણ ઘણું વધારે જોવા મળતું હતું આ ઉપરાંત ઇનલેટ અને આઉટલેટ બંને જગ્યાએ નિયમ પ્રમાણે ગંદુ પાણી છોડવામાં આવ્યું નહોતું.

ક્લોરીનેશન અને અન્ય ટ્રીટમેન્ટ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી નોહતી. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી અનેક વખત 30 એમએલડી કરતાં પણ વધુ ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હતું આ તમામ બાબતો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધ્યાને આવતા તેને બંધ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.

GPCBએ અમદાવાદ હેન્ડ્સ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ૩૦ એમએલડી ના આ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ક્લોઝર નોટિસ ફટકારી છે જેમાં 30 દિવસમાં તેઓએ પ્લાન્ટને યોગ્ય રીતે કાર્યરત કરી નિયમો પ્રમાણે જ ગંદુ પાણી સાબરમતીમાં છોડવા અંગે જણાવવામાં આવ્યું છે. જો ત્યારબાદ બહેરામપુરામાં બનેલા આ CETP પ્લાન્ટને બંધ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત ટોરેન્ટ પાવરને પણ પત્ર લખી નોટિસના 30 દિવસ બાદ સીઇટીપીના વીજ જોડાણ દૂર કરવા સૂચના આપી છે. હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગના કારખાનાઓ દ્વારા પ્રાયમરી ટ્રીટમેન્ટ કર્યા વિના જ પ્રદુષિત પાણી સીઈટીપી માં છોડવામાં આવતું હતું જેના કારણે પ્લાન્ટની મશીનરી પણ ખરાબ થઈ ગઈ હતી. બહેરામપુરા 30 MLDનો CETP ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું આઉટલેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 180 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાજુમાં જ આવેલું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે પાણી જાય છે તેની બાજુમાં સીઇટીપી પ્લાન્ટનો આઉટલેટ આવેલો હોવાથી ગટર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રીટ થયેલા શુદ્ધ પાણીમાં આ પ્લાન્ટમાંથી ગંદુ પાણી નીકળતું હોવાનું સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી અને ત્યારબાદ અમદાવાદ હેન્ડ સ્કીન પ્રિન્ટિંગ એસોસિએશનને નોટિસ આપવામાં આવી હતી.

બહેરામપુરા CETP: L&T કંપનીએ પ્લાન્ટ બંધ કરવાની ચીમકી આપતા મ્યુનિ. તંત્ર સફાળુ જાગ્યું

જ્યારે સીઈટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો ત્યારે જે ક્ષમતા મુજબ પ્લાન્ટ ગંદા પાણીને ટ્રીટ કરી શકે તે ક્ષમતા મુજબ જ કામગીરી કરવા અંગેની સૂચના હેન્ડ સ્કીન પ્રિન્ટિંગના કારખાનાઓને આપવામાં આવી હતી પરંતુ હવે વધારે પ્રમાણ માં પાણી છોડવામાં આવી રહ્યું છે

30 એમએલડી નો પ્લાન્ટ છે તેની જગ્યાએ 40 થી 42 એમએલડી સુધીનું પાણી સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે જે ખૂબ જ પ્રદુષિત પાણી છે અને સીધું સાબરમતી નદીમાં વહી રહ્યું છે આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા પાંચ દિવસ પહેલા જ એસોસિએશન સાથે મિટિંગ કરવામાં આવી હતી.પરંતુ પરિણામમાં સુધારો ન થતા જીપીસીબીએ પણ ક્લોઝર નોટિસ આપી દીધી છે.

બહેરામપુરા 30 MLD પ્લાન્ટમાંથી દૈનિક 12 MLD પ્રદુષિત પાણી નદીમાં બાયપાસ કરાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.